જરૂરી છે…. મહત્તાજાણવા જળની, મહત્તમ રણ જરૂરી છેવિષય વિસ્તારવા, આર્થોસભર પ્રકરણ જરૂરી છે ! તપાવ્યે શું દિ’વળવાનો, સુઘડ આકાર માટે તોકૂશળહસ્તે હથોડી, ટાંકણું, એરણ જરૂરી છે ! ગળા બહુ સાંકડા થઈજાય છે અક્સર, ખરેટાણેખુલાસા હરગળે ઉતારવા, વિવરણ જરૂરી છે ! અમસ્તું કોણ શોધે છે વિકલ્પો, એકબીજાનાં?બધા સંબંધનાં અનુબંધમાં,સમજણ જરૂરી છે ! અલગ છે કે દિવસ [...]
Archive for March, 2008
March 26 2008
લે,કર સરવાળો ! પરપોટાને પાંખ ફૂટી, લે કર સરવાળો !દરિયાની ઓકાત લૂંટી, લે કર સરવાળો ! બે-કાંઠે થઈ ઈચ્છા, માટી થઈગઈ ગારોવા વાયો ‘ને પાળ તૂટી, લે કર સરવાળો ! ઊંડો ઉભરો, અવધિ ટૂંકી માથે તડકોતડકા ભેળી જાત ઘૂંટી, લે કર સરવાળો ! ભાતીગળ ટહુકો’ને વત્તા, લીલો માળોપાલવ છેડે ગાંઠ છૂટી, લે કર સરવાળો ! [...]
March 23 2008
મને….! મારા જ સરનામે લખું કાગળ મનેહું મોકલું છું ચીતરેલું જળ, મને ! વર્ણન કરી વરસાદ મૂશળધારનુંઆપ્યા કરૂં છું ઓળખીતું છળ, મને ! ખોલું રહસ્યો હું ય મારા, શક્ય છેમળતી નથી એકેય રીતે કળ, મને ! નક્કર ખુલાસા ક્યાં હતાં કે દઈ શકું ?છેલ્લે પછી હું ખુદ કરૂં આગળ, મને ! સંભવ નથી કંઈ આપવું, [...]
March 20 2008
લખાયો છે ! લખી છે ઓટ-ભરતી, તો કિનારો પણ લખાયો છેપ્રવાહો પર સમંદરનો ઈજારો પણ લખાયો છે ! ક્ષણોની ભીંતથી જે કંઈ ખર્યું, સઘળું સમેટીનેસમય સારો લખાયો, તો નઠારો પણ લખાયો છે ! નવેસરથી લખાણી જિંદગીનીં વાસ્તવિક્તાઓજવાબો અન્યના, તો પ્રશ્ન મારો પણ લખાયો છે ! વધાવ્યાં છે અમે કાયમ, સમયનાં હર તબક્કાનેલખાયો સૂર્ય, તો ખરતો [...]
March 17 2008
કોને ખબર ! ક્યો રસ્તો ક્યારે વળવાનો, કોને ખબરકઈ ઘટનાથી ખળભળવાનો, કોને ખબર ! પગલાંની માથે પગલું, પગલું આંધળુંક્યા પગલે, ક્યાં નીકળવાનોં કોને ખબર ! સપનું, લઈ નીકળે સપનું માણસનામનુંક્યો માણસ કોને છળવાનો, કોને ખબર! લઈ મુઠ્ઠીમાં અજવાળું, ખિસ્સે ઘાલવુંદીવો ક્યાંલગ, ઝળહળવાનો કોને ખબર ! ચડતાં,પડતાં,આખડતાં વીતે આયખુંપડછાંયો ક્યાં ઓગળવાનો, કોને ખબર ! દરિયાની અંદર [...]
March 15 2008
ક્યાંસુધી લખવા ! સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવાઅમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા ! બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓહવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા ! લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા ! મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણઅધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, [...]
March 12 2008
નક્કી નથી ! ક્યારે સમય પડખું ફરે, નક્કી નથી !શું બાદ શું વત્તા કરે, નક્કી નથી ! મારા ય ઘરની ભીંત ક્યાં નક્કર હતી?પોલાણ ક્યારે વિસ્તરે, નક્કી નથી ! ભરતી અમસ્તી જોખમી છે ઓટથી ?શું ડૂબશે ને શું તરે, નક્કી નથી ! હું તો કહું છું – જિંદગી ચોપાટ છેકઈ સોગઠી ક્યારે મરે, નક્કી નથી [...]
March 9 2008
કોણ આવે-જાય છે ? અડધા ઉઘાડાદ્વાર વચ્ચે, કોણ આવે-જાય છે ?આ ધુંધળા અણસાર વચ્ચે, કોણ-આવે જાય છે ? સપનાં મઢેલી પાપણે, શબ્દો વગરની વાતમાંગઈકાલ ને અત્યાર વચ્ચે, કોણ આવે-જાય છે ? મેંદીભરેલા હાથનું ઐશ્વર્ય લઈ અકબંધ, અહીંબે-ખોફ, અનરાધાર વચ્ચે કોણ આવે-જાય છે ? કરવી પડે છે ખાતરી-સરખામણી, નક્કરપણે બે શ્વાસનાં વિસ્તાર વચ્ચે, કોણ આવે જાય [...]
March 6 2008
કોઇપણ ભોગે !હવે બસ એકધારૂં થઈ જવું છે, કોઇપણ ભોગે !ગમે તે થાય, તારૂં થઈ જવું છે કોઇપણ ભોગે ! ચલણ ક્યાં છે હવે, કે અન્યનું થઈ ધન્ય થઈજાવું ?હવે મારે ય મારૂં થઈ જવું છે, કોઇપણ ભોગે ! હિસાબ જ સાવ ખોટો હોય તો, ક્યાંથી મળે તાળો ?બધી રીતે બજારૂ થઈ જવું છે, કોઇપણ [...]
March 3 2008
…તોય શું ? કિસ્સાતરીકે વાત જો ફેલાય, તોય શું ?મારા વિષેની માન્યતા, બદલાય તોય શું ? સંબંધનું આકાશ ખુદ દુષ્કાળગ્રસ્ત છેસપનાં પ્રણયના, જળસભર દેખાય તોય શું ? હું તો અધૂરા પર્વની તસ્વીર છું, હવેભીંતો ગમે તે રંગથી રંગાય, તોય શું ? કાંડાવગરના હાથનું જ્યોતિષ, શું કરે !નવગ્રહ, દસે દીશા, અસર, ચર્ચાય તોય શું ? થીજી [...]