Archive for March, 2010

સંબંધનો ઈતિહાસ…

અમે તો  કાચથી  પથરા ય તોડ્યા  છેપછી, મરજીમુજબ ટુકડા ય જોડ્યા  છે નથી ઉતર્યાં ગળે  એ સર્વ કિસ્સાનેબધા વચ્ચે, અને વટથી વખોડ્યા  છે અપેક્ષા  કોઈપાસે  કંઇ નથી રાખીતફાવત ખુદ, તફાવતથી મરોડ્યા  છે હતું જે હાથવેંતે  એય પામ્યા નહીંખરેટાણે  નસીબે માર્ગ મોડ્યા છે લખો  સંબંધનો  ઈતિહાસ,  તો લખજોઅમારાએ જ  અંતરિયાળ છોડ્યા  છે ! ડો. મહેશ રાવલ

છપાયેલ માણસ !

નથી ક્યાંય મળતો વિચારેલ  માણસ બતાવો  મને,  કોઈ  ધારેલ  માણસ વમળનેય પૂછયું  વલયનેય પૂછયું ગયો  ક્યાં  કિનારે  ઉતારેલ  માણસ ? નથી મ્યાનમાં  કે નથી ધ્યાનમાં પણ મળે  છે જ ક્યાં  જોખમાયેલ  માણસ ? પ્રસંગો  સુધી જઈને ઈતિહાસ  સર્જે નથી  એટલો  કેળવાયેલ  માણસ ? સરેઆમ  ચર્ચાય છે  લોકજીભે સમાચારરૂપે  છપાયેલ  માણસ ! ડૉ.  મહેશ રાવલ

ધારી તો જોજો !

બધી ધારણા  ફેર ધારી તો જોજો ! વિષય તારવીને વિચારી તો જોજો ! બધા રંગ થઈ જાય છે એક  છેલ્લે નજરને નિચોવી, નિતારી તો  જોજો ! “તરી જાય છે પથ્થરો  રામનામે” ગળે, અર્થ એનો ઉતારી તો જોજો ! પછી ક્યાં કશું  થઈ શકે, લાખ યત્ને બને તો  સ્વયંને  મઠારી તો જોજો ! કદી , હારવામાં [...]

વિચારે છે !

નીતરતી ચાંદનીમાં વદ વિચારે છે મનુષ્યો, હદ વિષે અનહદ વિચારે છે બધા સંબંધનો ઈતિહાસ છે સરખો બધા, સંબંધની સરહદ વિચારે છે ! અમુલ્ય જ છે મળે જે પ્રેમપૂર્વક તે ઘણાં એવા ય છે જે કદ વિચારે છે ! જણસ કરતાં ય થઈ ગઈ લાગણી સસ્તી હવે સહુ એ વકલને  રદ વિચારે છે ! વિસામો ક્યાં [...]

આવાગમન…

ખુદ વિષે ક્યાં ખાતરી આપી શકે ? માણસો  બસ અન્યને  માપી શકે ઘર બળે  કે સ્વપ્ન એને શું ફરક ? લોક કેવળ તાપણું  તાપી શકે ઘૂંટ કડવા પી ઉછેરે જાત, એ હર દશાનો  માર  ઘોળી પી શકે શક્યતા દેખાય જેને  જેટલી એટલી બસ એ મજલ કાપી શકે ! અંતને આરંભ ગણતાં આવડે એમનું આવાગમન દીપી શકે [...]