Archive for November, 2009

તોય વીતી..

તમેં તર-બ-તર કહી, તોય વીતી અમેં દર-બ-દર કહી, તોય વીતી ! ખપાવી તમેં,લાંબી લચ વારતામાં અમે ઢાઈઅક્ષર કહી, તોય વીતી ! કરો છો તમે અર્થ,સગવડ પ્રમાણે અમે અર્થથી પર કહી, તોય વીતી ! તમેં એનેં જાહોજલાલી કહો છો અમેં રાખનું ઘર કહી, તોય વીતી ! વિતાવી તમેં જિંદગી, સ્વાર્થખાતર અમેં અન્યખાતર કહી, તોય વીતી ! [...]

તો,વારતા આગળ વધે

એકાદ-બે અવસર મળે, તો વારતા આગળ વધે આધાર જો નક્કર મળે, તો વારતા આગળ વધે આશ્ચર્યવચ્ચે, હું જ કારણ નીકળું છું  હર વખત પણ આ વખત, ઈત્તર મળે તો વારતા આગળ વધે સમજાય એવા અંત, આપોઆપ સર્જાતા નથી ! આરંભ જો સધ્ધર મળે, તો વારતા આગળ વધે આખી કથાનાં કેન્દ્રમાં છે સ્થાન એનું -એ ખરૂં [...]

તૂટ્યા પછી સાંધ્યું નથી…!

   હકથી વધારે કઈં જ મેં માગ્યું નથી મારા પછી, બીજું કશું તાગ્યું નથી   હા, એક-બે અપવાદ છે પણ એ પછી કઈં જિંદગીના પોત પર ટાંક્યું નથી   શું થાત જો રહી જાત સઘળું યાદ તો ? સારૂં થયું કે યાદ કઈં રાખ્યું નથી   સપનાં ય જોયાં છે, ગજું જોયા પછી ફળ એટલે [...]

ટેવ પાડી’લ્યો !

હવે, આશ્ચર્ય વચ્ચે જીવવાની  ટેવ પાડી’લ્યો ! સહજ રીતે, કિનારે ડૂબવાની ટેવ પાડી’લ્યો ! પ્રસંગોપાત બનતું, એ કદાચિત્ નિત્ય બનવાનું તમેં બસ, પાળિયાનેં પૂજવાની ટેવ પાડી’લ્યો ! દિલાસો એજ આપે, જેમનો હિસ્સો દરદમાં છે નજીવા કારણોસર, તૂટવાની ટેવ પાડી’લ્યો ! જવાનું હોય ત્યાં પહોંચી શકો, તો પાડ ઈશ્વરનો ! છતાં, તસ્વીર જેવું ઝૂરવાની ટેવ પાડી’લ્યો [...]