Archive for January, 2009

આગળ વધે !થઈજાય બે-કાંઠે નદી, ‘ને જળ વધેએવું બને કે વારતા આગળ વધે ! ભીતર કશુંક ઉભરાય આપોઆપ, ‘નેઅધિકારપૂર્વક, પર્વતા આગળ વધે ! સઘળાં હિસાબો થાય સરભર, આમ તોપણ શક્ય છે, એકાદ આખી પળ વધે ! દીશા દસે-દસ એમ ઉઘડી જાય, કેસાતેય કોઠે દીવ્યતા ઝળહળ વધે ! કૂંચી ફરે અકબંધ તાળામાં, અનેછેલ્લે પછી, ઉઘડી ગયેલી [...]

ઢાળી શક્યો નહીં !ઉભરો પ્રણયનો,ઓટને ખાળી શક્યો નહીંમારાતરફ હું એમને,વાળી શક્યો નહીં ! નહિતર,ખુદા તો કોઇને નારાજ ના કરે !બદકિસ્મતી મારી જ હું,ટાળી શક્યો નહીં ફૂલી-ફલી’તી આમ તો,મારી ય જિંદગીહું જિંદગીમાં જિંદગી,ભાળી શક્યો નહીં ! તોફાનવચ્ચે ક્યાં સુધી દીવો ય ઝળહળે ?નાજુક તબક્કે હું નિયમ,પાળી શક્યો નહીં એવું નથી કે ઈશ્વરે દરકાર ના કરીછેલ્લેસુધી હું [...]

ત્યાંસુધી તું રાહ જો…! વારતા પૂરી કરી લઉં, ત્યાંસુધી તું રાહ જોજાત આખી પાથરી લઉં, ત્યાંસુધી તું રાહ જો ! એક ભીંતે,સ્હેજ લૂણો લાગતો દેખાય છેમૂળસોતો ખોતરી લઉં, ત્યાંસુધી તું રાહ જો ! પ્રશ્ન કેવળ છે સમયનો, આ તરફ-પેલી તરફવાસ્તવિક્તા આવરી લઉં, ત્યાંસુધી તું રાહ જો ! હોય દરિયો,એ કદી બંધાય છે ક્યાં કોઇથી ?એ [...]

ત્યાં એ આવશે…જ્યાં-જ્યાં ગઝલ ચર્ચાય, ત્યાં એ આવશેજ્યાં શબ્દને પોંખાય, ત્યાં એ આવશે ! નિસ્બત નથી એને, કશા ઈલ્કાબથીજ્યાં લાગણી સેવાય, ત્યાં એ આવશે ! અસ્તિત્વ એનું સર્વવ્યાપી છે, અનેસાતત્ય જ્યાં જળવાય, ત્યાં એ આવશે ! એવું નથી કે, હોય કાયમ પર્વમાંનિઃશ્વાસ જ્યાં નંખાય, ત્યાં એ આવશે એની નજરથી પર, કશું હોતું નથીસ્હેજે ય કંઈ [...]

તો,લખ મને !થીજી ગયેલું સ્વપ્ન થોડું ઓગળે,તો લખ મનેએકાદ કારણ ઓળખીતું નીકળે,તો લખ મને ! આશ્ચર્ય વચ્ચે આજપણ અકબંધ છે,ઇચ્છા બધીપડખું ફરી સંબંધ પાછો સળવળે,તો લખ મને ! પ્રશ્નોત્તરી યોજાય છે,અપવાદના કિસ્સા વિષેસંદર્ભનાં થર વાસ્તવિકતા સાંકળે,તો લખ મને ! તસ્વીરના ઐશ્વર્યનો ઈતિહાસ તો નિઃશબ્દ છેભાષાવગરના અર્થને વાચા મળે,તો લખ મને ! છાંયા વિષે કઈ ખાતરી [...]

તો વધાવું ……..એક પગલું આ તરફ ભર, તો વધાવુંતોડ બંધન, આવ ભીતર તો વધાવું ક્યાંસુધી વાગોળવા કિસ્સા અધૂરા ?કોઈ નક્કર આપ અવસર, તો વધાવું ક્યારનો તૈયાર બેઠો છું અહીં હુંતું ય થઈને આવ તત્પર, તો વધાવું કોણ ઝાલે હાથ મારો, આ તબક્કે ?તું જ આગળ આવ ઈશ્વર, તો વધાવું કોઇરીતે ક્યાં હતું કંઈ પર, અસરથી [...]