Archive for September, 2008

નીકળું ! શક્ય છે,હું કાલ આગળ નીકળુંઆંસુઓ પીધેલ કાજળ નીકળું ! હોય દસ્તાવેજ દરિયાનો,તમેહું,તરસનો મૂળ કાગળ નીકળું ! ક્યાંક ચમકે વીજ-શા હસ્તાક્ષરોહું કલમના ઝાડનું ફળ નીકળું ! શું થયું જો સ્પર્શને ભાષા નથી?હું ત્વચાના મૌન પાછળ નીકળું !!! ડો.મહેશ રાવલ

પથરા તરે નહીં ! સપનાં ઉઘાડી આંખના, સાચા ઠરે નહીં વીતી ગયેલા વાયરા, પાછા ફરે નહીં ! માણસ ગમે તે થઈ શકે, ઈશ્વર ન થઈ શકેક્યારેય એના નામથી પથરા તરે નહીં ! હદથી વધારે વિસ્તરે, તો જોખમી બનેહદમાં રહે, તો લાગણી હિબકા ભરે નહીં ! ઈશ્વરપણાની વેદના ટપકી રહી હશે ?નહિતર ગગનથી આટલાં તારા ખરે [...]

સમય ક્યાં હતો ! અર્થ વિસ્તારવાનો સમય ક્યાં હતોપારદર્શક થવાનો સમય ક્યાં હતો ! જઈ શકાયું નહીં,એ અલગ વાત છેઆમ તો,ત્યાં જવાનો સમય ક્યાં હતો ! શક્ય છે માર્ગ ફંટાય આગળ જતાંસ્વીકૃતિ આપવાનો સમય ક્યાં હતો ! કોણ,કોના ભરોસે તરી જાય છેએ વિષય છેડવાનો સમય ક્યાં હતો ! આ જ વેષે મને ઓળખે છે બધાવેષ [...]