Author Archive

મારો ય હિસ્સો છે…

સમયની આંખનાં શૃંગારમાં મારો ય હિસ્સો છે ઉઘડતા દ્વારનાં વિસ્તારમાં મારો ય હિસ્સો છે અપેક્ષા મેં ય રાખી છે અપેક્ષાની ઉપરવટ જઇ હવે, હર સુક્ષ્મ આવિષ્કારમાં મારો ય હિસ્સો છે ગમે તે રંગનું હો પુષ્પ, ખિલશે એમ કરમાશે મુલાયમ સ્પર્શનાં અધિકારમાં મારો ય હિસ્સો છે જવલ્લે સાંપડે છે અહીં સફળતા, હું ય જાણું છું છતાં [...]

કારણ નડ્યા…!

ભૂલી ગયો, તો ભૂલનાં કારણ નડ્યા કારણ નિવાર્યા તો પછી તારણ નડ્યા ખાધી દયા ભારેપગા સંબંધની કોઠું જરા દીધું અને ભારણ નડ્યા ! મારે વમળને તાગવા’તાં મૂળથી દરિયે ગયો, તો માર્ગમાં આ રણ નડ્યા ! મેં ધોમ વેઠ્યો આકરો વૈશાખ,પણ હૈયાબળી આ આંખના શ્રાવણ નડ્યા ! આકંઠ પીધાં ઝેર ભાતે-ભાતનાં છે રંજ એ, કે  ઝેર [...]

તોય સારો છે…!

પ્રવાહો પર સતત એનો ગુજારો  છે તમારો આ  સમંદર તો  બિચારો છે ! તરત સમજાય એવું શું હતું એમાં ? હ્રદયની જેમ, ઊંડો એકધારો  છે હજારો વર્ષનું આયુષ્ય છે, તો શું બગીચે થાય,એવા ફેરફારો છે ? નસીબ જ છે નહીંતર હોય શું બીજું જુઓને!  કેટલો એનો  ઠઠારો  છે નદીને ક્યો, નકામી વેડફે નહીં જળ સ્વભાવે મૂળથી [...]

અજંપો ભળે છે…

હવે માણસો, માણસોને ગળે છે મળે તોય કેવા અધૂરાં મળે છે ! અજાણ્યાપણું  એમ વિસ્તાર પામ્યું કે  પોતે જ પોતાને અક્સર છળે છે ! નથી રહી મહત્તા કશી, લાગણીની વળે સ્વાર્થ એ બાજુ એ પણ વળે છે મળી જાય એકાદ અપવાદ,નહીંતર જરૂરત વગર કોણ, શું સાંકળે છે ? સમજદાર એવો થતો જાય છે, કે મહત્તમ [...]

જીવાડવું ભારે પડ્યું…?

મન ઉઘાડું પાડવું ભારે પડ્યું જાતને રંજાડવું ભારે પડ્યું એ અલગ છે કે હવે જાહેર છે સત્યને સંતાડવું ભારે પડ્યું વહી ગયું સઘળું સમયના વ્હેણમાં એક લીલું ઝાડવું  ભારે પડયું એ હતાં ત્યારે હતું, છે એજ ઘર આજ  એ  ઉઘાડવું ભારે પડ્યું એક આળી રગ બધાથી છાવરી દોસ્તને દેખાડવું ભારે પડ્યું ! પાધરૂં  આવી જ  [...]

મઝારે મળે છે…

મને  શબ્દ નોંખા પ્રકારે મળે  છે પ્રવાહિતપણું  કંઇ ઈજારે મળે છે ? અલગ વાત છે કે  કર્યો પાર દરિયો નહીંતર ઘણાં શબ  કિનારે મળે છે  ! દુઆ દ્યો  સમયને, કસોટી કરે  છે ખબર તો પડી, કોણ  ક્યારે મળે છે ! હશે કોઇ કારણ અજુગતું, નહીંતર હૃદયનાં વિષય છાશવારે મળે છે ? પ્રસંગો ય  કેવાં ઉજવવા [...]

તણખા વચ્ચે જીવ્યા…

અણધાર્યા જોખમના ફડકા વચ્ચે જીવ્યા ભીતર ધરબાયેલા તણખા વચ્ચે જીવ્યા રમખાણો વેળાની શેરીનું માનસ લઇ અધકચરા ફૂટેલા ફણગા વચ્ચે જીવ્યા વણસ્યા વાતે-વાતે  ચર્ચાયા ચોરે જઇ ધડ માથા વીનાની અફવા વચ્ચે જીવ્યા અંતર ધીમે-ધીમે વધતું લાગ્યું  ખુદથી મરવા વાંકે જીવતર, ભ્રમણા વચ્ચે જીવ્યા ખરબચડા તડકાથી ખરડાયા પડછાંયા અડધા ખોઇ બેઠાં, અડધા વચ્ચે જીવ્યા ! ટોળાના માણસની [...]

પ્રેમને દેખાય છે !

નિતનવા નુસ્ખા કરીને છેતરી લેવાય છે આંખની શરમે હવે ક્યાં કોઇને બક્ષાય છે ! મનસુધી પહોંચી જવું, લગભગ અકસ્માતે બને પણ  હવે એવા અકસ્માતો જવલ્લે થાય છે ! અન્યને અજવાળવા ખુદ તાપણું બનવું પડે એટલું ગંભીરતાથી ક્યાં કશું લેવાય છે ? ખાતરી કરવી પડે વિશ્વાસની, દિવસો જુઓ ! સંશયો ઘેરાય  છે ત્યાં આંગળી ચીંધાય છે [...]

એક ક્ષણ આપો મને !

આઠે’ પ્રહર બસ પ્રેમનું વાતાવરણ આપો મને મમળાવતાં જીવું-મરૂં, એ સાંભરણ આપો મને જેનાં ખભે માથું મૂકી  બે આંસુઓ  સારી શકું આ ભીડ વચ્ચેથી અસલ, એકાદ જણ આપો મને રાખો તમે આંટી-ઘૂંટી આ નામ ‘ને સંબંધની સીધી સરળ નિઃસ્વાર્થ હો, એ ગોઠવણ આપો મને તરસી રહ્યો છું આજપણ બેફામ હું  જેનાં વગર આપી શકો તો [...]

ક્યાંસુધી…?

રોજ  એનું એજ ચક્કર  ક્યાંસુધી જાતની સાથે જ ટક્કર ક્યાંસુધી મૂળમાંથી  ખોખલું  હોવાપણું માનવાનું સાવ નક્કર ક્યાંસુધી રોજ  સાલ્લું  તૂટવું  કાં તોડવું  ! વેઠવાના દર્દ નવતર ક્યાંસુધી કોણ હાથો  થઈ ગયું  હથિયારનો વાઢવા રહેવાનું તત્પર ક્યાં સુધી જિંદગીના અર્થને સમજ્યાવગર ઝંખવાના મૂળ અવસર ક્યાંસુધી અસ્ત થઇ ઊગી શકે, એ સૂર્ય છે આગિયાની જાત સધ્ધર ક્યાંસુધી [...]

Older Entries »