RSS

વિચારી જો…!

29 Jan
વળી તારા તરફ, એ ત્રણ વિચારી જો !

વળી તારા તરફ, એ ત્રણ વિચારી જો !

 

તને દરિયો ગમે કે રણ, વિચારી જો
અને કાં બેય વચ્ચે, પણ વિચારી જો !

બદલશે ધારણા સીધી તફાવતમાં
તરસનાં મૂળ, ‘ને કારણ વિચારી જો

બધા સંબંધ પાછળ કંઇક હોવાનું
હકીકત જાણવા, જણ-જણ વિચારી જો

અધૂરા પર્વ જેવા સ્વપ્ન વચ્ચેથી
ઉજવણું થાય એવી ક્ષણ વિચારી જો

સરળ છે અંગૂલીનિર્દેશ બીજા પર
વળી તારા તરફ, એ ત્રણ વિચારી જો !

પછી નહીં માર મેણું કોઇ ઈશ્વરને
મળે છે રોજ, એ ચાવણ વિચારી જો

સતત વૈશાખ વેઠ્યો જેમણે કાયમ
જરા, એ આંખનાં શ્રાવણ વિચારી જો !

 

ડૉ.મહેશ રાવલ

 
8 Comments

Posted by on January 29, 2014 in my gazal

 

8 Responses to વિચારી જો…!

  1. તેજસ શાહ

    January 29, 2014 at 10:17 pm

    વાહ! દરેક શેર દાદ માંગે એવા! મજબૂત ગઝલ

     
  2. Manhar Mody ('Mann' Palanpuri)

    January 29, 2014 at 11:21 pm

    વાહ મજેદાર ગઝલ. સરળ કાફિયાથી સુંદર ઉપાડ

     
  3. ... અશોક જાની 'આનંદ'

    January 30, 2014 at 1:42 am

    અધૂરા પર્વ જેવા સ્વપ્ન વચ્ચેથી
    ઉજવણું થાય એવી ક્ષણ વિચારી જો…. ખુબ સુંદર શે’ર સહિત આખી ગઝલ ગમી…

     
  4. Dr P A Mevada

    January 30, 2014 at 8:13 am

    “બધા સંબંધ પાછળ કંઇક હોવાનું
    હકીકત જાણવા, જણ-જણ વિચારી જો”
    ખૂબજ અર્થ-સભર પંક્તિઓ, વાહ, આખી ગઝલ માણી અને ગમી.

     
  5. Devika Dhruva

    January 30, 2014 at 8:17 am

    ક્યા બાત હૈ…ક્યા બાત્…

     
  6. Pravin Shah

    January 31, 2014 at 8:04 pm

    વળી તારા તરફ, એ ત્રણ વિચારી જો…..

    સરસ અંગુલીનિર્દેશ બતાવ્યો.

    દરેક કાફિયાને સુપેરે નિભાવતી સુંદર ગઝલ !

     
  7. Kirtikant Purohit

    February 1, 2014 at 12:01 am

    અધૂરા પર્વ જેવા સ્વપ્ન વચ્ચેથી
    ઉજવણું થાય એવી ક્ષણ વિચારી જો

    બધી જ રીતે સુન્દર ગઝલ્. અભિનઁદન.

     
  8. Anonymous

    February 1, 2014 at 12:52 am

    મજેદાર.સશક્ત અભિવ્યક્તિ

     

Leave a Reply

Your email address will not be published.