આમ થી બસ તેમ, ફરવાનું થયું
ક્યાંક ડૂબ્યાં, ક્યાંક તરવાનું થયું !
યાદ છે કૂંપળપણું મારૂં, મને
‘ને હવે ટાણું ય, ખરવાનું થયું !
કેટલા સંબંધમાં નિમિત્ત થયાં
કેટલા વિચ્છેદ કરવાનું થયું !
સાવ જો સાચું કહું તો, હરપળે
આંસુઓ પી ને, ઉછરવાનું થયું !
સાવ ખાલી હાથનો વૈભવ જુઓ
જ્યાં જુઓ ત્યાં, કઈંક ભરવાનું થયું !
દૂર કે નજદીકનો ક્યાં પ્રશ્ન છે ?
જેટલું ચડ્યા, ઉતરવાનું થયું !
રંજ કેવળ એટલો છે કે, સતત
જિંદગીથી ખુદ, થથરવાનું થયું !
ડો.મહેશ રાવલ

બધા જ શેર સુંદર થયા છે.
સાવ ખાલી હાથનો વૈભવ જુઓ
જ્યાં જુઓ ત્યાં, કઈંક ભરવાનું થયું !
વાહ !
સાવ ખાલી હાથનો વૈભવ જુઓ
જ્યાં જુઓ ત્યાં, કઈંક ભરવાનું થયું !
ખૂબ સરસ..
…મીતિક્ષા.
gr8888
મહેશભાઈ, આપની ગઝલો એક પછી એક ચઢિયાતી સાબિત થાય એવી હોય છે. મઝા આવે છે.
રંજ કેવળ એટલો છે કે, સતત
જિંદગીથી ખુદ, થથરવાનું થયું !
વાહ-વાહ.
મહેશભાઈ,
ખાલી હાથના વૈભવવાળી વાત ખૂબ ગમી..
સરસ ગઝલ.
સુંદર ગઝલ… આ ત્રણ શેર સરળ હોવાથી વધુ ગમી ગયા:
યાદ છે કૂંપળપણું મારૂં, મને
‘ને હવે ટાણું ય, ખરવાનું થયું !
કેટલા સંબંધમાં નિમિત્ત થયાં
કેટલા વિચ્છેદ કરવાનું થયું !
દૂર કે નજદીકનો ક્યાં પ્રશ્ન છે ?
જેટલું ચડ્યા, ઉતરવાનું થયું !
કેટલા સંબંધમાં નિમિત્ત થયાં
કેટલા વિચ્છેદ કરવાનું થયું !…..વાહ વાહ ..ખુબ જ સરસ ગઝલ છે…જિઁદગી માં ઘણા જ સબંધો નિમિત્ત બનતા હોયછે અને કેટલાક નો છેદ પણ ઉડાવો પડે છે… સાત શેર માં જીદગી નો નિચોડ કહી દીધો… બહોત ખુબ
ખુટતુ તુ જે તમારા કાવ્યમા આ ગઝલ થિ એ ઉમેરવાનુ થયુ
સ-રસ ગઝલ…
યાદ છે કૂંપળપણું મારૂં, મને
‘ને હવે ટાણું ય, ખરવાનું થયું !
કેટલા સંબંધમાં નિમિત્ત થયાં
કેટલા વિચ્છેદ કરવાનું થયું !
આ બે શે’રો જરા વધુ ગમ્યા…
બહુજ સુઁદર ગઝલ અને બધા જ શેર સરસ છે પણ આ પ્ઁક્તિઓ પર વારી જવાયુઁ.આપના બ્લોગ પર આવવાનુઁ પણ ગમ્યુઁ.
યાદ છે કૂંપળપણું મારૂં, મને
‘ને હવે ટાણું ય, ખરવાનું થયું !
કેટલા સંબંધમાં નિમિત્ત થયાં
કેટલા વિચ્છેદ કરવાનું થયું !
સરસ ગઝલ. બધાજ શેર ગમ્યા.
સાવ જો સાચું કહું તો, હરપળે
આંસુઓ પી ને, ઉછરવાનું થયું !
સુદર ગઝલ
બધાજ સેર સરસ છે રંજ કેવળ એટલો છે કે, સતત
જિંદગીથી ખુદ, થથરવાનું થયું !