Archive for January, 2008

હવે જે થાય તે સાચું ! વધે છે વારતા આગળ, હવે જે થાય તે સાચુંફરી ઘેરાય છે વાદળ, હવે જે થાય તે સાચું ! હતું કે, થઈ ગયો કિસ્સો દફન હંમેશ માટે, પણમળ્યો છે એમનો કાગળ, હવે જે થાય તે સાચું ! ફરીથી, શક્ય છે ઈતિહાસ આખો ચૂંથશે લોકોઉઘડશે કઈંક જૂના વળ, હવે જે થાય [...]

મળે છે! હવે ક્યાં કશી જાણકારી મળે છે ?મળે તોય,ક્યાં એકધારી મળે છે! નથી થઈ શકાતું અલગ,આપણાંથીઅલગતા સ્વયં,નામધારી મળે છે ! ઘણીવાર એવું બને એક ક્ષણ,કેપછીની ક્ષણો,વેગધારી મળે છે ! ભલે આમ દેખાય અકબંધ ભીંતોછતાં ક્યાંક,એકાદ બારી મળે છે ! પડે,તો બની જાય ઘેરી સમસ્યા!નજર ક્યાં બધાનેં ય,સારી મળે છે ? ડૉ.મહેશ રાવલ

બને નહીં ! હશે કોઇ કારણ, નહીતર બને નહીંહૃદય કોઇનું, સાવ પથ્થર બને નહીં ! દિવસ જેમ ઊગી હશે, કોઇ બાબતકદી સામટા પ્રશ્ન, ઉત્તર બને નહીં ! અજુગતું કશુંક જો બને તો અલગ છે મનુષ્યો, મિલનસાર અક્સર બને નહીં ! સમાધાન કરવું પડે, જાત સાથેઅને જાત, અમથી ઉજાગર બને નહીં ! વિષય હોય નાજુક તો, [...]

વાત,ચકરાવે ચડી !ઘરમાં જ ઘરની વાત, ચકરાવે ચડી !સંબંધની મીરાત, ચકરાવે ચડી ! ભરતી પછીની ઓટ એવી વિસ્તરીકે, ફીણ જેવી જાત ચકરાવે ચડી ! છલકાઈ બેઠાં આખરે, અડધાં ઘડાજઝબાતની ઓકાત, ચકરાવે ચડી ! ભૂલી જવાયું -ભીંતને પણ કાન છેચર્ચાઈ તો, અમીરાત ચકરાવે ચડી ! હોનારતી વાતાવરણથી ગ્રસ્ત થઈતો, જિંદગી સાક્ષાત ચકરાવે ચડી ! ડૉ.મહેશ રાવલ

ગાગરમાં સાગર ગાગરમાં સાગર છે મનવા!પરપોટાનાં થર છે મનવા! અમથી છે રંગોની ભ્રમણારંગો ક્યાં પગભર છે મનવા! વત્તા,ઓછા,ગુણ્યા,ભાગ્યાઅંતે,સહુ સરભર છે મનવા! ખાલી તંબૂ,ખાલી ડેરાસરકસ છે,જોકર છે,મનવા! અંતે ગણ કે ગણ આરંભેશ્રધ્ધા છે,ઈશ્વર છે,મનવા!! ડૉ.મહેશ રાવલ

કઈંનથી ! એકધારી જિંદગીમાં, ધાર જેવું કઈંનથી !સ્વપ્ન છે,પણ સ્વપ્નના વિસ્તાર જેવું કઈંનથી સાવ ખાલી હાથનો આ ખોખલો વૈભવ, સતતબંધબેસે ક્યાં ? કશા આધાર જેવું કઈંનથી યંત્રવત્ ચાલ્યા કરે છે શ્વાસમાં, હોવાપણું થાક છે, પણ થાકના ઉપચાર જેવું કઈંનથી! એજ રસ્તો, એ વળાંકો, એજ હું, ને આ બધુંકોઇના અસ્તિત્વમાં, અધિકાર જેવું કઈંનથી! સાંકળી લેવાય છે [...]

ચોકડી મારો ! અજાણ્યા થઈ ગયેલાં નામ સામે, ચોકડી મારો !વિષય કરતાં અલગ, અંજામ સામે ચોકડી મારો! અરીસાની અધૂરી વારતા, તસ્વીરમાં મળશેચુકાદા ફેરવી, પરિણામ સામે ચોકડી મારો ! મનસ્વી હોય એ, સ્વીકૃત નથી કરતાં બધા સત્યોવસે છે જ્યાં અસત્ એ ગામ સામે ચોકડી મારો ! ન બીજું થઈ શકે તો, એટલું તો થઈ શકે છેલ્લેકે, [...]

છોડી જવાનું છે ! બધાંને છેવટે,અડધી રમત છોડી જવાનું છેઅધૂરા ઓરતાં વચ્ચે, જગત છોડી જવાનું છે ! પરસ્પર સાંકળેલાં,અનગિનત સગપણ અને વળગણબધું છોડી-વછોડીને, મમત છોડી જવાનું છે ! રમકડું રાખનું આ સાવ તકલાદી વકલનું છે ક્રમાનુસાર, સહુને માવજત છોડી જવાનું છે ! ભરેલી ફૂંકનો વૈભવ ભલે ઐશ્વર્યશાળી હોબટકણાં શ્વાસ તૂટે, ‘ને તરત છોડી જવાનું છે [...]

છે પ્રશ્ન કેવળ એટલો ! ખાતાવહી સરભર નથી, છે પ્રશ્ન કેવળ એટલોઆધાર છે,સધ્ધર નથી, છે પ્રશ્ન કેવળ એટલો ! પ્રત્યેક પાસે આમ તો, છે આગવી ઓળખ-પરખજે બહાર, તે અંદર નથી, છે પ્રશ્ન કેવળ એટલો ! અત્યંત નાજુક હોય છે સંબંધ, ભીતર-બહારથીપણ માવજત નક્કર નથી, છે પ્રશ્ન કેવળ એટલો ! ટોળે વળી સપના દિવસભર, રાતની ચર્ચા [...]

મજા સત્યનીપાંદડે-પાંદડે પાનખર વિસ્તરેએક કૂંપળ,સહજ,બે-ખબર,વિસ્તરે! બાગ આખો અસરગ્રસ્ત છે,તે છતાંશખ્સિયત ફૂલની,તર-બ-તર વિસ્તરે! કોઇ,સંબંધનેં મૂલવો નામ દઈતો,મકાનો મહીં એક ઘર વિસ્તરે! ઓળખીતું થતું જાય,હોવાપણું‘ને પછી,જિંદગીપર અસર વિસ્તરે! છે મજા સત્યની,એજ સાચી મજાકે,સમયસર અને દર-બ-દર વિસ્તરે! ડૉ.મહેશ રાવલ

Older Entries »