Archive for October, 2009

શું કામ જીવું ?

ખોખલા આધાર લૈ શું કામ જીવું ? આમ, બારોબાર રૈ શું કામ જીવું ? છે મજા તો સહુ સુધી પ્હોંચી જવામાં સાવ ખાટી દ્રાક્ષ થૈ શું કામ જીવું ? છે જરૂરી એ બધું છે હસ્તગત, તો પ્હોંચથી બહુ બ્હાર જૈ શું કામ જીવું ? મોર તો પીંછે જ ઉજળો લાગવાનો સગપણોને ભાર કૈ શું કામ [...]

યાદ હોવો જોઇએ…!

 વિખવાદ નહીં સંવાદ હોવો જોઇએ પણ, પૂર્વગ્રહથી બાદ હોવો જોઇએ  પડઘો અપેક્ષિત હોય સધ્ધર, તો પછી ઐશ્વર્યશાળી સાદ હોવો જોઇએ !   છે શક્ય, કે રણકો સૂરીલો નીકળે હર શ્વાસમાં શ્રી નાદ હોવો જોઇએ   ટાણે-કટાણે જઈ શકો, વિશ્વાસથી એ ઉંબરો એકાદ હોવો જોઇએ !   ભૂલી જશો બીજું બધું તો ચાલશે માણસને, માણસ યાદ હોવો [...]

ચાલો હવે…!

દીવો સરસ પ્રગટાવીએ ચાલો  હવે માણસપણું  ફેલાવીએ ચાલો  હવે દીશા દસેદસ થાય ઝળહળ,અર્થ લઈ આખો મલક દીપાવીએ ચાલો  હવે મુઠ્ઠી તમસથી આમ ડરવું પાલવે ? થઈ એક, ઘર શોભાવીએ ચાલો  હવે “શંકા-કુશંકા લાગણી દુભાવશે” સમજી,અને સમજાવીએ ચાલો  હવે ગોકુલ બને હર ગામ, વૄંદાવન નગર રંગ કેસરી પ્રસરાવીએ ચાલો  હવે નવલાં વરસની ભેટ બીજી હોય શું ? [...]

ચર્ચા ય શું કરવી…!

નજીવી વાતની ચર્ચા ય શું  કરવી હવે,  ઉત્પાતની ચર્ચા ય શું  કરવી ! પરોક્ષ જ ઠીક છે વ્યવહાર ઈશ્વરથી અહીં સાક્ષાતની ચર્ચા ય શું કરવી ! જુદા છે કારણો મારી તબાહીનાં પછી, જઝબાતની ચર્ચા ય શું  કરવી ! હજૂ  હમણાં જ આવ્યો છું સ્મશાને જઈ ફરી,  નવજાતની ચર્ચા ય શું  કરવી ! બધું  છે વિશ્વ પાસે પણ સમય  ક્યાં છે ? અહીં,  નિરાંતની [...]