આ બધાંથી પર થવામાં છું હવે
આખરે, તત્પર થવામાં છું હવે
મુક્ત છે જા આજથી તું, હે તરસ !
છેવટે, પગભર થવામાં છું હવે
વ્યર્થ ગઈ ઉપચારની ચેષ્ઠા બધી
હું જ, ચારાગર થવામાં છું હવે !
વારસાગત વેર છે, આ વિશ્વને
એ, અઢીઅક્ષર થવામાં છું હવે
આ વખત મંથન થશે, સંબંધનું
સંભવિત્ શંકર થવામાં છું હવે !
થઈ ગયો સામેલ હું પણ રાસમાં
નટ મટી, નટવર થવામાં છું હવે
દઈ શકે દ્રષ્ટાંત ઈશ્વર, અન્યને
એટલો, સધ્ધર થવામાં છું હવે !
ડૉ.મહેશ રાવલ

સરસ ગઝલ.
મારી સાહિત્ય સ્મરણિકા
ડૉ.મહેશ રાવલની ગઝલ “સધ્ધર થવામાં છું હવે…! આજે (સોમવાર, ડિસેમ્બર ૨૧, ૨૦૦૯) વાંચી અને ખૂબ જ ગમી. આખી ગઝલ સરસ છે અને અદ્વૈત ભાવથી ભરેલો આ શેર મઝાનો છેઃ
થઈ ગયો સામેલ હું પણ રાસમાં
નટ મટી, નટવર થવામાં છું હવે
ગઝલ સાથે મૂકેલો કુંડામાં ‘નટવર’ (કૃષ્ણ) નાં મોરપીંછા વાળો ફોટો પણ સરસ છે.
“ચારાગર” શબ્દના અર્થની ખબર નહોતી. ઓન લાઈન ભગવદગોમંડલ (http://www.bhagavadgomandal.com/) માં જોયું અને અર્થ મળ્યોઃ ઉપાય દેખાડનાર પુરુષ.
–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
સુંદર રચના…
ખુબ સરસ શબ્દો…
વારસાગત વેર છે, આ વિશ્વને
એ, અઢીઅક્ષર થવામાં છું હવે
વાહ મહેશભાઇ…મઝા આવી ગઇ આ બંન્ને શેરમાં
દઈ શકે દ્રષ્ટાંત ઈશ્વર, અન્યને
એટલો, સધ્ધર થવામાં છું હવે …સરસ રચના…
very good gazal. NAT MATI ;; sher is wonderfui congratulation
સરસ ગઝલ…વાહ…
સ્રરસ્ રચના
સુંદર ગઝલ…
આ વખત મંથન થશે, સંબંધનું
સંભવિત્ શંકર થવામાં છું હવે !
આ શે’ર વધુ ગમ્યો…
વ્યર્થ ગઈ ઉપચારની ચેષ્ઠા બધી
હું જ, ચારાગર થવામાં છું હવે !
સરસ
ચારાગર હાલાત મેરે, અચ્છે બતા ગયા,
કુછ નયે જ઼ખ઼્મ મિલે હૈં મુઝે ગુજ઼રે સાલ સે.
વધારે છે જખમને સૌએ નસ્તરના બહાના પર,
સિતમગર છે સિતમગર, કોઇ મારા ચારાગર ક્યાં છે ?