બહુ તરજુમો કરવો ય શું? નખશિખ અજાણી રાતનો બહુ તરજુમો કરવો ય શું?આ સાવ અમથી જાતનો,બહુ તરજુમો કરવો ય શું? સમજાય એવા સાદનાં વિશ્લેષણો,અઘરાં નથીઅસ્પષ્ટ પ્રત્યાઘાતનો,બહુ તરજુમો કરવો ય શું? ઉઘડે અજાણ્યાં હોય તો પણ ભેદ સહુ,આગળ જતાંપણ ઓળખીતી ઘાતનો,બહુ તરજુમો કરવો ય શું? હોનારતી વાતાવરણ,સાબૂત છોડે નહીં કશુંઆ ભીતરી ઉત્પાતનો,બહુ તરજુમો કરવો ય શું? [...]
Archive for December, 2007
December 26 2007
એવું કઈંક મળવાનું ! તરસની વારતા મંડાય, એવું કઈંક મળવાનુંબધાની આંખમાં, વંચાય એવું કઈંક મળવાનું ! ઉતરતી ઓટ, ને ચડતી જતી ભરતી બને સાક્ષીપછી, ઈતિહાસ આલેખાય એવું કઈંક મળવાનું ! જરાક જ ખોતરો પાપણ, અને ભીનાશ વચ્ચેથીપરસ્પર સાંકળી લેવાય, એવું કઈંક મળવાનું ! નિવેદન હોય એવું કે, “નથી કઈં સ્નાન-સૂતક”-પણછતાં સંબંધમાં, ચર્ચાય એવું કઈંક મળવાનું [...]
December 24 2007
અમુક્ને બાદ કરવાથી ! ઘણું વત્તા થયું છે પણ,અમુક્ને બાદ કરવાથીફરી લીલું થયું છે રણ,અમુક્ને બાદ કરવાથી ! નદીની જેમ નીકળી લાગણી,ઉંડાણ બમણું લઈવછૂટી એમ,જાણે ધણ અમુકને બાદ કરવાથી ! અધૂરી ક્યાં રહી એકેય રીતે,શક્યતા પોતે ?હવે ઉભરાય છે હર ક્ષણ,અમુક્ને બાદ કરવાથી ! ખરેખર જિંદગી પોતે જ કિસ્સો છે,અધુરપનોમળી છે એટલી સમજણ,અમુક્ને બાદ કરવાથી [...]
December 19 2007
વધાવ્યાં છે ! તને દરિયો ગમે છે પણ અમે તો,રણ વધાવ્યાં છેફરે છે તું તરસ લઈને,અમે કારણ વધાવ્યાં છે ! તફાવત આપણી વચ્ચે હજૂ અકબંધ છે,આજેઉછેર્યો ધોમ તડકો તેં,અમે શ્રાવણ વધાવ્યાં છે ! મળ્યું જે પણ વરદ્હસ્તે,કર્યું નત્ મસ્તકે સ્વીકૃતન રાખ્યાં માન્ય ફૂલો તેં,અમે ઘા પણ વધાવ્યાં છે ! જરૂરી હોય જ્યાં નિર્ણય ત્વરિત નાજુક [...]
December 17 2007
આપે છે…! અધૂરાં સ્વપ્નનો એકેક પગલે ભાર આપે છેહવે ક્યાં કોઇ રસ્તો,પર્વનો અણસાર આપે છે ? નજીવા કારણો,સંબંધ પર સીધી અસર કરશેખુલાસા કોણ ખુલ્લેઆમ,વારંવાર આપે છે ? મળે ત્યારે,મળે છે સાવ અંગતથઇ મને કાયમઅજાણ્યાથી વધારે દર્દ,ઓળખનાર આપે છે ! ઉતાવળ આપણી,લઈજાય છે શંકા તરફ,નહીંતરખુદા તો હર દુઆનું ફળ,તબક્કાવાર આપે છે ! પરસ્પર સાંકળી લેવાય છે [...]
December 13 2007
વાત લાવ્યો છું ! અધૂરાં ઓરતાંની વાત લાવ્યો છુંમળી, એ મૂળરૂપે જાત લાવ્યો છું ! નિચોવ્યો શબ્દને આખો, નવેસરથીમળેલાં અબ્ધિ સાતે-સાત લાવ્યો છું ઈજારો માન્ય કેવળ એક, ઈશ્વરનોખુમારી એજ, એ જઝબાત લાવ્યો છું અનિર્ણિત રહી ગયાં જે કારણે નિર્ણયતમારાં, સર્વ ચંચૂપાત લાવ્યો છું ! અસર, કાંટા ય ફૂલો જેમ ભોગવશેહવાઓની અસલ ઓકાત લાવ્યો છું ! [...]
December 10 2007
અજાણ્યું નીકળે ! આપણાંથી આપણું આ ઘર, અજાણ્યું નીકળે‘ને પછી, સંબંધ જેવું સ્તર અજાણ્યું નીકળે ! કઇંક હોવું જોઇએ, જે સત્યથી જોડી શકોસત્ય જેવું સત્ય પણ નહિંતર, અજાણ્યું નીકળે ! મન ખરેખર કઇંનથી, છે માત્ર ઈચ્છાનું નગરબહાર કરતાં તો અધિક અંદર અજાણ્યું નીકળે ! કેળવી લઉં છું ઘરોબો આંસુઓથી,હરવખતઓળખીતાનું વલણ, અક્સર અજાણ્યું નીકળે ! જે [...]
December 8 2007
અફવામાં ખપે ! એવું બને કે,વાત અફવામાં ખપેઆગળ જતાં,જઝબાત અફવામાં ખપે! દેખાય એવું શક્ય છે નીકળે નહીંસંબંધની ઓકાત,અફવામાં ખપે! આશ્ચ્રર્ય વચ્ચે ભેદ ખૂલે,ને પછીઓળખ,પરખ,મિરાત,અફવામાં ખપે! જો આવડે,તો જિંદગી અઘરી નથીનહીંતર ઘણાંની જાત,અફવામાં ખપે! સરહદ ગણાતી હદ-પ્રસંગોપાત હોપણ વિસ્તરણ સાક્ષાત,અફ્વામાં ખપે! ઈચ્છા જ રાખે છે સજીવ આભાસનેઅણસાર,કાં એકાંત,અફવામાં ખપે! ડૉ.મહેશ રાવલ
December 5 2007
અધૂરાં ઓરતાં અધૂરાં ઓરતાં લઈને ફરૂં છું હુંસરાજાહેર,ખુદને આંતરૂં છું હું ! ગમે છે એ નથી મળતું,હકીકતમાંસતત અણગમતાંને,ગમતું કરૂં છું હું ! વિષય મારો,હવે મારો વિષય ક્યાં છે?વિષયઆંતર કરીને,વિસ્તરૂં છું હું ! મળી છે જિંદગી પણ એ વકલનીં,કેમરીને રોજ,પાછો અવતરૂં છું હું ! ખરેખર સાવ સુક્કાં છે બધાં સગપણછતાં,લીલાં ગણીને ચીતરૂં છું હું !બધું બદલાય [...]
December 3 2007
ઇન્સાન જોયાં છે ! અધિક્તર આંખમાં તોફાન જોયાં છેઅને,એ આંખ આડા કાન જોયાં છે ! ખુલાસા ક્યાં કરે છે કોઈ,ભીતરનાં ?ઉપરછલ્લાં અધુરાં જ્ઞાન જોયાં છે નથી રહી માતબર સંખ્યા,કબૂલું છુંનહીંતર,દોસ્ત જીગરજાન જોયાં છે ! હકીકત સ્પષ્ટ થઈ કે,ક્યાંક છે ઈશ્વરઅમે આ જ્યારથી ઇન્સાન જોયાં છે ! વિકસતાં હોય છે સંબંધ,આડશ લઇછતાં જાહેરમાં,અન્જાન જોયાં છે ! [...]