તો લખો !પર્વ ઉજવાય એવું મળે,તો લખોક્યાંય માણસપણું ઝળહળે,તો લખો ! દૂરથી તો બધું હોય રળિયામણુંહાથવેંતે,અપેક્ષા ફળે તો લખો ! કોઇ અચરજ નથી ઓટ-ભરતી વિષેહા!કિનારો સ્વયં ઓગળે તો લખો ! આખરે તો બધાં એજ રસ્તે જશેકોઇ અપવાદ જો નીકળે,તો લખો ! અર્થ સમજાય એવો નથી,તે છતાંજિંદગી અર્થને સાંકળે,તો લખો ! ડો.મહેશ રાવલ
Archive for December, 2008
December 13 2008
તો સનસનાટી…! ધારણા ખોટી પડે, તો સનસનાટીવાત ચકરાવે ચડે, તો સનસનાટી બહુ જ કપરી છે સવારી, સ્વપ્ન અશ્વેસ્હેજ પણ એડી અડે, તો સનસનાટી હોય જો મનમેળ તો મતભેદ શેનો ?લાગણી ઠેબે ચડે, તો સનસનાટી ! પારદર્શક હોય છે સંબંધનું ઘરકંઈક જો આડું નડે, તો સનસનાટી રથ ફરે દાંપત્યનો, બન્ને ય પૈડેએક પૈડું જો ખડે, તો [...]
December 9 2008
ઠોકરો ખાધી… બદલતી હર અસરની ઠોકરો ખાધીઅમે, કારણ વગરની ઠોકરો ખાધી ! ઉઘડતી ગઈ નજરની ભૂખ, સરવાળેછતી આંખે, નજરની ઠોકરો ખાધી ! ઘણાંએ માત્ર ખાધી છે ઉપરછલ્લીઘણાંએ, જાતપરની ઠોકરો ખાધી ! ગજા ઉપરાંત જોયાં જેમણે સપનાબધાએ, એજ બરની ઠોકરો ખાધી ! પરોક્ષ જ ઠીક છે વહેવાર, ઈશ્વરથીનકામી દર-બ-દરની ઠોકરો ખાધી ! જુઓ સંજોગ કે, મૂક્યું [...]
December 7 2008
સ્નેહનો ખૂણો…..તસ્વીરનો ઈતિહાસ ક્યાં ઊણો હતો ?મારા જ ઘરની ભીંતમાં લૂણો હતો ! સંબંધ નામે કંઈ નથી અસ્તિત્વમાંપણ તોય, ચર્ચાનો વિષય કૂણો હતો ! છે આવરણ અંગાર માથે રાખનુંભીતર, ધધખતો યાદનો ધૂણો હતો ! આખી હવેલી સંસ્મરણની ધ્વંસ થઈનિઃધ્વંસ કેવળ સ્નેહનો ખૂણો હતો ! ડો.મહેશ રાવલ