Dr Mahesh Rawal's Blog

મારો ય હિસ્સો છે…
ગમે તે રંગનું હો પુષ્પ, ખિલશે એમ કરમાશે...

સમયની આંખનાં શૃંગારમાં મારો ય હિસ્સો છે

ઉઘડતા દ્વારનાં વિસ્તારમાં મારો ય હિસ્સો છે

અપેક્ષા મેં ય રાખી છે અપેક્ષાની ઉપરવટ જઇ

હવે, હર સુક્ષ્મ આવિષ્કારમાં મારો ય હિસ્સો છે

ગમે તે રંગનું હો પુષ્પ, ખિલશે એમ કરમાશે

મુલાયમ સ્પર્શનાં અધિકારમાં મારો ય હિસ્સો છે

જવલ્લે સાંપડે છે અહીં સફળતા, હું ય જાણું છું

છતાં સ્વીકૃત કરૂં છું હારમાં મારો ય હિસ્સો છે !

મઠારી બહુ છતાં રહી ગઇ “મહેશ”આ જાત,અધકચરી

ગજા ઉપરાંત કારોબારમાં મારો ય હિસ્સો છે !

છંદવિધાનઃ હજઝ ૨૮

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

ડૉ. મહેશ રાવલ

કારણ નડ્યા…!
દરિયે ગયો, તો માર્ગમાં આ રણ નડ્યા...! ફોટો- નૅટ પરથી સાભાર.

ભૂલી ગયો, તો ભૂલનાં કારણ નડ્યા

કારણ નિવાર્યા તો પછી તારણ નડ્યા

ખાધી દયા ભારેપગા સંબંધની

કોઠું જરા દીધું અને ભારણ નડ્યા !

મારે વમળને તાગવા’તાં મૂળથી

દરિયે ગયો, તો માર્ગમાં આ રણ નડ્યા !

મેં ધોમ વેઠ્યો આકરો વૈશાખ,પણ

હૈયાબળી આ આંખના શ્રાવણ નડ્યા !

આકંઠ પીધાં ઝેર ભાતે-ભાતનાં

છે રંજ એ, કે  ઝેર નહીં મારણ નડ્યા !

માગ્યું નથી કણથી વધારે  કંઈજ  મેં

તો કેમ આ માગ્યાવગરના મણ નડ્યા ?

જેના સ્વભાવે માત્ર નડવું  હોય, એ

સીધા નહીં તો આડકતરા, પણ નડ્યા !

છંદ વિધાનઃ

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

ડૉ. મહેશ રાવલ

તોય સારો છે…!
તમારો આ સમંદર તો બિચારો છે...!

પ્રવાહો પર સતત એનો ગુજારો  છે

તમારો આ  સમંદર તો  બિચારો છે !

તરત સમજાય એવું શું હતું એમાં ?

હ્રદયની જેમ, ઊંડો એકધારો  છે

હજારો વર્ષનું આયુષ્ય છે, તો શું

બગીચે થાય,એવા ફેરફારો છે ?

નસીબ જ છે નહીંતર હોય શું બીજું

જુઓને!  કેટલો એનો  ઠઠારો  છે

નદીને ક્યો, નકામી વેડફે નહીં જળ

સ્વભાવે મૂળથી અત્યંત ખારો છે !

વળાવી ત્યારથી ખારાશ પામી છે

નદીનાં ભાગ્યમાં કેવો પનારો છે !

મને આશ્ચર્ય તો એ વાતનું છે, કે

નથી પીવાય એવો,તોય સારો છે !

છંદવિધાનઃ

લગાગાગા લગાગાગા લગાગાગા

ડૉ.મહેશ રાવલ

અજંપો ભળે છે…
સપનાંથી સપનાં જોડવાની મથામણની વ્યસ્તતા - સાનફ્રાન્સિસ્કો જતાં...

હવે માણસો, માણસોને ગળે છે

મળે તોય કેવા અધૂરાં મળે છે !

અજાણ્યાપણું  એમ વિસ્તાર પામ્યું

કે  પોતે જ પોતાને અક્સર છળે છે !

નથી રહી મહત્તા કશી, લાગણીની

વળે સ્વાર્થ એ બાજુ એ પણ વળે છે

મળી જાય એકાદ અપવાદ,નહીંતર

જરૂરત વગર કોણ, શું સાંકળે છે ?

સમજદાર એવો થતો જાય છે, કે

મહત્તમ હશે ઢાળ, એ ત્યાં ઢળે છે

હતો એ જુદો કાલ, આજે જુદો  છે

અને હર તબક્કે જુદો નીકળે છે !

દિવસ આખો સપનામાં સપના ભળે ‘ને

પછી, રાતે એમાં અજંપો ભળે છે !

છંદવિધાનઃ

લગાગા લગાગા લગાગા લગાગા

ડૉ. મહેશ રાવલ

જીવાડવું ભારે પડ્યું…?
એ હતા ત્યારે હતું, છે એજ ઘર.....

મન ઉઘાડું પાડવું ભારે પડ્યું

જાતને રંજાડવું ભારે પડ્યું

એ અલગ છે કે હવે જાહેર છે

સત્યને સંતાડવું ભારે પડ્યું

વહી ગયું સઘળું સમયના વ્હેણમાં

એક લીલું ઝાડવું  ભારે પડયું

એ હતાં ત્યારે હતું, છે એજ ઘર

આજ  એ  ઉઘાડવું ભારે પડ્યું

એક આળી રગ બધાથી છાવરી

દોસ્તને દેખાડવું ભારે પડ્યું !

પાધરૂં  આવી જ  ઊભું આંગણે

મૃત્યુને બહુ ભાંડવું ભારે પડ્યું !

શ્વાસનું બહાનું ધરી, છટકી ગયો

જીવને, જીવાડવું ભારે પડ્યું ?

ડૉ.મહેશ રાવલ

મઝારે મળે છે…
હ્ર્દયનાં વિષય છાશવારે મળે છે....?

મને  શબ્દ નોંખા પ્રકારે મળે  છે

પ્રવાહિતપણું  કંઇ ઈજારે મળે છે ?

અલગ વાત છે કે  કર્યો પાર દરિયો

નહીંતર ઘણાં શબ  કિનારે મળે છે  !

દુઆ દ્યો  સમયને, કસોટી કરે  છે

ખબર તો પડી, કોણ  ક્યારે મળે છે !

હશે કોઇ કારણ અજુગતું, નહીંતર

હૃદયનાં વિષય છાશવારે મળે છે ?

પ્રસંગો ય  કેવાં ઉજવવા પડે  છે

અધિકતર  સગાઓ મઝારે મળે છે  !

ડૉ. મહેશ રાવલ

તણખા વચ્ચે જીવ્યા…
અધકચરા તડકાથી ખરડાયા પડછાંયા...

અણધાર્યા જોખમના ફડકા વચ્ચે જીવ્યા

ભીતર ધરબાયેલા તણખા વચ્ચે જીવ્યા

રમખાણો વેળાની શેરીનું માનસ લઇ

અધકચરા ફૂટેલા ફણગા વચ્ચે જીવ્યા

વણસ્યા વાતે-વાતે  ચર્ચાયા ચોરે જઇ

ધડ માથા વીનાની અફવા વચ્ચે જીવ્યા

અંતર ધીમે-ધીમે વધતું લાગ્યું  ખુદથી

મરવા વાંકે જીવતર, ભ્રમણા વચ્ચે જીવ્યા

ખરબચડા તડકાથી ખરડાયા પડછાંયા

અડધા ખોઇ બેઠાં, અડધા વચ્ચે જીવ્યા !

ટોળાના માણસની ટોળા જેવી સમજણ

સારાથી અળગા રહી, નરસા વચ્ચે જીવ્યા !

સરવાળે, સગપણની લૂણો ખાતી ભીંતે

અવઢવની ખીંટીના છણકા વચ્ચે  જીવ્યા !

છંદવિધાનઃ

ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા

ડૉ. મહેશ રાવલ

પ્રેમને દેખાય છે !
પાડ માનો સૂર્યનો કે....

નિતનવા નુસ્ખા કરીને છેતરી લેવાય છે

આંખની શરમે હવે ક્યાં કોઇને બક્ષાય છે !

મનસુધી પહોંચી જવું, લગભગ અકસ્માતે બને

પણ  હવે એવા અકસ્માતો જવલ્લે થાય છે !

અન્યને અજવાળવા ખુદ તાપણું બનવું પડે

એટલું ગંભીરતાથી ક્યાં કશું લેવાય છે ?

ખાતરી કરવી પડે વિશ્વાસની, દિવસો જુઓ !

સંશયો ઘેરાય  છે ત્યાં આંગળી ચીંધાય છે

આંધળો કહી પ્રેમને અમથો વગોવ્યો આપણે

દેખતાં કરતા વધારે, પ્રેમને દેખાય છે !

એકની શ્રદ્ધા, બીજાની અંધશ્રદ્ધા નીકળે

ખપ મુજબ અહીં રોજ  ઈશ્વર ત્રાજવે તોળાય છે !

છે દિવસની વાત નોંખી, રાતનો વૈભવ અલગ

પાડ માનો સૂર્યનો  કે, રોજ આવે-જાય છે !

છંદવિધાનઃરમલ ૨૬

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ડૉ. મહેશ રાવલ

એક ક્ષણ આપો મને !
સીધી સરળ નિઃસ્વાર્થ ગોઠવણ....પ્રેમ સિવાય શું હોઈ શકે....!

આઠે’ પ્રહર બસ પ્રેમનું વાતાવરણ આપો મને

મમળાવતાં જીવું-મરૂં, એ સાંભરણ આપો મને

જેનાં ખભે માથું મૂકી  બે આંસુઓ  સારી શકું

આ ભીડ વચ્ચેથી અસલ, એકાદ જણ આપો મને

રાખો તમે આંટી-ઘૂંટી આ નામ ‘ને સંબંધની

સીધી સરળ નિઃસ્વાર્થ હો, એ ગોઠવણ આપો મને

તરસી રહ્યો છું આજપણ બેફામ હું  જેનાં વગર

આપી શકો તો લાગણીનું વિસ્તરણ આપો મને

ભૂલી જવાતું હોય છે સઘળું, સમય વિત્યા પછી

રહે યાદ એ, હેતાળવું નામક્કરણ આપો મને

ફાવી ગયું છે જીવવાનું આમ,ખુલ્લેઆમ બસ

હું ક્યાં કહું છું કોઇને કે, આવરણ આપો મને !

કોને ખબર કઇ ક્ષણ ગણાશે આખરી,આગળ જતાં

મારાવલી લાગે મને ,એ એક ક્ષણ આપો મને !

છંદવિધાનઃ રજઝ ૨૮

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

મિત્રો!

આ ગઝલ મારા સ્વરમાં સાંભળવા, બ્લોગના

હોમપેઈજ પર SHABDASWAR પર ક્લિક કરો

ડૉ. મહેશ રાવલ

ક્યાંસુધી…?
ઈશ્વરની હયાતીની શોધ.....પથ્થરથી પતંગીયા સુધી...!

રોજ  એનું એજ ચક્કર  ક્યાંસુધી

જાતની સાથે જ ટક્કર ક્યાંસુધી

મૂળમાંથી  ખોખલું  હોવાપણું

માનવાનું સાવ નક્કર ક્યાંસુધી

રોજ  સાલ્લું  તૂટવું  કાં તોડવું  !

વેઠવાના દર્દ નવતર ક્યાંસુધી

કોણ હાથો  થઈ ગયું  હથિયારનો

વાઢવા રહેવાનું તત્પર ક્યાં સુધી

જિંદગીના અર્થને સમજ્યાવગર

ઝંખવાના મૂળ અવસર ક્યાંસુધી

અસ્ત થઇ ઊગી શકે, એ સૂર્ય છે

આગિયાની જાત સધ્ધર ક્યાંસુધી

એક  ઈશ્વરની  હયાતી  શોધવા

પૂજવાના રોજ  પથ્થર ક્યાંસુધી ?

ડૉ.મહેશ રાવલ