Archive for June, 2008

રસ નથી ! નક્કર નથી, એ વિસ્તરણમાં રસ નથીએકેય રીતનાં આવરણમાં, રસ નથી ! ઊંડાં હશે તો તાગશું મન, પ્રેમથીપણ છીછરા એકેય જણમાં રસ નથી ! મૃગજળ અને જળનો ફરક સમજે નહીંએવી તરસ, એવા હરણમાં રસ નથી ! પાછળ વળીને એટલે જોયું નથીકે પાછલાં સંદર્ભ, ક્ષણમાં રસ નથી !! ડો.મહેશ રાવલ

નકામું છે હવે !આ ભીડમાં ભળવું,નકામું છે હવેમન ક્યાંય સાંકળવું,નકામું છે હવે ! દેખાય છે એવું ખરેખર કંઈ નથીદ્રષ્યો તરફ વળવું,નકામું છે હવે ! લોકો ય વિસ્ફોટક બની સામા મળેસરેઆમ નીકળવું,નકામું છે હવે ! છે ગુમશુદા અધિકાંશ ઘરથી,ઘરપણુંઘરમાં ય ઓગળવું,નકામું છે હવે ! શંકા ભરી નજરે જુએ છે,હરનજરઅહીં કોઇને મળવું નકામું છે હવે ! ડો.મહેશ [...]