RSS

ગણાય છે…!

23 Feb
હવે તો પાંચિકા ય જર-ઝવેરમાં ગણાય છે...!

હવે તો પાંચિકા ય જર-ઝવેરમાં ગણાય છે…!

 

જરાક હોય તોય ફેર, ફેરમાં ગણાય છે
કદાચ દેર એટલે અંધેરમાં ગણાય છે !

અભાવમાં જ ખ્યાલ આવતો જણાય,ભાવનો
અમસ્તું તો બધું ય માનભેરમાં ગણાય છે

હર્યું-ભર્યું હશે હ્રદય,અગાધ લાગણીસભર
એ આમ આદમી ય, ધનકૂબેરમાં ગણાય છે

અમીરને અમીરની સહાય રખરખાવ,પણ
ખાનાખરાબને મદદ, મહેરમાં ગણાય છે !

બધું હોય પણ ન હોય સભ્યતા-વિવેક, તો
અણાવડત ભરેલ અણઉછેરમાં ગણાય છે

પરંપરા ન ગોઠી કે  ન પૂર્ણ આધુનિક થયાં
હવે તો પાંચિકા ય, જર-ઝવેરમાં ગણાય છે !

ન રહી શકાય કામ ક્રોધ લોભ મોહથી પરે
મનુષ્ય એજ કારણે કહેરમાં ગણાય છે

 

 

ડૉ.મહેશ રાવલ

 
6 Comments

Posted by on February 23, 2014 in my gazal

 

6 Responses to ગણાય છે…!

  1. અશોક જાની 'આનંદ'

    February 23, 2014 at 11:08 pm

    હર્યું-ભર્યું હશે હ્રદય,અગાધ લાગણીસભર
    એ આમ આદમી ય, ધનકૂબેરમાં ગણાય છે…વાહ સુંદર ગઝલનો વધુ ગમી ગયેલો શે’ર….

     
  2. Pravin Shah

    February 23, 2014 at 11:26 pm

    હર્યું-ભર્યું હશે હ્રદય,અગાધ લાગણીસભર
    એ આમ આદમી ય, ધનકૂબેરમાં ગણાય છે….

    વાહ ! ધનકુબેરની સુંદર વ્યાખ્યા આપી.
    ગઝલના બધા જ પાસાઓ ગમ્યા.
    સુંદર ગઝલ !

     
  3. Kirtikant Purohit

    February 23, 2014 at 11:48 pm

    બહુ જ સરસ્ એક્દમ નવી અભિવ્યક્તિ. વાહ..

    પરંપરા ન ગોઠી કે ન પૂર્ણ આધુનિક થયાં
    હવે તો પાંચિકા ય, જર-ઝવેરમાં ગણાય છે !

     
  4. સુનીલ શાહ

    February 24, 2014 at 6:12 am

    સરસ–સશક્ત અભિવ્યક્તિ. ‘લગા’ ના આવર્તનોમાં પાણીદાર ગઝલ. અભિનંદન મહેશભાઈ

     
  5. kishoremodi

    February 24, 2014 at 10:48 am

    સુંદર ગઝલ ગઝલ ગમી.

     
  6. Dr P A Mevada

    February 26, 2014 at 9:57 am

    “જરાક હોય તોય ફેર, ફેરમાં ગણાય છે
    કદાચ દેર એટલે અંધેરમાં ગણાય છે !

    અભાવમાં જ ખ્યાલ આવતો જણાય,ભાવનો
    અમસ્તું તો બધું ય માનભેરમાં ગણાય છે”
    વાહ, ખૂબજ સુંદર પંક્તિઓ અને ગઝલ પણ!

     

Leave a Reply

Your email address will not be published.