તસ્વીરમાં… જે તે સમયના ભાવ છે તસ્વીરમાંજાણે, હજૂ પ્રસ્તાવ છે તસ્વીરમાં ! ઈતિહાસ જાજરમાન છે,આ રંગનોઉંડાણ છે, ઘેરાવ છે, તસ્વીરમાં ! યોજાય છે પ્રશ્નોતરી એકાંતમાંથીજી ગયેલી રાવ છે, તસ્વીરમાં સપનું ગણીને ભૂલવાની છે, કથાપાષાણભેદી સ્રાવ છે તસ્વીરમાં ! છે આમ અંગત સાવ કિસ્સો, તે છતાંબે-ચાર આળા ઘાવ છે તસ્વીરમાં ! વિશ્વાસ ભારોભાર છલકે જીતનોહારી ગયા, [...]
Archive for November, 2008
November 25 2008
સરભર જેવું… તરણા ઓથે ડુંગર જેવુંહોવું, જંતર-મંતર જેવું ! પાણી ટપકે પાણીમાંથીલાગે, ઝીણી ઝરમર જેવું મોજા પાછળ દોડે મોજુંવચ્ચે-વચ્ચે અંતર જેવું નજરે-નજરે નોખી ભ્રમણાબાકી, સઘળું સરભર જેવું ખાલી હાથે આવન-જાવનશું મુફલિસ, શું સધ્ધર જેવું ! ડૉ.મહેશ રાવલ
November 20 2008
તરત ચર્ચા થશે… વાત વિસ્તારો,તરત ચર્ચા થશેસ્હેજ પરવારો,તરત ચર્ચા થશે આમ તો સંતાડવાનું છે ચલણઆંસુઓ સારો,તરત ચર્ચા થશે ! સ્વીકૃતિ દઈને જ આગળ જઈ શકોતોડશો ધારો,તરત ચર્ચા થશે ! “ઘર બધાનાં છે અહીંયાં કાચના”જો ન સ્વીકારો,તરત ચર્ચા થશે ! નોંધ નહીં લેવાય,જો જીવો સહજકાં મરો,મારો,તરત ચર્ચા થશે ! માત્ર, ઉત્તર આપવાની છે પ્રથાપ્રશ્ન ઉચ્ચારો,તરત ચર્ચા [...]
November 15 2008
ખેરાત લખવી છે !તરસથી પર થવાની વાત લખવી છેતબક્કાવાર આખી જાત લખવી છે ! દિવસ ક્યાં હોય છે મહોતાજ વર્ણનનો ?રહસ્યો ખોતરીને રાત લખવી છે ! નથી લખવા મરણના એકપણ કિસ્સાઉતર-ચડ શ્વાસની ખેરાત લખવી છે ! હલેસા,તટ,વમળ,જળ,નાવ,શઢ,નાવિકવકલ દરિયાની સાતેસાત લખવી છે લખાયો છે સતત ઈશ્વર, તવારિખમાંમનુષ્યોમાત્રની ઓકાત લખવી છે ! થયાં છે લોક જેનાથી વિમુખ [...]
November 11 2008
તારા ગજાની બ્હાર છે ! સઘળું ત્યજી, સધ્ધર થવું તારા ગજાની બ્હાર છેહર ધારણાથી પર થવું, તારા ગજાની બ્હાર છે ! અસ્તિત્વ તારૂં છે હજૂ નિર્ભર, બટકણાં શ્વાસપરનિશ્ચિંત થઈ, નક્કર થવું તારા ગજાની બ્હાર છે ! સંપર્ક તારો તું નથી સ્થાપી શક્યો ખુદથી, હજૂ‘ને એ વિષે તત્પર થવું, તારા ગજાની બ્હાર છે ! તારા જ [...]