RSS

રઘવાટ શેનો છે…

07 Mar
છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે..!

છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે..!

ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે
છો સાવ હળવાં ફૂલ તો, આ ભાર શેનો છે !

તમને ગણાવો છો તમે સહુથી અલિપ્ત, તો
ભીની જણાતી આંખમાં તલસાટ શેનો છે

કોરી જ પાટી હો તમારા મન-વિચારની
છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે !

નહીં મોહ નહીં માયા ન કંઇ વળગણ કશાયનું
તો પ્રશ્ન એ છે કે, વિરોધાભાસ શેનો છે

ધારણ કરેલું ધૈર્ય આડંબર ન હોય તો
વાણી ને વર્તન બેયમાં ઉત્પાત શેનો છે

કરતાં નથી ક્યારેય જો તરફેણ કોઇની
મુઠ્ઠી વળેલાં હાથને આધાર શેનો છે !

ખોટું સ્વયં કરતા નથી, કરવા નથી દેતાં
તો સત્ય પ્રત્યે આટલો ધિક્કાર શેનો છે

 

©ડૉ.મહેશ રાવલ

 
7 Comments

Posted by on March 7, 2015 in my gazal

 

7 Responses to રઘવાટ શેનો છે…

  1. BHARAT

    March 8, 2015 at 11:45 am

    બહોત ખૂબ….

     
  2. chiman Patel "chaman'

    March 8, 2015 at 4:28 pm

    ભીની જણાતી આંખમાં તલસાટ શેનો છે?
    સરસ
    મક્તામાં તમારું નામ કેમ નથી?
    ‘ચમન’

     
  3. વિવેક ટેલર

    March 9, 2015 at 12:15 am

    સુંદર ગઝલ…

     
  4. અશોક જાની 'આનંદ'

    March 9, 2015 at 6:17 am

    કોરી જ પાટી હો તમારા મન-વિચારની
    છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે !.. ક્યા બાત ..!!

    સુંદર ગઝલ…

     
  5. Kirtikant Purohit

    March 10, 2015 at 10:57 pm

    કોરી જ પાટી હો તમારા મન-વિચારની
    છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે !..

    ગુલદસ્તાનું આ પુષ્પગુચ્છ ઘણું ગમ્યું.

     
  6. Pravin Shah

    March 24, 2015 at 3:11 am

    ભીની આંખોમાં તલસાટ, વાણી વર્તન્માં ઉત્પાત, જ્યાં-ત્યાં વિરોધાભાસ અને રઘવાટ, હાંસિયામાં છેકછાક—- સઘળે સઘળું ઠીકઠાક છે…. આખી ગઝલ સુંદર થઇ છે… અભિનંદન !

     
  7. P.K.Davda

    April 10, 2015 at 11:13 am

    એકે એક સવાલ સચોટ છે. એકે એક વર્તનને ઉઘાડા પાડે છે. આવું તો મહેશભાઈ જ લખી શકે.
    -પી. કે. દાવડા

     

Leave a Reply

Your email address will not be published.