RSS

ભોગવે છે સહુ…!

02 Dec

 

સમયનું ફેરવેલું ભોગવે છે સહુ...!

સમયનું ફેરવેલું ભોગવે છે સહુ…!

 

હિસાબે નીકળેલું ભોગવે છે સહુ
કરમનું કાલવેલું ભોગવે છે સહુ

જુદારાગ્રસ્ત ખુલ્લા ભેળિયારામાં
પરાણે ભેળવેલું ભોગવે છે સહુ

દશા કોની રહી છે એકસરખી અહીં
સમયનું ફેરવેલું ભોગવે છે સહુ

જનમજન્માંતરોથી ચાલતું આવ્યું
ચલણ, નક્કી કરેલું ભોગવે છે સહુ

અનિશ્ચિત ટેકણો પર ટેકવી ખુદને
વજૂદ પણ, ટેકવેલું ભોગવે છે સહુ !

ચળકતા કૈંક જોયા પારકા તેજે
બધું ક્યાં મેળવેલું ભોગવે છે સહુ !

અમસ્તું તો ભળે નહીં ઝેર ઈર્ષાનું
નજરનું ભેળવેલું ભોગવે છે સહુ

 

 
ડૉ.મહેશ રાવલ

 

 

 

 

 
5 Comments

Posted by on December 2, 2013 in my gazal

 

5 Responses to ભોગવે છે સહુ…!

  1. અશોક જાની 'આનંદ'

    December 2, 2013 at 10:55 pm

    જુદારાગ્રસ્ત ખુલ્લા ભેળિયારામાં
    પરાણે ભેળવેલું ભોગવે છે સહુ… ખુબ સરસ… ભેળિયારા, કાલવેલું જેવાં ઘણા સ્મૃતિમાંથી લોપ થઇ રહેલાં શબ્દોનો સુપેરે ઉપયોગ..
    મજાની ગઝલ…!!

     
  2. Dr P A Mevada

    December 3, 2013 at 9:51 am

    “ચળકતા કૈંક જોયા પારકા તેજે
    બધું ક્યાં મેળવેલું ભોગવે છે સહુ !”
    ખૂબજ સરસ કર્મની વાતને વણી લીધી છે.

     
  3. સુનીલ શાહ

    December 18, 2013 at 6:26 am

    વાહ મહેશભાઈ…બધા જ શેર મઝાના થયા છે. ખતાં મને વિશેષ ગમ્યો…
    અનિશ્ચિત ટેકણો પર ટેકવી ખુદને
    વજૂદ પણ, ટેકવેલું ભોગવે છે સહુ !

     
  4. Pravin Shah

    December 19, 2013 at 3:15 am

    અમસ્તું તો ભળે નહીં ઝેર ઈર્ષાનું
    નજરનું ભેળવેલું ભોગવે છે સહુ ….
    સરસ !
    કેટલાક ના સાંભળેલા શબ્દોનો પ્રયોગ સુપેરે થયો છે.
    આનંદ !

     
  5. Kirtikant Purohit

    December 20, 2013 at 11:48 pm

    ચળકતા કૈંક જોયા પારકા તેજે
    બધું ક્યાં મેળવેલું ભોગવે છે સહુ !

    વાહ.. મસ્ત ગઝલ કહી મહેશભાઇ…..

     

Leave a Reply

Your email address will not be published.