RSS

આંતરી બેઠા છીએ…

10 Apr
સમજણ ગણીને, ગેરસમજણ ગોઠવી બેઠા છીએ...!

સમજણ ગણીને, ગેરસમજણ ગોઠવી બેઠા છીએ…!

 

સહુનાં  ગજાનું  સહુ  અહીં  છળ  આચરી  બેઠા છીએ
સમજણ  તરીકે,  ગેરસમજણ  ગોઠવી   બેઠા  છીએ

ઈચ્છાવગરની   હા  અને   ઈચ્છાભરેલી  ના   ઉપર
સંબંધની  આખી   વસાહત   પાથરી   બેઠા   છીએ !

સીધા   નહીં    તો    આડકતરા,   પ્રશ્નથી    ઘેરાઇને
ઉત્તર   પરત્વેની   મથામણ   આદરી   બેઠા   છીએ

ફાવી  ગયું    છે   જીવતા  ચહેરા – મુખોટાઓ  સહિત
ઓળખ વગરની સહુ પરખ બસ, સાચવી બેઠા છીએ

જોયું  ખરું, પણ  જાણવાની તસ્દી  લીધી  નહીં  કદી
‘ને   જાણતલનાં  ડોળપૂર્વક,  વિસ્તરી  બેઠા  છીએ !

છૂટી   રહ્યું    છે   હાથથી,   હોવું    જરૂરી   હોય   એ
‘ને   છોડવા  જેવું   બધું  મનમાં  ભરી  બેઠા  છીએ !

નાંખી રહ્યાં  છે  આળ  સહુ  દુર્ભાગ્યના માથે “મહેશ”
પણ,  ભાગ્યનો  રસ્તો  ખરેખર  આંતરી  બેઠા છીએ

 

© ડૉ.મહેશ રાવલ

 
5 Comments

Posted by on April 10, 2015 in my gazal

 

5 Responses to આંતરી બેઠા છીએ…

  1. અશોક જાની 'આનંદ'

    April 11, 2015 at 5:19 am

    ફાવી ગયું છે જીવતા ચહેરા – મુખોટાઓ સહિત
    ઓળખ વગરની સહુ પરખ બસ, સાચવી બેઠા છીએ..

    બિનજરૂરી જ બધુ આદરીને પોતે પોતાની ઘોર ખોદીએ છીએ આપણે.. !! એ સમજાવતી ખૂબ મજાની ગઝલ.. !!

     
  2. વિજય શાહ

    April 11, 2015 at 6:46 am

    છૂટી રહ્યું છે હાથથી, હોવું જરૂરી હોય એ
    ‘ને છોડવા જેવું બધું મનમાં ભરી બેઠા છીએ !

    નાંખી રહ્યાં છે આળ સહુ દુર્ભાગ્યના માથે “મહેશ”
    પણ, ભાગ્યનો રસ્તો ખરેખર આંતરી બેઠા છીએ

    મને ગમ્યા. મઝા આવી

     
  3. Daxesh Contractor

    April 11, 2015 at 8:34 am

    નાંખી રહ્યાં છે આળ સહુ દુર્ભાગ્યના માથે “મહેશ”
    પણ, ભાગ્યનો રસ્તો ખરેખર આંતરી બેઠા છીએ
    વાહ …

     
  4. Pravin Shah

    April 12, 2015 at 9:07 am

    ભાગ્યનો રસ્તો તો એક ભાગ્યશાળી જ આંતરી શકે….
    તમારિ ખૂબ સુંદર ગઝલ માણી આનંદ થયો.

     
  5. VIPUL pandya sahaj

    April 13, 2015 at 1:40 am

    નાંખી રહ્યાં છે આળ સહુ દુર્ભાગ્યના માથે “મહેશ”
    પણ, ભાગ્યનો રસ્તો ખરેખર આંતરી બેઠા છીએ
    વાહ……કવિ

     

Leave a Reply

Your email address will not be published.