હોય છે…!

કાચઘરની માછલી...

જિંદગી થઈ અવતરેલી હોય છે
એ તરસ, છળથી મઢેલી હોય છે

આમ સુક્કા લાગતા પેટાળમાં
કોઇ સરિતા ઊતરેલી હોય છે

છે અજાણ્યું કોણ એ વૈભવ થકી ?
ફળસભર ડાળી નમેલી હોય છે

છે હજૂ આજેય પડછાંયો અજય
કદ મુજબ હદ વિસ્તરેલી હોય છે

નામ આપ્યું હોય ઈચ્છાનું ભલે
પણ,અનિચ્છા વર્ણવેલી હોય છે !

કાચઘરમાં કેદ થઈ જે માછલી
કેટલા દરિયા તરેલી હોય છે !

ધોધ થઈને જે વછૂટે છે ત્વરિત
લાગણી, આથો ચડેલી હોય છે !


છંદવિધાનઃ
ગાલગાગા ગાલગાગા ગાલગા

ડૉ. મહેશ રાવલ

12 Comments

12 Responses to “હોય છે…!”

  1. સુંદર ગઝલ… આ બે શેર ખાસ ગમી ગયા.

    આમ સુક્કા લાગતા પેટાળમાં
    કોઇ સરિતા ઊતરેલી હોય છે

    અને

    કાચ ઘરમાં કેદ થઈ જે માછલી
    કેટલા દરિયા તરેલી હોય છે !

    બહોત ખુબ..

  2. pragnaju says:

    સ રસ ગઝલ
    નામ આપ્યું હોય ઈચ્છાનું ભલે
    પણ,અનિચ્છા વર્ણવેલી હોય છે !

    કાચ ઘરમાં કેદ થઈ જે માછલી
    કેટલા દરિયા તરેલી હોય છે !

    ધોધ થઈને જે વછૂટે છે ત્વરિત
    લાગણી, આથો ચડેલી હોય છે !
    વધુ ગમ્યા

  3. Sapan Shah says:

    Nice Gazal.
    Like It……

  4. Jagdish Mehta says:

    સરસ ગઝલ.
    ખુબ જ ગમી

  5. આમ સુક્કા લાગતા પેટાળમાં
    કોઇ સરિતા ઊતરેલી હોય છે

    કાચઘરમાં કેદ થઈ જે માછલી
    કેટલા દરિયા તરેલી હોય છે !

    - સરસ અભિવ્યક્તિ…

  6. જિંદગીના વિવિધ રંગોની સુંદર અભિવ્યક્તિ.

  7. P Shah says:

    સુંદર ગઝલ !
    સંવેદનોની સુંદર અભિવ્યક્તિ !

    આ શેર ખૂબ ગમ્યો-

    કાચઘરમાં કેદ થઈ જે માછલી
    કેટલા દરિયા તરેલી હોય છે !

    અભિનંદન !

    આપની એક ગઝલ ફિલિન્ગ્સ્ ના છેલ્લા અંકમાં વાંચી.
    સરસ છે. અહીં લીન્ક આપું છું-
    http://www.feelingsmultimedia.com/uploads/2010/07/1%20july,%202010/

  8. આભાર પ્રવીણભાઈ,
    મારી-” બહુ થાપ ખાધી છે”- ગઝલ ફિલિંગ્સમાં પ્રકાશીત થયાનો શ્રી વિજય રોહિતનો મને ઈ-મેઇલ મળ્યો ત્યારે,બધા મિત્રો સાથે એ આનંદ માણવા મેં ઈ-મેઇલ કરેલો..
    અને સુંદર પ્રતિભાવ સાથે બધા મિત્રોના પ્રત્યુત્તર પણ મળ્યા…

  9. સરસ ગઝલ મહેશભાઈ..

    કાચઘરમાં કેદ થઈ જે માછલી
    કેટલા દરિયા તરેલી હોય છે !

  10. marmi kavi says:

    સરસ ગઝલ…… આના ઉપર એક શેઅર…..

    દોસ્ત,કવિતા કે ગઝલ કંઇ પણ કહો ,
    ભીતરેથી અવતરેલી હોય છે .

  11. nilamhdoshi says:

    ધોધ થઈને જે વછૂટે છે ત્વરિત
    લાગણી, આથો ચડેલી હોય છે !

    like full gazal too..

  12. કાચઘરમાં કેદ થઈ જે માછલી
    કેટલા દરિયા તરેલી હોય છે !

    સ-રસ મજાની ગઝલ…

    મક્તાનાં શેરનો સંદેશ તો ખૂબ જ ગમ્યો, પરંતુ એ માટે ‘આથો ચડવા’ની ઉપમા મનને બહુ જચી નહીં ! ઈડલી-ઢોસા ને ખમણ-ઢોકળામાં ચડતો આથો યાદ આવી ગયો… :-)

Leave a Reply