બધું,પરિણામલક્ષી છે

આપણી શ્રધ્ધા અને પથ્થર બધું પરિણામલક્ષી છે
ખાતરી,વિશ્વાસ,’ને ઈશ્વર બધું પરિણામલક્ષી છે !

કોઇએ જોયો નથી,જોવા ય મળતો પણ નથી આજે
તોય ઈચ્છા હોય છે અક્સર! બધું પરિણામલક્ષી છે!

જિંદગી તો જિંદગીની જેમ જીવાતી જ રહેવાની
જીવ,આત્મા,દેહ આ નશ્વર બધું પરિણામલક્ષી છે !

આવતી હર ક્ષણ,જતી ક્ષણની જ છે સીધી અસર,તો પણ
ખુદ સમય,એની ધરી,ચક્કર બધું પરિણામલક્ષી છે

વારતા લંબાય તો લંબાય છે સંબંધ,પાત્રોના
કાચ જેવા હોય કે નક્કર બધું,પરિણામલક્ષી છે !

સર્જનારે ખાસ કારણસર કરેલું હોય છે સર્જન
પર્વતો,ઝરણાં,નદી,સાગર બધું,પરિણામલક્ષી છે

એટલું સહેલું નથી ઊંડેસુધી જઈ  તાગ મેળવવો
પ્રશ્ન  કે એ  પ્રશ્નના ઉત્તર બધું,પરિણામલક્ષી છે !

સહમતી સાધ્યા વગર નિર્ણય અધૂરાં થાય છે સાબિત
પણ,વિષયની બ્હાર કે અંદર બધું,પરિણામલક્ષી છે

હાથ જે ઊઠે દુઆ માટે,ચકાસે છે ખુદા એને
પણ ખુદા પોતે, ‘ને સચરાચર બધું,પરિણામલક્ષી છે !

છંદવિધાનઃ ગાલગાગા ના  ૪ચરણ + ગા

ડો.મહેશ રાવલ

7 Comments

7 Responses to “બધું,પરિણામલક્ષી છે”

  1. devika says:

    એટલું સહેલું નથી ઊંડેસુધી જઈ તાગ મેળવવો
    પ્રશ્ન કે એ પ્રશ્નના ઉત્તર બધું,પરિણામલક્ષી છે !
    સાવ સાચેી વાત સરસ રેીતે….

  2. માર બ્લોગ બંધુ ડો. મહેશભાઈ,
    તમારી ગઝલ ખુબજ ગમી.
    આપણી શ્રધ્ધા અને પથ્થર બધું પરિણામલક્ષી છે
    ખાતરી,વિશ્વાસ,’ને ઈશ્વર બધું પરિણામલક્ષી છે !
    જોકે “પરિણામલક્ષી” નો અર્થ બરાબર સમજયો નહીં. ઈશ્વરને અનુસન્ધી ને મારી રચના ” તુઝે ઢુંઢું કહાં કહાં મૈ.” વાંચી?
    “સાજ્” મેવાડા

  3. ખ્રિસ્તી નવું વર્ષ મુબારક…

    નવા વર્ષના પ્રારંભે સરસ રવાનીસભર ગઝલ…

    જિંદગી તો જિંદગીની જેમ જીવાતી જ રહેવાની
    જીવ,આત્મા,દેહ આ નશ્વર બધું પરિણામલક્ષી છે !
    - આ એક શેર સમજાવવા વિનંતી… અહીં કઈ બાબત પરિણામલક્ષી છે અને એ પરિણામ કયું છે એની ગડ ન પડી…

  4. તમારા મનમા હજુ કશુક કહેવાનુ રહી ગયુ . ખાસ કરીને રદીફ બાબત

  5. Anonymous says:

    આપણી શ્રધ્ધા અને પથ્થર બધું પરિણામલક્ષી છે
    ખાતરી,વિશ્વાસ,’ને ઈશ્વર બધું પરિણામલક્ષી છે !
    કોઇએ જોયો નથી,જોવા ય મળતો પણ નથી આજે
    તોય ઈચ્છા હોય છે અક્સર! બધું પરિણામલક્ષી છે!
    જીવન સાધક ધાર્મિક નહી આધ્યાત્મિક છે. જીવન સાધક આત્મનિરીક્ષક અને પરિક્ષક છે. જીવન સાધક ભૂલો નમ્ર બની સુધારે છે. જીવન સાધક ક્ષણમા જીવનાર છે. જીવન સાધક પરિણામલક્ષી છે. …
    સાચી વાતની સરળ રજૂઆત

  6. pragnaju says:

Leave a Reply