Archive for October, 2007

પળ મળે- હર અસરથી પર થવાની પળ મળૅકાં પછી,અવસર થવાની પળ મળે બ્હાર-ભીતર બેઉ રીતે સજ્જથઇ‘ને પછી,તત્પર થવાની પળ મળૅ જિંદગીના અર્થને વિસ્તારવાસમ,સહજ,સધ્ધર થવાની પળ મળૅ નીકળૅ રણકો સુરીલો, શ્વાસનોએટલું નક્કર થવાની પળ મળૅ ના કશું લેવું, ન દેવું હોય કંઇજાતને,સરભર થવાની પળ મળૅ ડૉ.મહેશ રાવલ

“મુબારક” સહુને સહુના ઘર મુબારકઉપરછલ્લા થર મુબારક! ભીના-કોરા સગપણ વચ્ચેસંબંધો, દુષ્કર મુબારક છુટ્ટા, ભેળાં, કે સહિયારાસપનાંઓ સધ્ધર મુબારક લૂણોખાતી ભીંતો ઓથેઉજવાતા અવસર મુબારક! મૂંગી તસ્વીરોની નીચેબોલકણાં અક્ષર મુબારક બે-કાંઠે ધસમસ પ્રશ્નોનાંકાંઠાળા ઉત્તર મુબારક! વત્તા, ઓછા, ગુણ્યા, ભાગ્યાસરવાળે સરભર મુબારક! – ડૉ. મહેશ રાવલ