જિંદગી ! રાત રાત જાગવાનું નામ,જિંદગીજાતને ચકાસવાનું નામ,જિંદગી ! એકમાં અનેક,’ને અનેક એકમાંસુક્ષ્મનેં પિછાણવાનું નામ,જિંદગી ! અન્યથી અલગ તરી બતાવવા,સતતસ્હેજ ફેર રાખવાનું નામ,જિંદગી ! મૂળ રંગ જાળવી,તમામ રંગમાંઓગળી બતાવવાનું નામ,જિંદગી ! જઈ શકાય એટલી હદે ગયા પછીહદ વિષે વિચારવાનું નામ,જિંદગી ! ડો.મહેશ રાવલ
Archive for August, 2008
August 25 2008
રંગ રાખ્યો છે !હતો મોઘમ છતાં,એના ઈશારે રંગ રાખ્યો છેજુદી રીતે મળ્યો,પણ આવકારે રંગ રાખ્યો છે ! બધાએ તક મળી ત્યારે કર્યો હડધૂત,સરવાળેખરેટાણે,ખુદાના કારભારે રંગ રાખ્યો છે ! ચકાસ્યા ધ્યાનથી સંબંધના ખાતા નવેસરથીથયું નક્કી,જમા કરતાં ઉધારે રંગ રાખ્યો છે ! રહસ્યો જિંદગીનાં કેમ હું જાણી શકત નહીંતર?હતાં જે સાવ અંગત,એ સહારે રંગ રાખ્યો છે ! [...]
August 21 2008
પ્રથમ-આ પંક્તિઓ જુઓ! બધું છે તોય,ટાણે ખોટ વરતાણીઅહીં ભરતી,અને ત્યાં ઓટ વરતાણી ફળી નહીં એકપણ ઈચ્છા,અનાયાસેચકાસ્યું જો હૃદય,તો ચોટ વરતાણી ! —-*—-પ્રશ્ન, ઊભો છે હજૂ !ઇચ્છાહરણનો પ્રશ્ન, ઊભો છે હજૂજીવન-મરણનો પ્રશ્ન, ઊભો છે હજૂ ! ઓછું નથી સંબંધનું ઐશ્વર્ય, પણનામક્કરણનો પ્રશ્ન, ઊભો છે હજૂ ! છે ઉપકરણ ઉપલબ્ધ સઘળાં, તે છતાંસ્થાનાંતરણનો પ્રશ્ન, ઊભો છે હજૂ [...]
August 10 2008
આપણું મૂલ્ય !પ્રસંગે-પ્રસંગે નિખરતું જવાનુંપછી,એ પ્રસંગો વિસરતું જવાનું ! શિરસ્તો હતો કાલ,’ને આજપણ છેન જીતી શકો તોય,રમતું જવાનું ! રહી કયાં કદી કોઇની બંધમુઠ્ઠી ?ઉઘડતાં-ઉઘડતાં,ઉઘડતું જવાનું ! ઘડી,પળ,બધું હોય છે પૂર્વ નિશ્ચિતસમય ફેરવે એમ,ફરતું જવાનું ! નથી આપણું મૂલ્ય ઝાકળથી ઝાઝુંટપકતાં-ટપકતાં નિતરતું જવાનું ! ડો.મહેશ રાવલ
August 9 2008
પોષાય એવું ક્યાં હતું !કંઈ નવેસર ધારવું પોષાય એવું ક્યાં હતુંઆ તબક્કે,હારવું પોષાય એવું ક્યાં હતું ! વ્યસ્ત રાખ્યો છે સતત,સગપણ ગણાતાં વળગણે‘ને હવે,પરવારવું પોષાય એવું ક્યાં હતું ! તરવરે છે આંખ સામે,કાલનોં વૈભવ હજૂમન મનાવી,વારવું પોષાય એવું ક્યાં હતું ! હું મથું છું ભેદ ભીતરનાં ઉકલવા,ત્યાં વળીબ્હારનું વિચારવું પોષાય એવું ક્યાં હતું !! ડો.મહેશ [...]
August 2 2008
પર્યાપ્ત માત્રામાં !મળે છે એ,મળે છે ક્યાં બધું પર્યાપ્ત માત્રામાંઅપેક્ષા થઈ ફળે છે ક્યાં બધું,પર્યાપ્ત માત્રામાં ! નદીનેં પૂછશો તો એ ય,ઉત્તર એજ દેવાનીકિનારે ખળભળે છે ક્યાં બધું,પર્યાપ્ત માત્રામાં ! જતાં કે આવતાં સામું મળે,એ સર્વ વચ્ચેથીમજાનું નીકળે છે ક્યાં બધું,પર્યાપ્ત માત્રામાં ! અલગ છે કે,તપાવ્યે જાય છે સૂરજ અવિરત,પણતપીનેં ઓગળે છે ક્યાં બધું,પર્યાપ્ત માત્રામાં [...]