દોડતો રાખ્યો મને…!

જે નથી એ પામવાએ દોડતો રાખ્યો મને....! વૉલપેપર ઈમેજ,કાયઝર હોસ્પિ.- કેલિફોર્નીયા.

સ્વપ્ન જેવા ઝાંઝવાએ દોડતો રાખ્યો મને
જે નથી, એ પામવાએ દોડતો રાખ્યો મને

કઈ હદે પહોંચ્યાં પછી અનહદ ગણાશું વિશ્વમાં
એ વિષે વિચારવાએ દોડતો રાખ્યો મને

મનઘડન અંધાર ઓઢી માત્ર ખુદને ઓળખે
એ ખૂણા અજવાળવાએ દોડતો રાખ્યો મને

જો ચડે તો કેમ ઊતરતાં નથી વળ ગર્વનાં ?
એ હકીકત જાણવાએ દોડતો રાખ્યો મને

શ્વાસ ‘ ને ઉચ્છવાસ વચ્ચે હોય છે હોવાપણું
જિંદગીભર, જીવવાએ દોડતો રાખ્યો મને

એ અલગ છે કે દિલાસા ખોતરે છે ઝખ્મ,પણ
દર્દ કરતાં તો દવાએ દોડતો રાખ્યો મને !

મૂર્ખ દોસ્તોથી તો સારા બુદ્ધિશાળી દુશ્મનો
તોય સાલ્લું ! જીતવાએ દોડતો રાખ્યો મને !


આ બ્લોગ પરની ૨૦૦મી ગઝલ…

છંદવિધાનઃરમલ ૨૬
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ડૉ. મહેશ રાવલ

16 Comments

16 Responses to “દોડતો રાખ્યો મને…!”

  1. દર વખતનેી જેમ આ પણ ખુબ સરસ ગઝલ.ગઝલ-સર્જનનેી તમારેી ઝડપ જોઇને આશ્ચર્ય અને આનંદ થાય છે.

  2. ડબલ સેન્ચ્યુરી બદલ અભિનંદન !
    ‘સ્વપ્ન જેવા ઝાંઝવાએ દોડતો રાખ્યો મને
    જે નથી, એ પામવાએ દોડતો રાખ્યો મને’

  3. Ramesh Patel says:

    એક એકથી અનેરી ગઝલના જાદુ આપે બ્લોગ પર સુંદર રીતે સજાવ્યાને
    મહેક સાત સાગરે છવાઈ ગઈ.ખૂબ ખૂબ અભિનંદન ડો.મહેશભાઈ.
    ………..
    રમેશ પટેલ(આકાશદીપ)

    વર્ષા ઋતુ ………રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit my site and leave a comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  4. http://www.drmahesh.rawal.us પર 200મી ગઝલ માટે અભિનંદન. ટહુકો પર મનોજપર્વ ચાલે છે ત્યારે ‘દોડતો રાખ્યો મને’ રદીફ આ ગઝલથી તમે તમારી રીતે અંજલિ આપી દીધી.

    મૂર્ખ દોસ્તોથી તો સારા બુદ્ધિશાળી દુશ્મનો
    તોય સાલ્લું ! જીતવાએ દોડતો રાખ્યો મને !

    મૂર્ખ અને બુદ્ધિશાળી કમેંટસ આપને દોડતા રાખે…

  5. સરસ ડબલ સેન્ચુરી..ચાલુ રાખો

  6. ૨૦૦મી ગઝલ..અભિનંદન મહેશભાઈ.
    સરસ મઝાની ગઝલોના સર્જન માટે ઈશ્વર આમ જ તમને દોડતાં રાખે તેવી શુભેચ્છાઓ.

  7. sapana says:

    જો ચડે તો કેમ ઊતરતાં નથી વળ ગર્વનાં ?
    એ હકીકત જાણવાએ દોડતો રાખ્યો મને

    બધાં શે’ર સરસ થયાં..
    તમારી ગઝલ વાંચવાં મને દોડતી રાખી!
    સપના

  8. Heena Parekh says:

    એ અલગ છે કે દિલાસા ખોતરે છે ઝખ્મ,પણ
    દર્દ કરતાં તો દવાએ દોડતો રાખ્યો મને !
    સરસ ગઝલ. અભિનંદન.

  9. શ્વાસ ‘ ને ઉચ્છવાસ વચ્ચે હોય છે હોવાપણું
    જિંદગીભર, જીવવાએ દોડતો રાખ્યો મને

    ખુબજ સરસ બધા જ શેર …. દરેકના ભાવ પણ ઉત્તમ…ગઝલસાંભળવી અને વાંચવી ગમે ….કદાચ શબ્દોના અર્થ પોતાની સમજ મુજબ હોઈ શકે…

    અભિનંદન….

  10. જીંદગી તો દોડવાનું કામ છે,
    ઊભીએ તો મોત એવું નામ છે.
    તમારી ગઝલ ગમી ગઈ, જરા થડકો લાગ્યો, તે લખાયું.
    “સાજ” મેવાડા

  11. આ વેબ સાઈટ પર ૨૦૦મી ગઝલ પોસ્ટ કરવા બદલ હાર્દિક અભિનંદન.

  12. sudhir patel says:

    કવિશ્રીને ૨૦૦મી ગઝલ આ બ્લોગ પર પ્રગટ કરવા બદલ દિલના અભિનંદન !
    આ ગઝલ પણ સરસ થઈ છે!
    સુધીર પટેલ.

  13. ગઝલપથ પર આપને દોડતાં દોડતાં 200 માં માઇલ સ્ટોને પહોચી શકવાનુ જે શ્રેય પ્રાપ્ત થયુ તે બદલ દીલી શુભેચ્છા….

  14. P Shah says:

    કવિશ્રીની 200મી સુંદર ગઝલ !

    અભિનંદન !

  15. મને એમ તો છન્દ એ બધા મ કૈ ખબર તો ના પદે પણ ગઝલ ખુબ સરસ હતી

    સમય મળે તો સમ જાવ વા વિનન્તિ….

  16. nilam doshi says:

    સરસ ગઝલ…એઝ યુઝવલ ફોર યુ..મહેશભાઇ..અભિનંદન

    આમે આપ ગઝલ રચનામાં દોડતા જ રહો છો ને ? ખૂબ ખૂબ દૉડી રહો..
    તમારી એક ગઝલ પંક્તિનો ઉપયોગ મારી કોલમ સંબન્ધસેતુમાં કરેલ છે..ફેસબુક પર મૂકેલ છે લીંક..જોઇ જશો.
    આભાર સાથે

Leave a Reply