જેમ દરિયો એમ રણ જીવંત છે એક ઈચ્છા, આજ પણ જીવંત છે સ્વપ્ન આપોઆપ સર્જાતા નથી છેક તળિયે સંસ્મરણ જીવંત છે શક્ય છે બદલે દશા આગળ જતાં છે અધૂરી આશ, પણ જીવંત છે ફૂટશે ફણગા નવા એકાદ-બે હાંસિયામાં એક જણ જીવંત છે નહીં ટળે આ પેટમેલાં ઝાંઝવા જ્યાંસુધી તરસ્યા હરણ જીવંત છે ! ક્યાંય રોકાતો [...]
Archive for September, 2009
September 21 2009
ક્યાં મળે છે…!
તને યાદ કરવાની પળ ક્યાં મળે છે હૃદય ખોલવા, કોઈ કળ ક્યાં મળે છે ! સુવાસિત હશે ફૂલ, ના ક્યાં કહું છું ? શ્વસન એટલાં પણ, સબળ ક્યાં મળે છે યુગોના યુગો સંસ્મરણ સાચવી લઉં અહીં, એટલાં સ્થીર તળ ક્યાં મળે છે ! અણીદાર હેલી ચડે નિત્ય અંદર અને બ્હાર ટીપું ય જળ ક્યાં મળે છે [...]
September 20 2009
માણસ ક્યો ઈ કરશે…!
સ્વાર્થનો દલાલ માણસ ક્યો ઈ કરશે કાં પછી, ખુશહાલ માણસ ક્યો ઈ કરશે તાવડી માગ્યા જ કરશે તેરવાના ભૂખથી બે-હાલ માણસ ક્યો ઈ કરશે તૂટવું ક્યાં કોઇને પોષાય છે અહીં ? ભાંગતો, કંગાલ માણસ ક્યો ઈ કરશે હોય કૂવે તો જ આવે છે અવેડે મૂર્ખ માલામાલ માણસ ક્યો ઈ કરશે ! જીવવું છે કોઈપણ ભોગે, [...]
September 17 2009
જાણ્યા પછી શું જાણવું…!
પ્રશ્નોથી લઈ ઉત્તરસુધી જાણ્યા પછી શું જાણવું પથ્થરથી લઈ ઈશ્વરસુધી જાણ્યા પછી શું જાણવું જળ તો પ્રવાહિત લાગણી જેવું, વહે ખળખળ બધે ઝરણાંથી લઈ સાગરસુધી જાણ્યા પછી શું જાણવું જે હોય જેને હસ્તગત, એ અન્યને આપી શકે ફૂલોથી લઈ અત્તરસુધી જાણ્યા પછી શું જાણવું સાહસ અને આ સિધ્ધિવચ્ચે હોય શું? એ જાણવા પાંખોથી લઈ અંબરસુધી [...]
September 15 2009
…ક્યાં જવાનું હોય છે !
ત્યાં, ભાર લઈને ક્યાં જવાનું હોય છે સંસાર લઈને ક્યાં જવાનું હોય છે ઈચ્છા-અનિચ્છા બેય વચ્ચે થઈ જતાં વ્યવ્હાર લઈને ક્યાં જવાનું હોય છે અભરે ભરેલાં હોય તેથી શું થયું ઘરબાર લઈને ક્યાં જવાનું હોય છે ! થઈ જાય આખું આયખું જેમાં વ્યતિત એ, ખાર લઈને ક્યાં જવાનું હોય છે બે હાથ કપડું, ઘી અને [...]
September 9 2009
આગવી ઓળખ મળે…
પ્રત્યેક ક્ષણને આગવી ઓળખ મળે નામક્કરણને, આગવી ઓળખ મળે ભીનાંશ વચ્ચે પાંગરે લીલોતરી ‘ને વિસ્તરણને, આગવી ઓળખ મળે અડધા ઉઘાડા દ્વારને ખોલી જુઓ તો, સંસ્મરણને આગવી ઓળખ મળે ! ઘેરાય વાદળ વીજળી ચમકે, પછી વાતાવરણને આગવી ઓળખ મળે લાયક ઠરે ઈતિહાસમાં અંકિત થવા એ ખાસ જણને, આગવી ઓળખ મળે શોભા વધે સૌંદર્યની જેનાં થકી એ [...]
September 6 2009
જીવ્યો છું…!
વરદહસ્તે મળેલાં ઘાવ જીવ્યો છું કણસતાં આંસુઓના સ્રાવ જીવ્યો છું ઘણીવેળા થયું એવું ય જીવનમાં કે, સાલ્લું ! કેમ અમથું સાવ જીવ્યો છું ? તફાવત એજ છે મારા ‘ને તારામાં તું પાસા જેમ, હું તો દાવ જીવ્યો છું ખપાવી જિંદગી તેં માત્ર અફવામાં અને હું વાતનાં ઠહરાવ જીવ્યો છું દિવસ, મહિના, વરસના કોષ્ટકો વચ્ચે તબક્કાવાર હું [...]
September 2 2009
કોઈને પોષાય નહીં…!
જિંદગીભર ઝૂરવું તો કોઈને પોષાય નહીં સાવ કાંઠે ડૂબવું તો કોઇને પોષાય નહીં એકનું અનુમાન, બીજાને હકીકત લાગશે માન્યતાનું તૂટવું તો કોઈને પોષાય નહીં હોય નાજુક એ જતન માંગે વધારે,દરઅસલ હાથમાંથી છૂટવું તો કોઈને પોષાય નહીં ! પારકી સમૃદ્ધિપર સહુની નજર તીખી ફરે ઘર સ્વયંનું લૂંટવું તો કોઈને પોષાય નહીં ખૂલશે ઓકાત સહુની આજ નહીં [...]