RSS

કૈં રમત વાત છે…!

18 Dec
ઉઘડવું પડે દ્રષ્ટિ-મન,બેયથી...

ઉઘડવું પડે દ્રષ્ટિ-મન,બેયથી…

 

શબદ સાધવો કૈં રમત વાત છે
મરમ જાણવો કૈં રમત વાત છે !

અરે ! જન્મ સાતેય ઓછાં પડે
પરમ પામવો કૈં રમત વાત છે

ઉઘડવું પડે દ્રષ્ટિ-મન બેયથી
અલખ ભાળવો કૈં રમત વાત છે

થશે તો, થશે ભાગ સરખા બધા
ફરક રાખવો કૈં રમત વાત છે !

ઉહાપોહ  ‘ને સનસનાટી વગર
મનખ માણવો કૈં રમત વાત છે !

કમિટમેન્ટ એફર્ટમાં જોઇએ
અહમ નાથવો કૈં રમત વાત છે !

ગળાવું પડે કૈંક ગરણે “મહેશ”
કસબ આગવો, કૈં રમત વાત છે !

 

ડૉ.મહેશ રાવલ

 
5 Comments

Posted by on December 18, 2013 in my gazal

 

5 Responses to કૈં રમત વાત છે…!

  1. અશોક જાની 'આનંદ'

    December 18, 2013 at 10:24 pm

    ઉઘડવું પડે દ્રષ્ટિ-મન બેયથી
    અલખ ભાળવો કૈં રમત વાત છે …. વાહ મજાની ગઝલનો વધુ ગમેલો શે’ર..!!

     
  2. Pravin Shah

    December 19, 2013 at 3:19 am

    ગળાવું પડે કૈંક ગરણે “મહેશ”….
    સુંદર મત્લા-મક્તાથી શોભત, નવિન રદીફને હળવેથી ઉપાડતી
    એક મનભાવન ગઝલ !
    અભિનઁદન, મહેશભાઈ !

     
  3. MANHAR M.MODY ('MANN' PALANPURI)

    December 20, 2013 at 8:40 am

    વાહ મહેશભાઈ મસ્ત ગઝલ.

     
  4. Kirtikant Purohit

    December 20, 2013 at 11:46 pm

    થશે તો, થશે ભાગ સરખા બધા
    ફરક રાખવો કૈં રમત વાત છે !

    ઉહાપોહ ‘ને સનસનાટી વગર
    મનખ માણવો કૈં રમત વાત છે !

    સાત ચક્રોના ચિત્ર સાથે સરસ ગહન ચિઁતનની ગઝલ્.ભૈ વાહ….

     
  5. venunad

    January 6, 2014 at 7:04 am

    અરે ! જન્મ સાતેય ઓછાં પડે
    પરમ પામવો કૈં રમત વાત છે.

    ખૂબજ સાચી વાત કહી.

     

Leave a Reply

Your email address will not be published.