RSS

અર્થ કોને આવડે છે..!

08 Feb

dead_sea_sunset (1)

અર્થને વિસ્તારવાનો અર્થ કોને આવડે છે
ધારણાથી પર થવાનો અર્થ કોને આવડે છે

આપણી કહી જિંદગીને જીવથી વ્હાલી ગણી, પણ
અન્યખાતર જીવવાનો અર્થ કોને આવડે છે !

ના કહેવી આમ તો આસાન છે પણ, એજ ઝડપે
હા કહી આગળ થવાનો અર્થ કોને આવડે છે !

તડ હશે ત્યાંથી જ તૂટે પાત્ર હો  કે પાત્રતા
પણ, ખરેખર તૂટવાનો અર્થ કોને આવડે છે

ભીડ વચ્ચે ક્યાં મળે છે કોઇને એકાંત જેવું
એ હદે પરવારવાનો અર્થ કોને આવડે છે !

હાથ છેલ્લે સત્યનો રહેશે ઉપર, નક્કી જ છે પણ
સત્યને સ્વીકારવાનો અર્થ કોને આવડે છે

કંઇ નથી અટકી જવાનું કોઇના ચાલ્યા જવાથી
પણ જાય છે, એના જવાનો અર્થ કોને આવડે છે

 

©ડૉ.મહેશ રાવલ

 
4 Comments

Posted by on February 8, 2015 in my gazal

 

4 Responses to અર્થ કોને આવડે છે..!

  1. Kirtikant Purohit

    February 8, 2015 at 11:47 pm

    અર્થ કોને આવડે છે !

    સુન્દર જિઁદગીનો અર્થવિસ્તાર એવાજ સરસ રદીફ સાથે સરસ રહયો.

     
  2. Valibhai Musa

    February 9, 2015 at 11:07 am

    કંઇ નથી અટકી જવાનું કોઇના ચાલ્યા જવાથી
    પણ જાય છે, એના જવાનો અર્થ કોને આવડે છે
    આફરિન !

    ગાલિબ સાહેબનો આ શેર યાદ આવી ગયો :

    ગાલિબ-એ-ખસ્ત:કે બિગૈર, કૌન સે કામ બન્દ હૈ,
    રોઈએ જાર જાર ક્યા, કીજિયે હાય હાય ક્યોં !

     
  3. અશોક જાની 'આનંદ'

    February 13, 2015 at 8:45 pm

    તડ હશે ત્યાંથી જ તૂટે પાત્ર હો કે પાત્રતા
    પણ, ખરેખર તૂટવાનો અર્થ કોને આવડે છે…ક્યા બાત્..

    આખી ગઝલ ગમી …!!

     
  4. P.K.Davda

    April 10, 2015 at 11:15 am

    કંઇ નથી અટકી જવાનું કોઇના ચાલ્યા જવાથી
    પણ જાય છે, એના જવાનો અર્થ કોને આવડે છે

    મને હવે થોડૉ આવડે છે.

     

Leave a Reply

Your email address will not be published.