Archive for March, 2009

અર્થ લઈને આવજો !

જિંદગીનોં અર્થ લઈને, આવજો ! સૂર્યનું ઐશ્વર્ય લઈને આવજો ! કોઈપાસે ક્યાં હતી સંજીવની આપણું તાત્પર્ય લઈને આવજો ! શબ્દ, કેવળ કંકુચોખા ક્યાં હતો ? મૂળસોતા મર્મ લઈને આવજો ! આ નગર ક્યાં ઓળખે સામાન્યને આગવાં આશ્ચર્ય લઈનેં આવજો ! છમ્મલીલાં ટેરવે બેઠી તરસ સ્પર્શનાં સંદર્ભ લઈનેં આવજો ! મૂઝવાતા સ્રોતનેં રસ્તો મળે પેટછુટ્ટો માર્ગ [...]

અત્યારથી…

ધારણા ડૂબતી જાય અત્યારથી આંખ પથ્થર થતી જાય અત્યારથી ક્યાંય દેખાય તો જાણ કરજો,મને શક્યતા ખૂટતી જાય અત્યારથી એક ઈચ્છા હતી-હું ય ટહુકો લખું પાનખર આવતી જાય અત્યારથી દીર્ઘદ્રષ્ટિ જુઓ ભીડની-દાદ દ્યો! દસ્તખત માગતી જાય અત્યારથી ! પી જવાયું કશુક એમના આગ્રહે ‘ને અસર જામતી જાય અત્યારથી છે હજૂ આખરી ઓપ બાકી,છતાં વેતરણ કાં છતી [...]

અજવાસ થાતો જાય છે !

ઊંડેસુધી અજવાસ થાતો જાય છે સંકેતનોં અહેસાસ થાતો જાય છે ! હૈયાસુધીનીં વાત આવે હોઠપર ઉલ્લેખ એવો ખાસ થાતો જાય છે ! બ્રહ્માંડ આખું શબ્દનાં ખોળે રમે ! સાક્ષાત ઈશ્વર, પ્રાસ થાતો જાય છે અમથી નથી ચર્ચા થતી એનાં વિષે ! સધ્ધર, નવો ઈતિહાસ થાતો જાય છે ! વૈભવ જુઓ, ખુદ વ્યંજના તરબોળ છે હેલીસભર, [...]

લખવી છે…

દિવસની જેમ ઝળહળ રાત લખવી છે રજે-રજ ખોતરીને જાત લખવી છે મળે જો તક સમયસર તો, નવેસરથી મનુષ્યોમાત્રની ઓકાત લખવી છે નથી કરવી હવે ચર્ચા કિનારાની ગહનતાની અકળ મિરાત લખવી છે સમેટી’લ્યો બધા કિસ્સા સમંદરના તરસથી પર, નવી શરૂઆત લખવી છે સુખદ અંજામની સંભાવના વચ્ચે પ્રણયતાની, સહજ અમીરાત લખવી છે નથી ટાંકી શકાયા આભલા પૂરા [...]

થઈ ગયાં છે…

ઝરણ વ્યક્ત થઈને નદી થઈ ગયાં છે પવન ત્યારથી મુત્સદી થઈ ગયાં છે ગણાતાં હશે કોઈ દરિયા, મને શું ! તરસના હિસાબે રદી થઈ ગયાં છે ક્ષણોનું નગર પાળિયાનું નગર છે ? પ્રહર કેમ અહીં કાગદી થઈ ગયાં છે ? વણી લઉં ફરી પોત આખું નવેસર ઘણાં, બાદ થઈને વદી થઈ ગયાં છે ! નસીબ [...]