RSS

ઉઘડતાં નથી હવે !

02 May

માણસનાં હાવ-ભાવ ઉઘડતાં નથી હવે !

ગઇકાલ   જેમ,  આજ   ઉઘડતાં   નથી  હવે
માણસનાં   હાવ – ભાવ  ઉઘડતાં   નથી  હવે

‘આવો’ ન ‘આવજો’  ન ઉમળકો આતિથ્યનો
ખુલ્લા  મને,  જરાય   ઉઘડતાં   નથી   હવે !

છે    અંતરાય    કંઇક     બધાનાં    ઉઘાડમાં
ઉઘડી   જવા  છતાંય,   ઉઘડતાં  નથી   હવે

કારણ  ગમે  તે  હોય, હકીકત  એ  સ્પષ્ટ  છે
કે   લાગણી – લગાવ   ઉઘડતાં   નથી    હવે

જે  કંઇ  નિભાવ  છે  એ  ફકત  લોકલાજ છે
નહીંતર,  નિભાવણાં  ય  ઉઘાડતાં નથી  હવે !

અપવાદમાં   ખપે   એવા  થોડાક   ઘર   હશે
બાકી   એકેય,   ખાસ   ઉઘડતાં  નથી   હવે

ખાબોચિયા  તો  ઠીક  છે,  કાંઠાળ  જાત  છે
ઝરણાં  ય  ક્યાંક  ક્યાંક  ઉઘડતાં નથી  હવે !

© ડૉ.મહેશ રાવલ       

 
 

4 Responses to ઉઘડતાં નથી હવે !

  1. અશોક જાની 'આનંદ'

    May 3, 2015 at 5:44 am

    છે અંતરાય કંઇક બધાનાં ઉઘાડમાં
    ઉઘડી જવા છતાંય, ઉઘડતાં નથી હવે..

    સુંદર રદીફનું સફળ પ્રયોજન.. વાહ

     
  2. Kirtikant

    May 5, 2015 at 12:49 am

    ખાબોચિયા તો ઠીક છે, કાંઠાળ જાત છે
    ઝરણાં ય ક્યાંક ક્યાંક ઉઘડતાં નથી હવે !

     
  3. maulik rami

    June 24, 2015 at 2:14 am

    nice blog!!!

     
  4. rekha

    October 7, 2015 at 4:40 am

    કારણ ગમે તે હોય, હકીકત એ સ્પષ્ટ છે
    કે લાગણી – લગાવ ઉઘડતાં નથી હવે…..સમાજ નુ સત્ય.

     

Leave a Reply

Your email address will not be published.