RSS

જેવું નથી…!

10 Apr
"ફળ લચેલાં વૃક્ષ છે,એ નમેલાં હોય" પણ

ફળ લચેલાં વૃક્ષ છે,એ નમેલાં હોય, પણ

 

છે ખબર બસ એટલી કે ખબર જેવું નથી
બે-અસર છું એ હદે, કંઇ અસર જેવું નથી !

કોણજાણે ચોતરફ કઇ વકલનું છે તમસ
સાવ ખુલ્લી આંખ છે પણ નજર જેવું નથી

ભીંત કેવળ ભીંતથી સાંકળે છે ભીંતને
માળખાની ભીડમાં, ક્યાંય ઘર જેવું નથી

બહારથી દેખાય છે આમ તો ભરચક બધાં
ભીતરે, મનમાં કશું તરબતર જેવું નથી !

ફળ લચેલાં વૃક્ષ છે, એ નમેલાં હોય,પણ
એ વિષયમાં કોઇ અહીં, માતબર જેવું નથી

શૂન્ય પાસે તો ફકત હોય નકરી શૂન્યતા
શૂન્યના ઘરમાં સભર કે વગર જેવું નથી !

મૃત્યુના પણ કેટલા રૂપ છે અહીંંયાં “મહેશ”
થાય છે સપના દફન પણ કબર જેવું નથી !

 

ડૉ.મહેશ રાવલ

 
11 Comments

Posted by on April 10, 2014 in my gazal

 

11 Responses to જેવું નથી…!

  1. Valibhai Musa

    April 11, 2014 at 1:18 am

    મૃત્યુનાં પણ કેટલાં રૂપ છે અહીંંયાં “મહેશ”
    થાય છે સપનાં દફન પણ કબર જેવું નથી !

    વાહ, બહુ સરસ !

     
  2. Daxesh Contractor

    April 11, 2014 at 8:56 am

    વાહ …
    મૃત્યુના પણ કેટલા રૂપ છે અહીંંયાં “મહેશ”
    થાય છે સપના દફન પણ કબર જેવું નથી !

     
  3. સુનીલ શાહ

    April 12, 2014 at 9:06 am

    ભઈ વાહ…! એકેએક શેર પાણીદાર થયા છે. સુંદર ગઝલ મહેશભાઈ.

     
  4. sapana

    April 12, 2014 at 9:10 am

    વાહ સરસ ગઝલ

     
  5. Shah Pravinchandra Ksaurchand

    April 12, 2014 at 12:20 pm

    હમણાં વાંચ્યું’તું કે ગુજરાતી ભાષાને આવતા સો વર્ષો સુધી લુપ્ત થવાનો ભય નથી.
    આવી ઉત્તમ રચાનાઓ વાંચ્યા પછી લાગે છે કે ગુજરાતી સદાકાળ જીવંત રહેવા સર્જાઈ છે.

     
  6. Dr P A Mevada

    April 13, 2014 at 1:56 am

    મૃત્યુના પણ કેટલા રૂપ છે અહીંંયાં “મહેશ”
    થાય છે સપના દફન પણ કબર જેવું નથી !
    કાબિલે દાદ શૅર છે.

     
  7. Kirtikant Purohit

    April 13, 2014 at 6:24 am

    ભીંત કેવળ ભીંતથી સાંકળે છે ભીંતને
    માળખાની ભીડમાં, ક્યાંય ઘર જેવું નથી

    દરેક શેરની માતબરતા માટે ખાસ અભિનન્દન .

     
  8. Jignesh Adhyaru

    April 14, 2014 at 12:56 am

    વાહ મહેશભાઈ,

    સાંગોપાંગ સુંદર ગઝલ થઈ છે…

    અભિનંદન અને શુભકામનાઓ…

     
  9. અશોક જાની 'આનંદ'

    April 16, 2014 at 12:23 am

    મસ્ત ગઝલ…ગમી

     
  10. Sudhir Patel

    April 23, 2014 at 2:35 pm

    ખૂબ સુંદર ગઝલનો મક્તા લાજવાબ છે!
    સુધીર પટેલ.

     
  11. Darshana Nadkarni

    May 27, 2014 at 9:13 pm

    મૃત્યુના પણ કેટલા રૂપ છે અહીંંયાં “મહેશ”
    થાય છે સપના દફન પણ કબર જેવું નથી !

    ખુબ સરસ ભાવ સાથે મક્તા મુકયો છે – વાહ.

     

Leave a Reply

Your email address will not be published.