Archive for February, 2009

ને યાદ આવીજાય તું !

ક્યાંક દીવો ઝળહળે, ને યાદ આવીજાય તું શક્યતાઓ સળવળે, ને યાદ આવીજાય તું જિંદગીનો સાવ સીધો ને સરળ છે અર્થ, પણ અર્થ બીજો નીકળે, ને યાદ આવીજાય તું લાગણીના સ્પર્શથી પથરા ય પીગળે, છેવટે સ્હેજ માણસ પીગળે, ને યાદ આવીજાય તું બહુ સહી છે મેં અજાણ્યા દર્દની પીડા, સતત એજ ઘરમાંથી મળે, ને યાદ આવીજાય [...]

ઓળખીતાં છળ…

વીતી ગયેલી પળ લખીને શું કરૂં ? આ અટપટું અંજળ લખીને શું કરૂં ? મારા જ ઘરમાં હું અજાણ્યો છું, હવે સંબંધની સાંકળ લખીને શું કરૂં ? પડઘા વગરનો સાદ થઈગઈ જિંદગી સુક્કા ગળે, હું જળ લખીને શું કરૂં ? પાછાં વળે છે સ્વપ્ન, કાંઠેથી સતત દરિયા વિષે અટકળ લખીને શું કરૂં ? જ્યારે મળે-અંગતપણું [...]

નિવારી શક્યો નહીં !

પછી, કોઇ બાબત વિચારી શક્યો નહીં દશા એ હતી, કંઈ જ ધારી શક્યો નહીં ! તબક્કો જ એવો હતો સાવ નાજુક નિવારી શકત, પણ નિવારી શક્યો નહીં ! વિષય લાગણીનો હતો એ ખરૂં, પણ ઉલટભેર હું આવકારી શક્યો નહીં ! સ્મરણ, માત્ર છે એટલું કે સમયસર મને ખુદ સમય પણ, ઉગારી શક્યો નહીં ! ન [...]

વેતમાં ન્હોતો….

હરફ એકેય હું ઉચ્ચારવાનાં વેતમાં ન્હોતો દશા એવી હતી, કંઈ ધારવાના વેતમાં ન્હોતો ! ખબર નહીં કેમ ઊભો’તો, ઉઘાડા દ્વારવચ્ચે જઈ ખરેખર કોઇને સત્કારવાનાં વેતમાં ન્હોતો ! નજર શોધી રહી’તી આપમેળે કંઈક ગમતીલું અને હું એ વિષય, વિસ્તારવાનાં વેતમાં ન્હોતો ! ઢળી ગઈ સાંજ, દઈ કળતર અજાણ્યા દર્દની છેલ્લે વ્યથા એ, અશ્રુઓમાં સારવાનાં વેતમાં ન્હોતો [...]

વાત, મૂંઝાતી ફરે…! ઘરમાં જ ઘરની વાત, મૂંઝાતી ફરે સંબંધ ઓઢી, જાત મૂંઝાતી ફરે ! ધારણ કરેલાં હોય સગપણ, આમ તો પણ અંશતઃ, ઓકાત મૂંઝાતી ફરે ! દીવા વગરના ટોડલા જેવું હૃદય ‘ને રક્તમાં, મિરાત મૂંઝાતી ફરે ! ઝળહળ થવા મથતી અમીરી, વાંઝણી કાં પૂર્વ, કાં પશ્ચાત, મૂંઝાતી ફરે ! સામાન્યરીતે થાય, એવું થાય નહીં [...]

વંચિત ગણાશે….! વારતા અંજામથી વંચિત ગણાશેપાત્રવરણી, નામથી વંચિત ગણાશે ! શક્ય છે ચર્ચાય કિસ્સો, લોકજીભેછેવટે પરિણામથી વંચિત ગણાશે ! તૂટતાં સંબંધ જેવી, શક્યતાઓઅર્થના આયામથી વંચિત ગણાશે ! જાણતલ રસ્તો, અજાણ્યો લાગવાનો‘ને પછી, મુકામથી વંચિત ગણાશે ! સાવ અમથી થઈજશે સાબિત પ્રતીક્ષાજોમ, જુસ્સો, હામથી વંચિત ગણાશે ! ડો.મહેશ રાવલ