સરવાળો કરવાની આદત માંડીવાળો ! દરિયો છે, તરવાની આદત માંડીવાળો ! બાંધ્યું છે ગાંઠે તે વેરો છુટ્ટાહાથે સંતાડી ફરવાની આદત માંડીવાળો ! સહુને સહુનાં કર્મોનું ફળ આપે ઈશ્વર ખુદને છાવરવાની આદત માંડીવાળો ! અહીંયા તો વાવીને લણવાનું છે ભઈલા ! છેલ્લે કરગરવાની આદત માંડીવાળો ! સમજણ આખું જીવન ઉછરી શંકાવચ્ચે સતથી થરથરવાની આદત માંડીવાળો ! [...]
Archive for January, 2010
January 26 2010
એ તો હજૂપણ ત્યાં જ છે !
આપણે ફરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે તૂટતા-ખરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે ! જોઇએ કેવળ બધાને બે જ ગજ ધરતી, છતાં ખૂબ વિસ્તરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે ! ઉત્તરોતર, ઝેરથી ઝેરી થતી ગઈ શખ્સિયત મારતા મરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે ! ક્યાંક આપી, ક્યાંક [...]
January 22 2010
ગોઝારી નથી…!
હું લખું છું એ વ્યથા, મારી નથી એ અલગ છે કે દશા, સારી નથી ! લોકલાજે થાય છે, જે થાય તે જાત કોઇએ, કોઇની ઠારી નથી ! કઈંક આપે, એજ પામે છે કશુંક કોઇનું અહીં કોઇ આભારી નથી ! લત પડી ગઈ છે બધાને, આમ તો તર્કની સીમા, કદી ધારી નથી ! થઈજશે ઝળહળ દસે-દીશા, [...]
January 17 2010
પનારા છે…!
બધાને હોય છે, મારે ય મારા છે તમે સહુનાં હશો, સહુ ક્યાં તમારા છે ? ભલે અપવાદમાં મૂકો તમે, ખુદને મનુષ્યો આમ તો અક્સર, નઠારા છે ! ગમે તે લ્યો નદી, જળ આપશે મીઠું સમંદર એક નહીં, સાતેય ખારા છે ! ઘણાં બાળોતિયાના છે બળેલાં, અહીં ઘણાના કાયમી ચડતા સિતારા છે ! નથી માગ્યું કશું, [...]
January 12 2010
…પછી!
ખોટો પડે એકાદ સરવાળો પછી ઊભો થશે વે’વારમાં ગાળો પછી ચર્ચા ગમે તે રૂપમાં ચર્ચા જ છે ચૂંથો વિષય, તો નહીં મળે તાળો પછી ! થોડો ઘણો મતભેદ સહુનો ક્ષમ્ય છે મનભેદનેં ક્યાં-ક્યાં તમે વાળો પછી ? સારો નથી રૂપ,રંગ,વૈભવનો અહમ થઈ જાય ઢગલો રાખનો, બાળો પછી માઠા સમયનો અર્થ કેવળ એટલો કે, જાત નિખરે [...]
January 5 2010
થયું !
આમ થી બસ તેમ, ફરવાનું થયું ક્યાંક ડૂબ્યાં, ક્યાંક તરવાનું થયું ! યાદ છે કૂંપળપણું મારૂં, મને ‘ને હવે ટાણું ય, ખરવાનું થયું ! કેટલા સંબંધમાં નિમિત્ત થયાં કેટલા વિચ્છેદ કરવાનું થયું ! સાવ જો સાચું કહું તો, હરપળે આંસુઓ પી ને, ઉછરવાનું થયું ! સાવ ખાલી હાથનો વૈભવ જુઓ જ્યાં જુઓ ત્યાં, કઈંક ભરવાનું [...]