વરસાદમાં…

વરસાદી ભીનાશ....

કેવું  હ્રદય હરખાય છે વરસાદમાં !
નમણાંશ બમણી થાય છે વરસાદમાં

હોઠે ન આવી હોય એ વાતો બધી
શબ્દોવગર થઈ જાય છે વરસાદમાં !

તન મન દઝાડે જે પવન વૈશાખમાં
મલ્હાર ગાતો વાય છે વરસાદમાં

પાલવ ધરાનો કેટલો શોભે હરિત !
સુંદરપણું છલકાય છે વરસાદમાં

ખળખળ વહે છે સ્વપ્ન,જીવન સીંચતાં
કાંઠા સજીવન થાય છે વરસાદમાં

નીકળે ક્વચિત અપવાદ માણસ, આમ તો
પથરા ય પલળી જાય છે વરસાદમાં !

હર બુંદમાં દેખાય છે એની ઝલક
ઈશ્વર સ્વયં મલકાય છે વરસાદમાં !


ડૉ. મહેશ રાવલ

15 Comments

15 Responses to “વરસાદમાં…”

  1. સુંદર ગઝલ… છેલ્લો શેર ખૂબ જ સરસ…

    બાંટતા- શબ્દ જરા ભોંકાયો…

  2. વાહ..
    એક તરફ વરસાદી માહોલ ને વરસાદી ગઝલનું વાંચન…મઝા પડી.

  3. સરસ વરસાદી ગઝલ.

  4. વાહ ! વરસાદનો આલ્હાદ માણવા મળ્યો !

    હર બુંદમાં દેખાય છે એની ઝલક
    ઈશ્વર સ્વયં મલકાય છે વરસાદમાં !

    ગઝલ વાચતાં અને ઉપરના શેરની ઝલક પામતાં કયો ભાવક ન મલકાય ?
    - – ગિરીશ પરીખ

  5. P Shah says:

    પાલવ ધરાનો કેટલો શોભે હરિત !
    સુંદરપણું છલકાય છે વરસાદમાં…..

    સુંદર વરસાદી ગઝલ !

  6. Dr Pravin Sedani says:

    અફલાતુન !!! ફરિ એકવાર -આભિનન્દન -સેદાનિ

  7. Harnish Jani says:

    લો અમે તો પલળી ગયા !

    હર બુંદમાં દેખાય છે એની ઝલક
    મારી પ્રેમિકા મલકાય છે વરસાદમાં !

  8. વાંચી અને ગમી આ વરસાદી ગઝલ

  9. Ramesh Patel says:

    કેવું હ્રદય હરખાય છે વરસાદમાં !
    નમણાંશ બમણી થાય છે વરસાદમાં
    ……………
    આને કહેવાય તમે ભીંનોભીંનો વરસાદ ઝીલ્યો.
    મજાની વરસતી ગઝલ.
    રમેશ પટેલ(આકાશદીપ)

  10. વાહ મહેશભાઇ… માટીની મહેકથી ભરપુર એકદમ ભીની ભીની ગઝલ્

  11. હર બુંદમાં દેખાય છે એની ઝલક
    ઈશ્વર સ્વયં મલકાય છે વરસાદમાં !
    superb…

  12. Pinki says:

    ખળખળ વહે છે સ્વપ્ન,જીવન સીંચતાં
    કાંઠા સજીવન થાય છે વરસાદમાં !

    હર બુંદમાં દેખાય છે એની ઝલક
    ઈશ્વર સ્વયં મલકાય છે વરસાદમાં !

    સરસ વરસાદી ગઝલ.

    મારા વરસાદી સંગ્રહમાં સામેલ કરવા પરવાનગી માંગી લઉં છું. :)

  13. Suresh Lalan says:

    વાહ ! સુંદર ગઝલ.

  14. sudhir patel says:

    વરસાદી ગઝલનો આખરી શે’ર કાબિલે-દાદ છે !
    સુધીર પટેલ.

  15. nilam doshi says:

    વરસાદમાં તો ઇશ્વર મલકાય..સુન્દર કલ્પના..

Leave a Reply