RSS

બસ આટલું છે !

31 Jul
દબદબો પણ કહી શકો કહી દ્યો ફકીરી...

દબદબો પણ કહી શકો કહી દ્યો ફકીરી…

 

આ તરફથી એ તરફ, બસ આટલું છે
આ ચરણનું આચરણ બસ આટલું છે !

દબદબો પણ કહી શકો કહી દ્યો ફકીરી
ફૂલ છે ઝાકળસભર, બસ આટલું છે

વીંઝણો વીંઝાય ભીતર શ્વાસનો, ‘ને
રાખનું ઝળહળ નગર, બસ આટલું છે

નામ બદલે રૂપ બદલે ખોળિયું,પણ
હોય છે આત્મા અમર, બસ આટલું છે

શૂન્ય નિપજે શૂન્યમાંથી, શૂન્યતા લઇ
આપણું આવાગમન બસ આટલું છે !

સત્ય એકજ છે અને એ પણ સનાતન
એજ કેવળ છે અફર, બસ આટલું છે

છે મથામણ જીવને જીવાડવાની
નામ દીધું – જીવતર, બસ આટલું છે !

 

ડૉ.મહેશ રાવલ

 

 
 

11 Responses to બસ આટલું છે !

  1. Anil Chavda

    August 1, 2014 at 1:11 am

    આ તરફથી એ તરફ, બસ આટલું છે
    આ ચરણનું આચરણ બસ આટલું છે !

    અચ્છા હૈ મહેશભાઈ

     
  2. વિવેક ટેલર

    August 1, 2014 at 4:58 am

    શ્વાસનો વીંઝણો તો ભઈ, વાહ ! મજા આવી…

     
  3. sneha patel - akshitarak

    August 1, 2014 at 6:36 am

    બહુ જ સરસ રચના.

     
  4. Kirtikant Purohit

    August 1, 2014 at 7:55 am

    વાહ્. બધ જ શેર સુન્દર કલ્પનના માણ્યા. લગે રહો ભૈયા..

     
  5. સુનીલ શાહ

    August 1, 2014 at 8:10 am

    છે મથામણ જીવને જીવાડવાની
    નામ દીધું – જીવતર, બસ આટલું છે !
    વાહ…તમારા શબ્દોમાં સચ્ચાઈનો રણકો સતત સંભળાતો હોય છે. આખી ગઝલ મસ્ત…પણ,છેલ્લો શેર સ્પર્શી ગયો.

     
  6. Daxesh Contractor

    August 1, 2014 at 8:33 am

    મજાની ગઝલ .. આ શેર બહુ ગમ્યો

    છે મથામણ જીવને જીવાડવાની
    નામ દીધું – જીવતર, બસ આટલું છે !
    * * * *
    દબદબો પણ કહી શકો, કહી દ્યો ફકીરી
    ને બદલે
    દબદબો પણ કહી શકો, અથવા ફકીરી
    ફૂલ છે ઝાકળસભર, બસ આટલું છે
    એમ કરો તો કેવું… અર્થ સ્પષ્ટ રીતે ઉજાગર થાય તો વધુ મજા પડે એમ મને લાગે છે…

     
  7. Valibhai Musa

    August 1, 2014 at 1:42 pm

    આ તરફથી એ તરફ ….
    આ ચરણનું આચરણ ….
    વાહ, સરસ મજાની શબ્દચમત્કૃતી !
    અને, ગઝલ પણ લાજવાબ !

     
  8. અશોક જાની 'આનંદ'

    August 2, 2014 at 4:09 am

    દબદબો પણ કહી શકો કહી દ્યો ફકીરી
    ફૂલ છે ઝાકળસભર, બસ આટલું છે…વાહ ખુબ જ ગમ્યું.. આખેી ગઝલ આધ્યાત્મના ભાવોથી ભરી ભરી…ક્ષમા યાચના સાથે.. ચોથા શે’રમાં ‘આત્મા’ની જગ્યાએ ‘આતમ’ કર્યુઁ હોય તો ..?!!

     
  9. sapana

    August 6, 2014 at 9:58 pm

    વીંઝણો વીંઝાય ભીતર શ્વાસનો, ‘ને
    રાખનું ઝળહળ નગર, બસ આટલું છે અને મકતા પણ ખૂબ સરસ

     
  10. Sureshkumar G. Vithalani

    August 12, 2014 at 4:09 am

    A really very good Gazal ! Congratulations and thanks for This Wonderful Gazal.

     
  11. લક્ષ્મી ડોબરિયા

    October 24, 2014 at 10:10 pm

    બસ, આટલું છે… માં ઘણું આવી ગયું.

     

Leave a Reply

Your email address will not be published.