દેહ નશ્વર છે, ખબર છે રાખનું ઘર છે, ખબર છે રીત બદલો કે રકમ, પણ શૂન્ય ઉત્તર છે, ખબર છે પર્ણ, ડાળી, પુષ્પ કરતાં મૂળ સધ્ધર છે, ખબર છે શ્વાસની જાગીર કેવળ ફૂંક નિર્ભર છે, ખબર છે નામ આપ્યું જિંદગી, એ પ્રશ્ન અનુત્તર છે, ખબર છે
Archive for July, 2009
July 27 2009
ક્યો તો ખરા !
આ ભારનોં શું અર્થ છે, ક્યો તો ખરા ! સંસારનોં શું અર્થ છે, ક્યો તો ખરા ! છે શૂન્ય જો સારાંશ આખી વાતનોં તો, સારનોં શું અર્થ છે, ક્યો તો ખરા ! હર જીવમાં ઈશ્વર વસે છે, તો પછી આકારનોં શું અર્થ છે, ક્યો તો ખરા! ઉત્કંઠ ઈચ્છા, પામવાની હોય તો ઘરબારનોં શું અર્થ છે, [...]
July 22 2009
…થઈને રે’શું
સહજ, સાવ સીધા, સરળ થઈને રે’શું ગળાડૂબ જળમાં કમળ થઈને રે’શું નદી હોય કે હોય ઘૂઘવતો દરિયો અમે ક્યાંક તટ, ક્યાંક તળ થઈને રે’શું સિમિત કંઈજ ગમતું નથી કોઇ રીતે સતત, સત્ય માફક સકળ થઈને રે’શું નથી ફાવતાં આવરણ કોઇ અમને અમે તો ઉઘાડી જ પળ થઈને રે’શું સ્વભાવે ય માણસ, પ્રભાવે ય માણસ તમે [...]
July 19 2009
કોણ બેઠું છે…?
સમયને બાનમાં લઈ કોણ બેઠું છે નિયમ-યમ ધ્યાનમાં લઈ કોણ બેઠું છે નથી ઘટતી કદી ઘટના અનાયસે ધરોહર હાથમાં લઈ કોણ બેઠું છે પરિઘની બ્હાર-અંદર,બેય કિસ્સામાં સકળ સંગાથમાં લઈ કોણ બેઠું છે પ્રવેશે-નીકળે હર શ્વાસની સાથે પવનને પ્રાણમાં લઈ કોણ બેઠું છે સ્વયંને બાદ રાખી ઉતરે ઊંડે કિનારો વ્હાણમાં લઈ કોણ બેઠું છે ડૉ.મહેશ રાવલ
July 16 2009
કંઈ નથી…!
અહીં હવે ટહુકાર જેવું કંઈ નથી કુદરતી શૃંગાર જેવું કંઈ નથી કારમો દુષ્કાળ ભીતર-બ્હારનો ક્યાંય અનરાધાર જેવું કંઈ નથી આડકતરૂં યુદ્ધ ખેલે છે બધા શર, પણછ, ટંકાર જેવું કંઈ નથી નીકળે ખુલ્લી છરીની જેમ સહુ છે બધું, બસ પ્યાર જેવું કંઈ નથી દોડવું, થાકી જવું, હાંફી જવું અર્થ કે વિસ્તાર જેવું કંઈ નથી ! આથમે [...]
July 13 2009
એટલે શું ?
નદી જેમ નીકળી જવું એટલે શું ? પછી, બેય કાંઠે થવું એટલે શું ? અજાણ્યાં જ રહી જાય છે એ અધિકતર નથી જાણતાં, જાણવું એટલે શું ? અરીસો જ કરશે ઘટસ્ફોટ નવતર છબીનેં ન પૂછો, નવું એટલે શું ? હશે માત્ર અફવા દિવસ જેમને મન કહે શું ? ઉદય પામવું એટલે શું ? ડૉ.મહેશ [...]
July 10 2009
એકજ શબ્દમાં !
આખી કથાનો સાર એકજ શબ્દમાં પામી શકો તો પાર,એકજ શબ્દમાં મુઠ્ઠી ઉઘાડો એટલી બસ વાર છે બાકી બધું તૈયાર,એકજ શબ્દમાં આખા મલકનું મૌન લઈને જોખજો એથી ય બમણો ભાર એકજ શબ્દમાં ! છે આ તરફ જો જિંદગી,ત્યાં મોત છે પણ બેયનોં આધાર એકજ શબ્દમાં આ શ્વાસ તો હોવાપણાની છે અરજ સ્વીકાર-અસ્વીકાર એકજ શબ્દમાં છે શબ્દ [...]
July 3 2009
તો, એ વિષય મારો નથી…!
દરિયો અજાણ્યો નીકળે તો એ વિષય મારો નથી સધ્ધર નદી પાછી વળે, તો એ વિષય મારો નથી એ વાત નિર્વિવાદ છે બે હાથથી તાળી પડે આગળ જતાં ત્રીજો ભળે ,તો એ વિષય મારો નથી ! માર હિસાબે સિંદરી, માણસપણાથી ગ્રસ્ત છે બળવા છતાં વળ ના બળે, તો એ વિષય મારો નથી ! ઘેરાય વાદળ ‘ને [...]