Archive for November, 2007

આધાર બદલી નાંખજો ! સ્વપ્નનો વિસ્તાર બદલી નાંખજો!ઓળખીતો ભાર,બદલી નાંખજો! જિંદગીસાથે ઘરોબો કેળવીઆપખુદ વ્યવ્હાર બદલી નાંખજો! ક્યાંસુધી વળગી રહેશો,પ્રશ્નને?કાં કથા,કાં સાર બદલી નાંખજો! છેવટે નક્કી જ છે-”એનો”વિજયજીતનો વિચાર બદલી નાંખજો! કઈપળે શું થાય,નક્કી ક્યાં હતું ?માન્યતા,આધાર બદલી નાંખજો! ડૉ.મહેશ રાવલ

…હોય છે !આ તરસનાં ભાગ્ય એવાં પણ લખેલાં હોય છેકાં સમંદર,કાં અજાણ્યાં રણ લખેલાં હોય છે આવડે જો વાંચતાં તો,એટલું અઘરૂં નથીહર નયનમાં,આગવાં પ્રકરણ લખેલાં હોય છે ! વેંત છેટો ઉંબરો ક્યાં શક્ય છે ઓળંગવો ?એ વિષે નિશ્ચિતપણે,કારણ લખેલાં હોય છે કોણજાણે કઈપળે તૂટે રમકડું રાખનું ?આપણાં અસ્તિત્વનાં કણ-કણ લખેલાં હોય છે જિંદગીભર કોઈનો સંગાથ [...]

અર્થ…આ તરફ તરસ્યું હરણ છેએ તરફ ખળખળ ઝરણ છે. જિંદગી છે નામ જેનુંકઈનથી,બસ આવરણ છે! આમ, બદલાતું કલેવરઆમ,બીજું અવતરણ છે! રાતવાસો છે ફકત,અહીંવ્યર્થ સઘળી વેતરણ છે ! આમ તો છે ખ્યાલ સહુનેંઆમ,નોખું આચરણ છે ! અર્થ પણ છે સાવ સીધોશક્યતાનું વિસ્તરણ છે! ડૉ.મહેશ રાવલ

અર્થ શું કરવો? અધુરા વિસ્તરણનો અર્થ શું કરવો?અમસ્તાં આવરણનો અર્થ શું કરવો? ખરેખર હોય નક્કી નાશ છેલ્લે,તોપછી નામક્કરણ નો અર્થ શું કરવો? મરીને પણ,ફરીથી જન્મ લેવાનો?અરે! એવા મરણનો અર્થ શું કરવો? જવાનું હોય ખાલીહાથ લઈ,અંતેતો,મબલખ વેતરણનો અર્થ શું કરવો? -ડૉ મહેશ રાવલ

અઘરું પડે છે આવરણ ઉતારવું અઘરું પડે છેસત્યને સ્વીકારવું અઘરું પડે છે એ અલગ છે કે,સફળતા સાંપડેહારને સ્વીકારવું અઘરું પડે છે ઉતરે તો જિન્દગી ઉતરે ગળેમોતને ઉતારવું અઘરું પડે છે ! -ડૉ.મહેશ રાવલ

આપણે… આપણું પરિણામ છીએ આપણેશી ખબર,શુંકામ છીએ આપણે કોઇ પાસે ક્યાં હતી સંજીવની?યમ-નિયમનું કામ છીએ આપણે છે નશો,બસ ત્યાંસુધીનો કેફ છેરોજ ઘટતો જામ છીએ આપણે ! એકમાં ઈર્ષા,અભરખાં અન્યમાંબેઉ આંખે,આમ છીએ આપણે ! ડૉ.મહેશ રાવલ

આ……..છે આ,દિવંગત સ્વપ્નનો અંબાર છેતૂટતા સંબંધનો ચિત્કાર છે દઈગયા જે હાથતળી,ઍ બધાંપર્વ જેવા લાગતાં અણસાર છે શું હતું બીજું નહીંતર આપણું?છે પરસ્પર લાગણી,ચિક્કાર છે અર્થ કેવળ એટલો અસ્તિત્વનોકાચ માથે,પથ્થરોનો ભાર છે! એ અલગ છે કે,વિલંબે ફળ મળેપણ,દુવાઓની અસર પુરવાર છે જાય છે રસ્તા બધા,એ દ્વાર લગએક ભીતર, એક બારોબાર છે -ડૉ.મહેશ રાવલ

રાખી છે… તરસને સાવ બારોબાર રાખી છેપ્રસંગોપાત, ધારોધાર રાખી છે। તમે રાખી નજર કાયમ કિનારાપરઅમે, સાતેય દરિયાપાર રાખી છે! હજૂ ક્યાં કોઇએ ચર્ચા ઉખેડી છે?છતાં, આખી કથા તૈયાર રાખી છે। લડીલેશું સમયઆવ્યે, બધીરીતેપ્રથમથી, જાતને ખુંખાર રાખી છે! તમે ખુદથી અજાણ્યાથઇ ફરો છો, નેંઅમે કુદરતનેં હિસ્સેદાર રાખી છે! ખબર છે કોઇ નહીંઆપે કશું, છેલ્લેઅપેક્ષા, આપ-લે ની [...]

આગળ જતાં શક્યતાઓ વિસ્તરે,આગળ જતાંમાન્યતા ખોટી ઠરે,આગળ જતાં ઍક પગલું પણ પછી સંભવ નથીવા ફરે,વાદળ ફરે,આગળ જતાં જે તફાવત હોય છે,તે હોય છેઍજ રસ્તો આંતરે,આગળ જતાં ગાય છે ગુણગાન આજે, ઍ બધાશક્ય છે ઇર્ષા કરે,આગળ જતાં છેવટૅ,માણસ જવાનો જાતપરમારશે,ને કાં મરે,આગળ જતાં ! ડૉ. મહેશ રાવલ

એ હકીકત છે સમય વીત્યાપછી પાછો વળૅ નહીં,ઍ હ્કીકત છેઉઘાડી આંખનાં સપના ફળૅ નહીં,એ હકીકત છે ગમે તે રીત અપનવી જુઓ, નાકામ રહેવાનાંનથી બાળીશકાતું એ બળૅ નહીં,ઍ હકીકત છે ખરેખર એક સિક્કાનીં જ બન્નેબાજુઓ છે,પણમરણને જિંદગીસાથે ભળૅ નહીં,ઍ હકીકત છે કરીલ્યો ખાતરી ઉંડૅસુધી જઈ,ને પછી કહેજોનથી જે ભાગ્યમાં તે કઈં મળેનહીં,ઍ હકીકત છે કરો છો [...]

Older Entries »