તપતો સૂરજ ઢળતી સાંજે રાતો લાગે ટૂંકો ને ટચ પડછાંયો, લંબાતો લાગે ખળખળ વે’તી સરિતા ભેળો,ખળખળ થાતો પાછી ફરતી પાંખે, વા બંધાતો લાગે વૃક્ષો, વેલી, ડાળી, કૂંપળ ‘ને ફુલો પણ સઘળું રંગી, રંગારો રંગાતો લાગે ! લીલીછમ ધરતીનો પાલવ આખેઆખો કેસરવર્ણી સંધ્યાથી ઢંકાતો લાગે સર સર સરતો રથ રોકી, પર્વતની ટોચે થાક્યો-પાક્યો ઈશ્વર પોરોખાતો લાગે [...]
Archive for June, 2009
June 26 2009
ઊભરો…!
ધીમે-ધીમે રાતઆખી પાણી-પાણી થઈ ગઈ સાજનઘેલી જાત આખી, પાણી-પાણી થઈ ગઈ ઊંડે-ઊંડે ઉતરતી ગઈ ભીનાં-ભીનાં પગલે ધગધગતી ઓકાત આખી, પાણી-પાણી થઈ ગઈ વરસોનાં તરસ્યા જોબન પર વરસ્યો મૂશળધારે પલળી તો મિરાત આખી, પાણી-પાણી થઈ ગઈ ગાલે લાલી, આંખે લાલી, અંગેઅંગ બસ લાલી હૈયે પડતી ભાત આખી પાણી-પાણી થઈ ગઈ સગપણના સરવાળે સહિયર, હું જાણે ઊભરાણી [...]
June 23 2009
ઈચ્છા નથી…!
આથી વધારે ભારની ઈચ્છા નથી એકેય,બીજા દ્વારની ઈચ્છા નથી કોઠે પડી ગઈ હદ અને સરહદ, હવે અનહદ થવા, વિસ્તારની ઈચ્છા નથી નક્કી કરેલાં હોય છે મારા વિષય લોકાભિમુખ વ્યવહારની ઈચ્છા નથી ! કેવળ પ્રતીક્ષા છે સમયની એટલે ઉતાવળા આધારની ઈચ્છા નથી સીધા જ રસ્તે પ્રાપ્ય છે સઘળું, પછી સંદિગ્ધ કારોબારની ઈચ્છા નથી ! ડૉ.મહેશ [...]
June 15 2009
જોયા…
આંધળા અસવાર જોયા લંગડા તોખાર જોયા ભીતરે તણખા ભરેલા રાખના અંબાર જોયા ક્યાંક આવળ,ક્યાંક બાવળ ક્યાંક મૂશળધાર જોયા અંધહસ્તિ ન્યાય જેવા સંકુચિત વ્યવ્હાર જોયા જો અને તો બેઉ વચ્ચે ધૂંધળા અણસાર જોયા શેષની ખણખોદ કરતાં શૂન્યના દરબાર જોયા આંખનોં શું વાંક એમાં ? સ્વપ્ન પારાવાર જોયા ડૉ.મહેશ રાવલ
June 9 2009
…લઈને દોડવાનું !
સ્વપ્નની ભરમાર લઈને દોડવાનું પાંગળા આધાર લઈને દોડવાનું ! એક-બે નહીં, વાત છે સાતેય ભવનીં બસ, નવો આકાર લઈને દોડવાનું ! પ્રશ્ન જેવી જાતનોં ઉત્તર મળે નહીં તોય, હારોહાર લઈને દોડવાનું ! પેટનો ખાડો તરસથી ઢાંકવાનો ‘ને ચરણ લાચાર લઈને દોડવાનું ! અર્થ નીકળે કે ન નીકળે એ અલગ છે પણ, કથા તૈયાર લઈને દોડવાનું [...]