જિંદગીભર ઘર વિષે વાતો કરી છે નથી સરભર વિષે વાતો કરી ત્યાં પડે એ છાપ ભૂંસાતી નથી એટલે પથ્થર વિષે વાતો કરી આંસુઓ પીધા પછીનો કેફ છે કે,સતત સાગર વિષે વાતો કરી એમણે વાતો કરી તડકા વિષે મેં, બરફનાં થર વિષે વાતો કરી કંઈ પછી નિપજ્યું નહીં, તો છેવટે ફૂલ ‘ને અત્તર વિષે વાતો કરી વર્ણવી [...]
Archive for February, 2010
February 18 2010
છેલ્લે જતાં…
હું મારામાં અટવાયો છેલ્લે જતાં પડછાંયો થઈ પથરાયો છેલ્લે જતાં માટી ધોળી પગલા ક્યાં ધોળા હતાં કેવા રંગે રંગાયો છેલ્લે જતાં ? કાને-ધ્યાને બહેરો,આંખે આંધળો તરતો દીવો રઘવાયો છેલ્લે જતાં ! મારે સાબિત કરવાનું માણસપણું પથ્થર ઈશ્વર લેખાયો છેલ્લે જતાં ! બાંધી મુઠ્ઠી લાખેણી સારી હતી ખુલતા ભેળો ઢોળાયો છેલ્લે જતાં પાણી પાછું પાણી થઈ [...]
February 10 2010
અભાગી રહ્યું છે…!
હજૂપણ, સતત એમ લાગી રહ્યું છે મને કોઇ આજે ય, તાગી રહ્યું છે ! ગયું પણ નથી, કોઇ આવ્યું નથી અહીં છતાં આંગણું કેમ જાગી રહ્યું છે ? હતું એ તો હું ક્યારનો ખોઇ બેઠો મને કોણ મારાથી માગી રહ્યું છે ! જુદી છે હકીકત હવે સાવ તો પણ કશુંક શૂળની જેમ, વાગી રહ્યું છે [...]
February 5 2010
જીવી રહ્યો છું !
બધાથી અલગ સાવ જીવી રહ્યો છું ઘણું પી ગયો જિંદગી પી રહ્યો છું ! અજાણ્યું નથી એક પણ દર્દ દોસ્તો ! સ્વજન જેમ એને ય સીંચી રહ્યો છું ! નવા કે જૂના, ઘાવ તો ઘાવ છે બસ ઉતરડાય છે એમ, સીવી રહ્યો છું ! મને બહુ સમસ્યાએ ભીંસ્યો’તો અક્સર હવે હું સમસ્યાને ભીંસી રહ્યો છું [...]