Archive for February, 2008

કેન્દ્રમાં, તું હોય છે ! જીવન ગણાતી ગોઠવણના કેન્દ્રમાં, તું હોય છે‘ને શ્વાસ જેવી વેતરણના કેન્દ્રમાં, તું હોય છે ! બદલાય છે કેવળ કલેવર ઉપલું, આગળ જતાંએ વસ્ત્રના બદલીકરણના કેન્દ્રમાં, તું હોય છે ! નિશ્ચિત કરેલું હોય છે ફળ, કર્મ જેવું-જેટલું‘ને કર્મના અમલીકરણના કેન્દ્રમાં, તું હોય છે! મૃગજળ,તરસ,જળ,સ્વપ્ન,ઈચ્છા,પર્વ,માતમ,લાગણીઓળખ-પરખના આવરણના કેન્દ્રમાં, તું હોય છે ! સંભવ [...]

કૈલાસ, હોવો જોઇએ ! આપણોં,અજવાસ હોવો જોઇએદર્દનોં અહેસાસ હોવો જોઇએ ! સાવઅમથી તો, નથી બનતી ગઝલદર્દનો અહેસાસ હોવો જોઇએ ! હાથ ક્યાં લંબાય છે, કારણ વગર?હાથ,સામે ખાસ હોવો જોઇએ ! ઓળખીતાં કેમ લાગ્યા આંસુઓ ?સાવ અંગત ત્રાસ હોવો જોઇએ ! ક્યાં ગઝલ સ્પર્શે છે દિલને,કોઇની ?જોઇએ, કૈલાસ હોવો જોઇએ ! ! ડો.મહેશ રાવલ

કૈંક તો કારણ હશે ! પાંદડું પીળું થવાનું, કૈંક તો કારણ હશેએમ, કૂંપળ ફૂટવાનું કૈંક તો કારણ હશે ! એકચક્રી છે હજૂ સામ્રાજ્ય સુરજનું, છતાંઅસ્તથઈનેં ઊગવાનું, કૈંક તો કારણ હશે ! વાદળોનું સંઘરેલાં ભેજથી સધ્ધર થવુંને પછી, વરસી જવાનું કૈંક તો કારણ હશે ! કાચ છે, તો તૂટશે આજે નહીં તો કાલ, પણફ્રેમવચ્ચે રાખવાનું, કૈંક [...]

જીવતો ગ્યો ! જે મળી, હું એજ પળમાં જીવતો ગ્યો !જળ વચાળે ,હું કમળમાં જીવતો ગ્યો ! નામ દઈ ઈચ્છા ઉછેરી, સ્વપ્નદરિયે‘ને પછી ,એના વમળમાં જીવતો ગ્યો ! સગપણો વચ્ચે, નથી આસાન હોતુંએ, પળોજણના અતળમાં જીવતો ગ્યો ! છે ખુમારી આજપણ એવી ને એવીહું સતત એના જ બળમાં ,જીવતો ગ્યો ! થઈ ગયો છું આમ [...]

એથી વધારે કંઈ નથી! જીવન અધૂરી વાત છે, એથી વધારે કંઈનથીહરપળ નવી શરૂઆત છે, એથી વધારે કંઈનથી! સંબંધ કેવળ આપણો, છે આપણીં સાથે જ બસ!બીજું બધું બાકાત છે, એથી વધારે કંઈનથી! એકેક પગલું,ફૂંકી-ફૂંકીનેં જ ભરવાનું ,અનેએકેકે પગલે ઘાત છે, એથી વધારે કંઈનથી ! નીકળે તો નીકળે એક-બે અપવાદલઈ, માણસપણું બાકી, અકોણીં જાત છે, એથી વધારે [...]

જાણે છે ! નદી, દરિયાનો કારોબાર જાણે છેબધી રીતે થતો વ્યવહાર જાણે છે! પરિઘનીં બહાર નીકળો, તો જ સમજાશેપ્રવાહો, હર ખડકનીં ધાર જાણે છે ! અમસ્તી ક્યાં ઘટે છે, ફીણનીં ઘટના ?વલોવે જાત, એ સંસાર જાણે છે ! નથી બદલી શકાતો માર્ગ, અડધેથીખુદા, હર સુક્ષ્મનોં સંચાર જાણે છે ! ડૉ.મહેશ રાવલ

જોઇએ !એકાદ તો આધાર, નક્કર જોઈએ‘નેં હાથવેંતે સાવ, તત્પર જોઇએ ! શું જોઇએ, જો લાગણી જેવું મળે ?પણ, લાગણી ખુદ સ્વાર્થથી પર જોઇએ બીજું મળે કે ન મળે બે-ફામ, પણશ્રધ્ધા ડગે નહીં, એટલું વર જોઇએ હું ક્યાં કહું છું, અન્યનાં ભોગે મળે ?મારો જ હિસ્સો પણ, સમયસર જોઇએ ! વીતી ગયેલી પળ ક્યાં મળે છે [...]

હું બટકણીં…….! હું બટકણીં ડાળનીં કૂંપળ નથી! કોઈ ખરતાં ફૂલનું અંજળ નથી ! છું હકીકત જ્યાં વસે, એ સલ્તનત હું દિવાસ્વપ્નો ઉછરતું સ્થળ નથી ! ઝળહળે છે બેય આંખે સત્યતા કંઈ, અસતનીં આંધળી અટકળ નથી ! મેં ઘરોબો કેળવ્યો છે, શબ્દથી સાવ કોરા મૌનનો કાગળ નથી ! જે મળે છે, એજ આપું છું પરત એ [...]