આપણી શ્રધ્ધા અને પથ્થર બધું પરિણામલક્ષી છે ખાતરી,વિશ્વાસ,’ને ઈશ્વર બધું પરિણામલક્ષી છે ! કોઇએ જોયો નથી,જોવા ય મળતો પણ નથી આજે તોય ઈચ્છા હોય છે અક્સર! બધું પરિણામલક્ષી છે! જિંદગી તો જિંદગીની જેમ જીવાતી જ રહેવાની જીવ,આત્મા,દેહ આ નશ્વર બધું પરિણામલક્ષી છે ! આવતી હર ક્ષણ,જતી ક્ષણની જ છે સીધી અસર,તો પણ ખુદ સમય,એની [...]
Archive for December, 2009
December 25 2009
દેજે સહુને…..
પ્રસંગોની સાચી સમજ દેજે સહુને પછી હક, પ્રથમ તો ફરજ દેજે સહુને સતત જાગતો રાખવો હોય માણસ ગજું જોઇને,પણ કરજ દેજે સહુને ! ખબર ક્યાંહતી કઈ ઘડી આખરી છે ? છતાં જિંદગી બહુ સહજ દેજે સહુને ભલે વાવણી હોય એવું લણે, પણ જરૂરત મુજબની ઉપજ દેજે સહુને ! બધાને, બધું દઈ ન દેતો, સમૂળું જરા [...]
December 21 2009
સધ્ધર થવામાં છું હવે…!
આ બધાંથી પર થવામાં છું હવે આખરે, તત્પર થવામાં છું હવે મુક્ત છે જા આજથી તું, હે તરસ ! છેવટે, પગભર થવામાં છું હવે વ્યર્થ ગઈ ઉપચારની ચેષ્ઠા બધી હું જ, ચારાગર થવામાં છું હવે ! વારસાગત વેર છે, આ વિશ્વને એ, અઢીઅક્ષર થવામાં છું હવે આ વખત મંથન થશે, સંબંધનું સંભવિત્ શંકર થવામાં છું હવે [...]
December 18 2009
રસ્તો, સરી જશે…
ખરતી નથી કલગી કદી,પીછાં ખરી જશે નોખા હશે તે છેવટે, નોખા તરી જશે ! જાહોજલાલી હોય તો, ઉભરાય આંગણે નબળા સમયમાં એય,પોબારા કરી જશે ! હર કોઇ સામે પીઠના વ્રણ, આમ ન ધરો ઉપચારના ઓઠા તળે, મીઠ્ઠું ભરી જશે ! ઠરતો નથી દીવો ય જેની ફૂંકથી, અહીં દાવો કરે છે, સૂર્ય એનાથી ઠરી જશે ! [...]
December 15 2009
નિવારણ નીકળે…!
દરિયો ઉલેચો, શક્ય છે રણ નીકળે સંબંધનું એવું ય તારણ નીકળે ! સંભવ નથી સંબંધ પાછો, એ ખરૂં પણ, મૂળ બાબત ગેરસમજણ નીકળે ! ઢગલો, નકામો ક્યાં હતો અવશેષનો ? એમાંય શંકાનું નિવારણ નીકળે ! સારો નથી, સારા સમયપરનો અહમ્ ઈતિહાસ જો જો ! કંઈક વિવરણ નીકળે ! સારૂં થયું વાચા નથી, આ ભીંતનેં જો હોત [...]
December 11 2009
માણસ થઈ ગયા..!
મારણ વગરનાં ઝેર, માણસ થઈ ગયા થઈ દેર, નેં અંધેર માણસ થઈ ગયા ! સમજણ વધી ગઈ,ત્યારથી શંકા વધી ‘નેં, આડકતરા વેર માણસ થઈ ગયા ! ઈશ્વર વિષે ચર્ચા હતી, છે કે નથી અડધી દલીલે, ફેર માણસ થઈ ગયા ! જાળી વગરની ચારણી શું ચાળશે ? અણછાજતાં ઊછેર, માણસ થઈ ગયા ! શ્રધ્ધાવગર વિશ્વાસ જાગ્યો [...]
December 9 2009
બેવાર દે !
દેવું જ છે, તો ધારણાની બહાર દે ! સંભવ-અસંભવ બેય પર અધિકાર દે ! નક્કી કરેલા લક્ષ્યનું સંધાન હો ‘ને લક્ષ્ય પણ, હર લક્ષ્યથી ખૂંખાર દે ! આખા મલકમાં ક્યાંય અજવાળું નથી એકાદ દીવો જાગતો , તૈયાર દે ! નીકળી ગયો છું પહોંચવા, તારાસુધી કાંઠે ઉતારે, એટલો આધાર દે ! માણસ નથી કે તું ન [...]
December 7 2009
પીવાય છે, માણસ !
ગમે ત્યાં, બે-ધડક ફંટાય છે માણસ સ્વયંથી આખરે સંતાય છે માણસ ! જરૂરત, કેટલો નીચે ઉતારી ગઈ ! ગમે તે ભાવમાં વેંચાય છે માણસ ! પ્રસંગો પણ ઉજવશે, તો ઉચક જીવે મનોમન કેટલો ગભરાય છે માણસ ! ઉખાણું થઈ ગયો અત્યંત પેચીદું હવે ક્યાં પૂર્વવત્ સમજાય છે માણસ ! ધરા તો ઠીક, આખું આભ ખુંદયું [...]
December 2 2009
ત્યારે ક્યાં હતાં…?
પીગળી ગયો અંબાર, ત્યારે ક્યાં હતાં ? વણસી ગયો વિસ્તાર, ત્યારે ક્યાં હતાં ? આજે, અચાનક કેમ આવ્યો યાદ હું ? મોસમ હતી પુરબહાર, ત્યારે ક્યાં હતાં ? કિસ્સો બનેલી વાતમાં પડવું નથી તખ્તો હતો તૈયાર, ત્યારે ક્યાં હતાં ? ખરતા સિતારા, એમ કંઈ પાછા વળે ? સધ્ધર હતો ચમકાર, ત્યારે ક્યાં હતાં ? આજે [...]