Archive for August, 2009

….જેવું લાગ્યું મને તો !

જગત, બસ જગત જેવું લાગ્યું મને તો વખોડેલ મત જેવું લાગ્યું મને તો  ! ગમે તે, ગમે ત્યાં, ગમે તેમ જીવે મરેલી મમત જેવું લાગ્યું મને તો  ! તરો  કે ડૂબો, આવશો  છેલ્લે  કાંઠે ગરજવાન સત જેવું લાગ્યું મને તો  ! રમાડે દિવસ, રાત સપનાં બતાવે અધૂરી રમત જેવું  લાગ્યું  મને તો  ! ખબર પણ [...]

આગળ જતાં !

હું, મારામાં અટવાયો આગળજતાં પડછાંયો થઈ પથરાયો આગળ જતાં માટી ધોળી, પગલાં ક્યાં ધોળા હતાં કેવા રંગે રંગાયો આગળ જતાં ! તડકે છાંયો, છાંયે તડકો છીતરૂં વચ્ચોવચ હું ઘેરાયો, આગળ જતાં મારે સાબિત કરવાનું માણસપણું પથ્થર, ઈશ્વર લેખાયો આગળ જતાં ! બાંધી મુઠ્ઠી લાખેણી – સારી હતી ખુલતાં ભેળો ઢોળાયો, આગળ જતાં પાણી, પાછું પાણી થઈ [...]

જોજો !

મહત્તા જાણવા સંબંધની, આઘા ખસી જોજો છતાં જો હોય શંકા તો પછી, સામા ધસી જોજો ! ખુલાસો નહીં કરો કંઈ તોય, નક્કી થઈ જશે સઘળું તમે આપેલ ઉત્તરની સજલ, ઘરવાપસી જોજો ઉછેરે છે હવે દોસ્તો ય દુશ્મન જેમ તણખાંને મળે ક્યારેક તક, તો બેઉ ચકમકને ઘસી જોજો ! નિભાવી જાણવા સંબંધ, કંઈ સહેલું નથી આજે [...]

શું કરવાનું…!

ખાલી, અમથું વાદળ થઈને શું કરવાનું આગળ પડતું  મૃગજળ થઈને શું કરવાનું આમંત્રણ થઈએ અવસરનું, તો સહુ પોંખે ખરખરાનો કાગળ થઈને શું કરવાનું ! તેજસ્વીતા  સૂરજની આકર્ષે સહુને બળતા દીવાનું તળ થઈને શું કરવાનું થાવું, તો સામી છાતીએ લડતી હિમ્મત શઠ, નામર્દોનું છળ થઈને શું કરવાનું ! બે કાંઠે વ્હેતી સરિતા થઈ, ભળવું દરિયે પળ બે [...]

શરણું શોધી લેજે..

પથ્થરથઈને તરવા શરણું શોધી લેજે અત્તરજેવું મહેકવા, શરણું શોધી લેજે ક્ષણભંગૂરી જીવન, જીવાયું કરગરતાં અવસર જેવું મરવા, શરણું શોધી લેજે ગમતું પામી હરખાવાની આદત વચ્ચે ત્યાગીને મેળવવા, શરણું શોધી લેજે લીલુંછમ છે આજે,કાલે થાશે પીળું મોસમને અનુસરવા શરણું શોધી લેજે આડંબરના કરતબ શીખ્યા, મોટાં થઈને બાળક જેવું હસવા, શરણું શોધી લેજે ! વ્હેંચાયા સગપણમાં, સંબંધોનાં [...]

પડઘા સુધી ગયો…!

એ ક્યાં ખબર છે કેમ હું રસ્તા સુધી ગયો હા, એ ખબર છે કે પ્રથમ નક્શાસુધી ગયો ! ફૂલો જ મારે આંખમાં ઊગાડવા હતા છે શક્ય કે તેથી જ હું કાંટા સુધી ગયો ! મૃગજળ વિષેની વાત બહુ મેં સાંભળી હતી તરસ્યા ગળે,  હું એટલે હરણા સુધી ગયો કરવી હતી બે વાત ખુલ્લેઆમ, એટલે લખવા [...]

સહુને વહાલું લાગે…!

વૈભવશાળી જીવન સહુને વહાલું લાગે મુશ્કેલીમાં, કિર્તન સહુને વહાલું લાગે ! તડકે છાંયો, તરસ્યાને જળ, ભૂખને રોટી સધ્ધર મીત્રોનું ધન, સહુને વહાલું લાગે ! ઓછી મે’નત,ફળ બમણું,ને ટૂંકો રસ્તો ઘરના ઘરનું આંગન,સહુને વહાલું લાગે સ્ટેટસ્ ઊંચું, નોકર-ચાકર, સુંદર પત્ની ખોળે રમતું બચપન, સહુને વહાલું લાગે ભારે ખિસ્સું, હળવું ભારણ, બાંધી મુઠ્ઠી આજ્ઞાઓનું પાલન, સહુને વહાલું [...]

એકપળમાં….. થઈશકે!

એકપળમાં કેટલી ઘટના ઉજાગર  થઈશકે એકપળમાં અવ્યવસ્થિત માળખું, ઘર થઈશકે જિંદગીઆખી ભલે લાગે બધાને, ધૂંધળી એકપળમાં શક્યતા એ, સાવ નક્કર થઈશકે જર્જરિત થઈ તૂટવા આરે હશે જે  ભવ્યતા એકપળમાં પૂર્વવત જીવંત, સધ્ધર થઈશકે શુભપ્રસંગે થાય દીવો માત્ર, ઊભી વાટનો એકપળમાં આડી વાટે, લાશ ખાતર થઈશકે કંઈનથી- નોં રંજ શું, હોય એનો ગર્વ શું એકપળમાં બેઉનો [...]