અભરેભરી થઈ વાત,આંધણ મૂકજો સધ્ધર થયું એકાંત, આંધણ મૂકજો ! શું થાત જો આજે ય કોરી જાત, તો? નખશીખ નિતરી રાત, આંધણ મૂકજો ! ભરપેટ પીધું પર્વને તરસ્યાં ગળે ઠલવાય દરિયા સાત, આંધણ મૂકજો ! કઈ હસ્તરેખા ઓગળી કોને ખબર વરસાદ થઈ ગઈ જાત, આંધણ મૂકજો ! એકેય ખૂણો ક્યાંય ખાલી ક્યાં હતો ઝળહળ મળી [...]
Archive for May, 2009
May 22 2009
આવો…!
નદીનો ઉમળકો વસાવીને આવો રગેરગમાં દરિયો સમાવીને આવો શરૂ થાય છે મૂળ રસ્તો અહીંથી જુનાં માર્ગ, કેડી, વળાવીને આવો સહજ થઈ શકો, તો સધાશે સમન્વય સ્વયંને સ્વયંથી સજાવીને આવો જરાકે ય સંશય ન પોષાય અહીંયાં અહીં દોસ્ત! મસ્તક નમાવીને આવો ડો.મહેશ રાવલ
May 15 2009
આવી ગયો…!
હું એમના દરબારમાં આવી ગયો જાણે, નવા વિસ્તારમાં આવી ગયો ! કેફી નજરનાં માત્ર હળવા સ્પર્શથી પીધાવગર ખુમારમાં આવી ગયો ! સાર્થક જણાયું આજ આ હોવાપણું અંગતપણે, અધિકારમાં આવી ગયો વંચિત હતો એ સ્થાન પર સ્થાપિત થયો સૌભાગ્યના શ્રૃંગારમાં આવી ગયો ! રમણીય લાગ્યું શ્વાસનું કર્કશનગર ટહુકાસભર ગુલઝારમાં આવી ગયો ગઈકાલની અફવા હકીકત થઈ, અને [...]
May 10 2009
આધાર બદલાવો !
નફા-નુકસાનનો વ્યવહાર બદલાવો હવે આ શૂન્યનો આકાર બદલાવો ! નહીં બદલાય, નક્કર છે હકીકત પણ બને તો સ્વપ્નનો વિસ્તાર બદલાવો નથી ગમતો મને આ વાંઝિયો વૈભવ સગા, સંબંધ, ‘ને સંસાર બદલાવો દિવસના તેજ સામે શું ગજું એનું ? નિશાચરનાં ક્ષણિક ચમકાર બદલાવો અમસ્તું કોણ આંજે આંખમાં દરિયો અધૂરાં પર્વના અંબાર બદલાવો સવેળા પ્હોંચવું જો હોય [...]
May 3 2009
સૂર્ય, આથમતો નથી…!
કવિતા બનેલો સૂર્ય, આથમતો નથી પલળી ગયેલો સૂર્ય, આથમતો નથી ! જોયા કરો જે થાય તે નિશ્ચિંત થઈ મનમાં વસેલો સૂર્ય, આથમતો નથી ! એવું બને કે આશરો માંગે જગત શબ્દે ચણેલો સૂર્ય, આથમતો નથી ! કાગળ, કલમ, ‘ને કલ્પના થી વ્યંજના કવિએ ઘડેલો સૂર્ય, આથમતો નથી ! ઉંડાણ લઈને અવતરે કાવ્યત્વનું એ, ઓગળેલો સૂર્ય [...]