RSS

સંજોગ તો સંજોગ છે !

25 Sep
સાક્ષી તરીકે ગ્રંથ ઉથલાવી જૂઓ ઈતિહાસનાં....

સાક્ષી તરીકે ગ્રંથ ઉથલાવી જૂઓ ઈતિહાસનાં….

 

નહીં ખૂલે એ ખોલશે, સંજોગ તો સંજોગ છે
‘ને એ પછી, ધમરોળશે સંજોગ તો સંજોગ છે

સાક્ષી તરીકે ગ્રંથ ઉથલાવી જૂઓ ઈતિહાસનાં
એકેક પાનું  બોલશે સંજોગ તો સંજોગ છે !

એનાં સ્વભાવે મૂળથી, નિર્માણ છે  ‘ને ધ્વંસ છે
સમથળ નથી એ તોડશે સંજોગ તો સંજોગ છે

તરફેણ કરવાની કલા શીખ્યો નથી એ જન્મથી
એકેકને ઝંઝોડશે સંજોગ તો સંજોગ છે !

સંભવ નથી એની નજરમાંથી છટકવું કોઇથી
ખૂણે-ખૂણામાં શોધશે, સંજોગ તો સંજોગ છે

ઉક્લ્યો નથી એ કોયડો એકેયરીતે, કોઇથી
તું પણ મથામણ છોડજે સંજોગ તો સંજોગ છે !

નહીં અંતથી આરંભથી નહીં કોઇ મતલબ મધ્યથી
એની કથા કૈં ઓર છે સંજોગ તો સંજોગ છે !

 

©ડૉ.મહેશ રાવલ

 
8 Comments

Posted by on September 25, 2014 in my gazal

 

8 Responses to સંજોગ તો સંજોગ છે !

  1. sapana

    September 25, 2014 at 4:49 am

    વાહ સરસ રદિફ અને સરસ ગઝલ્..ગમી ગઈ

     
  2. અશોક જાની 'આનંદ'

    September 25, 2014 at 5:12 am

    આખી ગઝલ્ નવા રદીફની સાથે એકદમ ખળખળ વહી જાય છે .. ગમ્યુઁ

     
  3. Daxesh Contractor

    September 25, 2014 at 8:05 am

    સાક્ષી તરીકે ગ્રંથ ઉથલાવી જૂઓ ઈતિહાસનાં
    એકેક પાનું બોલશે સંજોગ તો સંજોગ છે !
    🙂
    તરફેણ કરવાની કલા શીખ્યો નથી એ જન્મથી
    એકેકને ઝંઝોડશે સંજોગ તો સંજોગ છે !
    સત્ય વચન …

     
  4. Kirtikant Purohit

    October 9, 2014 at 11:02 pm

    સંજોગ તો સંજોગ છે !

    આ રદીફ જેટલી જ નવિનતા ગઝલમાં આણી છે. ભાઇ વાહ..વાહ..

     
  5. kishoremodi

    October 12, 2014 at 4:12 pm

    લાંબી અને નવીન રદીફમાં કહેવાયેલી મનનીય તેમજ મનોમંથન પ્રેરતી સુંદર ગઝલ
    મારા દિલી અભિનંદન

     
  6. Anil Chavda

    October 13, 2014 at 12:01 am

    સંજોગ તો સંજોગ છે
    જેવી અઘરી રદીફને ખૂબ સારી રીતે નિભાવી છે મહેશભાઈ
    મજા પડી

     
  7. લક્ષ્મી ડોબરિયા

    October 24, 2014 at 10:06 pm

    ખૂબ જ સરસ ગઝલ.

     
  8. nilam doshi

    February 9, 2015 at 7:01 am

    maheshbhai, today read and enjoy yr many gazals..just superb. liked it.congrats for all..

     

Leave a Reply

Your email address will not be published.