સહુનેં મળે સન્માન, આ ગુજરાત છે હર હોઠપર મુસ્કાન, આ ગુજરાત છે પાવન પ્રવાહો લઈ વહે જ્યાં નર્મદા ધન-ધાન્ય પાનેપાન, આ ગુજરાત છે એકેક કણમાં વાસ ઈશ્વરનો અહીં ઇતિહાસ જાજરમાન, આ ગુજરાત છે આદર અને સત્કાર ઘર-ઘરની પ્રથા આતિથ્ય જ્યાં ઈમાન, આ ગુજરાત છે ગાંધી અને સરદારનાં વારસ અમે નોંખી અમારી શાન, આ ગુજરાત છે [...]
Archive for April, 2009
April 23 2009
આજે પર્વ છે…
કાગળ કલમ સજાવ આજે પર્વ છે જા કંકુ-ચોખા લાવ આજે પર્વ છે ઝળહળ થવાની સાંપડી સુંદર ઘડી ઈચ્છા બની પ્રસ્તાવ આજે પર્વ છે કણ-કણ મહીં એ સંચરે છે રક્તમાં પુલકિત પ્રણય પ્રભાવ આજે પર્વ છે વિસ્તાર પામી છે પ્રણયની હદ હવે અનહદ થયો ઘેરાવ આજે પર્વ છે સધ્ધર નદીનીં જેમ શબ્દો ઊમટે સંવેદના થઈ નાવ,આજે [...]
April 20 2009
આધાર બદલી જાય છે !
આગળ જતાં અણસાર બદલી જાય છે ખુદ આપણો વ્યવહાર બદલી જાય છે ક્યારેક રસ્તો એ વળાંકે લઈ જશે જ્યાંથી જુનો વિસ્તાર બદલી જાય છે કેલેન્ડરી અસ્તિત્વ છે સંબંધનું પ્રકરણ સમેટી,વાર બદલી જાય છે ! કોના ભરોસે પાર કરવી જિંદગી ? વિશ્વાસ વારંવાર બદલી જાય છે મારૂં નસીબ જ કેમ આવું આંધળું ? ખોબો ધરૂં, ત્યાં [...]
April 17 2009
આખો દિવસ…!
આભાસ જેવું હોય છે આખો દિવસ ચોપાસ,કેવું હોય છે આખો દિવસ ! ચાલ્યાં કરે છે પગ બિચારા યંત્રવત હર શ્વાસ, દેવું હોય છે આખો દિવસ ઉભડક,અમસ્તી, ઔપચારિક આપ-લે શું ખાસ લેવું હોય છે આખો દિવસ ! થઈ રાહદારી, સ્વપ્ન ફરતાં હોય છે મન તાસ જેવું હોય છે આખો દિવસ રસ્તો ય હાંફી જાય એવી વ્યસ્તતા [...]
April 13 2009
અળગો કરો…
આ શકટના ભારથી અળગો કરો શ્વાનવત્ વ્યવહારથી અળગો કરો હું જ કારણ હોય જો નક્કરપણે આજ, બસ અત્યારથી અળગો કરો એક પણ વચ્ચે ન આવે તાંતણો એમ બારોબારથી, અળગો કરો કેટલા ભજવી શકાશે ? ક્યાંસુધી? પાત્રની ભરમારથી અળગો કરો ક્યાં ખબર છે કોઇને,ક્યાં જાય છે ? આંધળી વણઝારથી અળગો કરો એમ વર્તો કે ઈજારો માન્ય [...]
April 9 2009
અલગ તારવી’લ્યો !
પ્રતીક્ષા ફળી ગઈ,અલગ તારવી’લ્યો ! ઘણું સાંકળી ગઈ,અલગ તારવી’લ્યો ! હવે ક્યાં હતી કાલ જેવી સમસ્યા હતી, એ ટળી ગઈ અલગ તારવી’લ્યો ! હશે તોય નડશે નહીં અંતરાયો નદી નીકળી ગઈ, અલગ તારવી’લ્યો ! અણીશુધ્ધ એકાંતની શક્યતા છે નીરવ તક મળી ગઈ,અલગ તારવી’લ્યો ! હતી ગુપ્ત ચર્ચા, વિષય પુખ્તવયનો કળી સાંભળી ગઈ, અલગ તારવી’લ્યો ! [...]