Archive for April, 2008

બને નહીં ! હશે કોઇ કારણ,નહીંતર બને નહીંહ્રદય કોઇનું સાવ પથ્થર બને નહીં ! દિવસ જેમ ઊગી હશે કોઇ બાબતકદી સામટા પ્રશ્ન,ઉત્તર બને નહીં ! અજુગતું કશુંક જો બને ,તો અલગ છેમનુષ્યો,મિલનસાર અક્સર બને નહીં ! સમાધાન કરવું પડે,જાત સાથેઅને જાત અમથી ઉજાગર બને નહીં ! વિષય હોય નાજુક,તો ચર્ચાય ચોરેબધી વાતનું કઈં વતેસર બને [...]

તમારાવગર ! ન ખુદની ખબર છે, ન ખુદની મમત છેતમારા વગરનું જગત, ક્યાં જગત છે ! ઊગે-આથમે છે દિવસ, સાવ અમથાંઅને રાત, અમથો લખાયેલ ખત છે ! નથી મનતું મન, તમારું ન હોવું હજુ એ સતત બસ, તમારામાં રત છે ! હવે તો મને પણ નથી હું ય મળતોવિચારો ય જાણે અમસ્તી વિગત છે ! [...]

મુસાફિર ! ચરણ જેમ રસ્તા વળેનહીં, મુસાફિરબધું,વારસાગત મળેનહીં મુસાફિર ! સ્મરણ હોય કિસ્સા ભલે, મૂળરૂપેછતાં અર્થ કંઈ નીકળેનહીં, મુસાફિર ! દશા-અવદશા, કર્મને હોય આધિનદુઆ કંઈ બધાની ફળેનહીં, મુસાફિર ! અલગ છે કે, તૂટી જતાં હોય છેલ્લેકદી પથ્થરો પીગળેનહીં, મુસાફિર ! અજુગતું કશુંક જો બને તો, અલગ છેમનુષ્યો, અમસ્તાં ભળેનહીં મુસાફિર ! ડો.મહેશ રાવલ

નીકળે !મંથન પછી, સહુમાં હળાહળ નીકળેખુદથી વધારે, કોણ આગળ નીકળે ! છે આપણી કરૂણાંતિકા બસ એટલીકે, સિંદરી બળવા છતાં વળ નીકળે ! ઉંડેસુધી જો જઈ શકો તો શક્ય છેરેતાળથરનાં મૂળમાં, જળ નીકળે ! એવું બને કે આમ કંઈ દેખાય નહીં ‘ને આમ, આખીવાત ઝળહળ નીકળે ! ખંખેરજો સંબંધનેં, પલળે પછી દોથો ભરી’લ્યો, એટલાં છળ નીકળે [...]

મનપડે ત્યારે ! જુદીરીતે મને હું ચીતરૂં છું,મનપડે ત્યારે !મજામાં છું કહીને છેતરૂં છું,મનપડે ત્યારે ! હજારો સર્પ વચ્ચે હોય એવું કેમ લાગે છે?હજુ તો રોજનાં સ્થાને ફરૂં છું,મનપડે ત્યારે ! સુગંધી,સાંભળેલાં ફૂલની તસ્વીર છે પાસેમનોમન શ્વાસમાં સૌરભ ભરૂં છું મનપડે ત્યારે ! મળું છું રોજ માણસથઈ મને હું,આયના સામેપછી મારા જ નખથી ખોતરૂં છું,મનપડે [...]