પ્રસંગોની સાચી સમજ દેજે સહુને
પછી હક, પ્રથમ તો ફરજ દેજે સહુને
સતત જાગતો રાખવો હોય માણસ
ગજું જોઇને,પણ કરજ દેજે સહુને !
ખબર ક્યાંહતી કઈ ઘડી આખરી છે ?
છતાં જિંદગી બહુ સહજ દેજે સહુને
ભલે વાવણી હોય એવું લણે, પણ
જરૂરત મુજબની ઉપજ દેજે સહુને !
બધાને, બધું દઈ ન દેતો, સમૂળું
જરા તો જરા, પણ ગરજ દેજે સહુને
ડો.મહેશ રાવલ

સુંદર સંદેશ આપતી ગઝલ.
સુંદર મઝાની પ્રાર્થના ગઝલ.
ભલે વાવણી હોય એવું લણે, પણ
જરૂરત મુજબની ઉપજ દેજે સહુને !
બહુ જ સુંદર સહુ માટેની પ્રાથના-ગઝલ.
પ્રાર્થના ગઝલ – મારા મનમાં પણ આ જ શબ્દ જન્મ્યો…
મહેશભાઇ ગઝલ તો મને ગમી… આમેય મને તમારી ગઝલ વાંચવી ખુબ જ ગમે છે… પરંતુ આ ગઝલ માં હું છંદ સમજી ના શક્યો…
બધાને, બધું દઈ ન દેતો, સમૂળું
જરા તો જરા, પણ ગરજ દેજે સહુને ….. મસ્ત શેર છે
ગરજ દેજે સહુને; વાળી વાત ખૂબ સરસ .
મિત્ર નરેન્દ્રભાઈ,
મારી ગઝલ આપને ગમી-આનંદની વાત.
લાગણીબદલ આભાર.
પ્રસ્તુત ગઝલનો છંદઃ લગાગા લગાગા લગાગા લગાગા.
શ્રી વિવેકભાઈ,
હૈયા મળે ત્યારે બધુ જ મળી જાય છે
આ તો ફક્ત શબ્દ જ છે
પ્રાર્થનાથી તો ભગવાન મળી જાય છે
આપને શબ્દ ગમ્યો …. આભાર
શ્રી મહેશભાઈ,
ભુલથી તમો ને મેં વિવેકભાઈ સંબોધ્યા મહેરબાની કરી માફ કરશો.
અરે નિશિતભાઈ……
આગળની કૉમેન્ટમાં તમે જ કહ્યું કે,
હૈયા મળે ત્યારે બધુ જ મળી જાય છે… આ તો ફક્ત નામ જ છે!
આમ પણ હું અને વિવેકભાઈ અંગત મિત્રો છીએ , માત્ર નામનો જ ફેર જીવીએ છીએ
-આભાર.
સતત જાગતો રાખવો હોય માણસ
ગજું જોઇને,પણ કરજ દેજે સહુને !
ખબર ક્યાંહતી કઈ ઘડી આખરી છે ?
છતાં જિંદગી બહુ સહજ દેજે સહુને
સાચી પ્રાર્થના
મજાની પ્રાર્થના-ગઝલ… બધા જ શે’રો ગમી ગયા.
અતિ sunder, gujarati typing nathi aavadtu, maaf karjo,
સતત જાગતો રાખવો હોય માણસ
ગજું જોઇને,પણ કરજ દેજે સહુને ! બધાને, બધું દઈ ન દેતો, સમૂળું
જરા તો જરા, પણ ગરજ દેજે સહુને ખુબજ સુન્દર રચના છે અને તેમા આ બન્ને સેર બે લાઇન મા ઘણુ બધુ કહિ જાય છે.
બધાને, બધું દઈ ન દેતો, સમૂળું
જરા તો જરા, પણ ગરજ દેજે સહુનેસતત જાગતો રાખવો હોય માણસ
ગજું જોઇને,પણ કરજ દેજે સહુને ! ખુબજ સુન્દર રચના છે અને તેમા આ બન્ને સેર બે લાઇન મા ઘણુ બધુ કહિ જાય છે.
સરળ રીતે સચોટ વાતો કહી દીધી.