RSS

પલળતા થયા છે…!

13 Mar
હવે પથ્થરો પણ પલળતા થયા છે...!

હવે પથ્થરો પણ પલળતા થયા છે…!

 

અરથ લાગણીનો સમજતા થયા છે
હવે પથ્થરો પણ,પલળતા થયા છે

વલણ વાદળોનું ય કૂણું પડ્યું, જો!
ગરજતા હતા એ વરસતા થયા છે

બધાથી જે અતડા રહ્યા જિંદગીભર
મિલનસાર થઇ એય, મળતા થયા છે

ફરક કોણ કે’છે નથી કંઇ પડ્યો,અહીં
ફરક જે હતા એજ ફરતા થયા છે !

સ-કારણ કહો કે અ-કારણ, બદલવું
ન બદલ્યા કદી,એ બદલતા થયા છે

હજૂ કાલ લગ જે હતા ભીંત નક્કર
હવે એ ધજા થઇ ફરકતા થયા છે !

બરડ હોય એનું બટકવું સહજ છે
સમય પારખી, લોક નમતા થયા છે !!

 

ડૉ.મહેશ રાવલ

 
11 Comments

Posted by on March 13, 2014 in my gazal

 

11 Responses to પલળતા થયા છે…!

  1. Daxesh Contractor

    March 13, 2014 at 9:18 pm

    હવે પથ્થરો પણ,પલળતા થયા છે ..
    વાહ, સરસ ગઝલ

     
  2. સુનીલ શાહ

    March 14, 2014 at 4:00 am

    સરળ, સુંદર, સશક્ત અભિવ્યક્તિ.

     
  3. vijay D shah

    March 14, 2014 at 4:32 am

    બરડ હોય એનું બટકવું સહજ છે
    સમય પારખી, લોક નમતા થયા છે !
    બહુ જ મઝાની..

     
  4. vijay joshi

    March 14, 2014 at 6:21 am

    Beautiful narrative of even more beautifully wondrous thoughts in every stanza. Loved it

     
  5. Dr P A Mevada

    March 14, 2014 at 7:44 am

    “અરથ લાગણીનો સમજતા થયા છે
    હવે પથ્થરો પણ,પલળતા થયા છે ”
    ખૂબજ સુંદર શૅર! અને ગઝલ્!

     
  6. Devika Dhruva

    March 14, 2014 at 9:17 am

    આખી ગઝલ સુંદર અને મક્તા તો ખુબ જ અર્થસભર…

     
  7. Kirtikant Purohit

    March 15, 2014 at 10:58 pm

    હજૂ કાલ લગ જે હતા ભીંત નક્કર
    હવે એ ધજા થઇ ફરકતા થયા છે !

    સરસ શેર બન્યો છે. હંમેશ મુજબ સુંદર ગઝલ.

     
  8. અશોક જાની 'આનંદ'

    March 16, 2014 at 5:19 am

    વલણ વાદળોનું ય કૂણું પડ્યું, જો!
    ગરજતા હતા એ વરસતા થયા છે ..

    વાહ મહેશભાઈ.. આ ખુબ ગમ્યું… આમ તો આખી ગઝલ ગમે એવી..

     
  9. Pravin Shah

    March 17, 2014 at 7:18 pm

    હવે એ ધજા થઇ ફરકતા થયા છે !

    સુંદર વાત કહી ! બધા જ શેર સરસ રીતે અભિવ્યક્ત થયા છે.

    અભિનંદન !

     
  10. Sudhir Patel

    March 22, 2014 at 6:19 am

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

     
  11. સુનીલ શાહ

    March 27, 2014 at 8:47 pm

    બરડ હોય એનું બટકવું સહજ છે
    સમય પારખી, લોક નમતા થયા છે !
    વાહ..મહેશભાઈ સુંદર, સશક્ત અભિવ્યક્તિ

     

Leave a Reply

Your email address will not be published.