RSS

મન ખોલતાં શીખ્યા…

12 Nov
અમે તો અશ્રુઓમાંથી ગઝલ ફંફોળતા શીખ્યા....

અમે તો અશ્રુઓમાંથી ગઝલ ફંફોળતા શીખ્યા….

 

અમે સંબંધ સાથે લાગણીને જોડતા શીખ્યા
પ્રથમ ખુદને મઠારી,અન્યને ઢંઢોળતા શીખ્યા

હજારોવાર જોયું છે અમે,અમને ઉઘાડીને
હતું જે કામનું-રાખી,નકામું છોડતા શીખ્યા

તમે હરખાવ છો ખામી બધી ખૂબી ગણાવીને
અમે ખામી અમારી ખૂબીઓમાં શોધતા શીખ્યા

નરો વા કુંજરો વા – નું વલણ રાખ્યું તમે કાયમ
અને એવું વલણ કાયમ અમે અવખોડતા શીખ્યા

ગણતરીપૂર્ણ રાખો છો તમે વહેવાર,રાખો તો
અમે વહેવારને વહેવારપૂર્વક તોલતા શીખ્યા

નથી મોટું સમયથી કંઇ, સમજણ એજ છે સાચી
અમે તો વારસાગત એ સમજ લઇ બોલતા શીખ્યા

જરૂરત શીખવે એથી વધારે કોઇ શીખવે નહીં
ક્રમાંકો દઇ, જરૂરતને અમે સંતોષતા શીખ્યા

તમારા અશ્રુમાં કલ્પાંત કરતા સ્વાર્થ બમણો છે
અમે તો અશ્રુઓમાંથી ગઝલ ફંફોળતા શીખ્યા

તફાવત એજ છે મોટો અમારા ‘ને તમારામાં
તમે અકબંધ રહી જીવ્યા અમે મન ખોલતા શીખ્યા

 

ડૉ.મહેશ રાવલ

 
13 Comments

Posted by on November 12, 2013 in my gazal

 

13 Responses to મન ખોલતાં શીખ્યા…

 1. Daxesh Contractor

  November 13, 2013 at 8:18 am

  તફાવત એ જ છે મોટો અમારા ‘ને તમારામાં
  તમે અકબંધ રહી જીવ્યા, અમે મન ખોલતા શીખ્યા.
  ખુબ સરસ ગઝલ મહેશભાઈ ..

   
 2. તેજસ શાહ

  November 13, 2013 at 4:09 pm

  વાહ! ચોથા શેરમાં લીધેલી રદીફની છૂટ ગઝલની ખામી નહિં પરંતુ ખૂબી બનીને શોભે છે. દરેક શેરમાં સરસ વાત! સુંદર ગઝલ

   
 3. Devika Dhruva

  November 13, 2013 at 6:13 pm

  નથી મોટું સમયથી કંઇ, સમજણ એજ છે સાચી
  અમે તો વારસાગત એ સમજ લઇ બોલતા શીખ્યા
  વાહ…

   
 4. Pravin Shah

  November 13, 2013 at 8:43 pm

  અમે મન ખોલતા શીખ્યા….આ મન ખોલી જીવવાની વાત ગમી.
  આખી ગઝલ સુંદર થઈ છે. અભિનંદન !

   
 5. MANHAR M.MODY ('MANN' PALANPURI)

  November 13, 2013 at 9:27 pm

  સુંદર ગઝલ. ઘણી શીખવા લાયક વાતો.

   
 6. અશોક જાની 'આનંદ'

  November 13, 2013 at 9:45 pm

  હજારોવાર જોયું છે અમે,અમને ઉઘાડીને
  હતું જે કામનું-રાખી,નકામું છોડતા શીખ્યા…વાહ…!!
  આખી સુંદર ગઝલનો મસ્ત શે’ર..

   
 7. Kirtikant Purohit

  November 13, 2013 at 10:22 pm

  અમે તો અશ્રુઓમાંથી ગઝલ ફંફોળતા શીખ્યા….

  વાહ… ગઝલની સુંદર વિભાવના.

   
 8. Anil Chavda

  November 14, 2013 at 12:16 am

  સુંદર ગઝલ થઈ છે મહેશભાઈ
  ક્યા બાત હૈ…

   
 9. સુનીલ શાહ

  December 5, 2013 at 8:32 am

  વાહ..પ્રત્યેક શેર કાબિલેદાદ. સાચે જ સુંદર અભિવ્યક્તિ.

   
 10. venunad

  January 6, 2014 at 7:06 am

  “તફાવત એજ છે મોટો અમારા ‘ને તમારામાં
  તમે અકબંધ રહી જીવ્યા અમે મન ખોલતા શીખ્યા”

  કવિની આ જ ખાસિયત હોય છે, તમે કહી દીધું.

   
 11. Darshana Nadkarni

  May 28, 2014 at 4:42 pm

  તફાવત એજ છે મોટો અમારા ‘ને તમારામાં
  તમે અકબંધ રહી જીવ્યા અમે મન ખોલતા શીખ્યા

  તમે બહુ સુન્દર વાત કહિ

   
 12. kartik shah

  December 25, 2014 at 12:03 am

  VERY TOUCHI.
  SAMBANDHONE SACHVI AME SHAKYA NAHI,
  LAGNI TO HATI GHANI AME DHOLI SHAKYA NAHI.

   
 13. kartik shah

  December 25, 2014 at 12:05 am

  NICE

   

Leave a Reply

Your email address will not be published.