ખોટો પડે એકાદ સરવાળો પછી
ઊભો થશે વે’વારમાં ગાળો પછી
ચર્ચા ગમે તે રૂપમાં ચર્ચા જ છે
ચૂંથો વિષય, તો નહીં મળે તાળો પછી !
થોડો ઘણો મતભેદ સહુનો ક્ષમ્ય છે
મનભેદનેં ક્યાં-ક્યાં તમે વાળો પછી ?
સારો નથી રૂપ,રંગ,વૈભવનો અહમ
થઈ જાય ઢગલો રાખનો, બાળો પછી
માઠા સમયનો અર્થ કેવળ એટલો
કે, જાત નિખરે જાત સંભાળો પછી !
સચવાય સહુની લાગણી, નાજુકપણે
રાખી શકો સંબંધ હુંફાળો પછી
બે હાથની તાળી જ પડઘો પાડશે
‘ને સાદ પણ સંભળાય સુંવાળો પછી !
ડૉ.મહેશ રાવલ

મહેશભાઈ
સારો નથી રૂપ,રંગ,વૈભવનો અહમ
થઈ જાય ઢગલો રાખનો, બાળો પછી
આખી ગઝલ ઘણી અર્થપૂણ થઈ છે..ઉપરની લાઈન ખુબ ગમી..
સપના
‘માઠા સમયનો અર્થ કેવળ એટલો
કે, જાત નિખરે જાત સંભાળો પછી !
વાહ મહેશભાઇ…વાહ…ક્યા બાત હૈ…….
સરસ ગઝલ..
માનવીય સંબંધોના વિવિધ રંગોની વાસ્તવિકતાનો સરસ ચિતાર રજૂ કર્યો છે મહેશભાઈ.
માઠા સમયનો અર્થ કેવળ એટલો
કે, જાત નિખરે જાત સંભાળો પછી !
-સુંદર અર્થગહન શેર…
ગૂઢતાથી ભરપૂર સુંદર ગઝલ.
બે હાથની તાળી જ પડઘો પાડશે
‘ને સાદ પણ સંભળાય સુંવાળો પછી !
વાહ!
માઠા સમયનો અર્થ કેવળ એટલો
કે, જાત નિખરે જાત સંભાળો પછી !
ઘણી મોટી શીખ આપી દીધી ડો.સાહેબ,ઘણા સમય પછી આપના બ્લોગ પર આવ્યો તેનો મને રંજ છે.
માઠા સમયનો અર્થ કેવળ એટલો
કે, જાત નિખરે જાત સંભાળો પછી !
સૌને આ એક શેયર પસન્દ પડ્યો, આપણે બધા કેટલા સરખા છીએ!
કદીક મારી બ્લોગ સાઈટ ની પણ મુલાકાત લેશો તો ગમશે મને.
“સાજ” મેવાડા
વાહવાહ…..વાહવાહ …..વાહવાહ!
વાહ, વાહ્ મહેશભાઈ. બહુ જ સરસ અર્થપૂર્ણ ગઝલ.
અનુભવી અને કસાયેલી કલમ પાસેથી એકપછી એક ગમી જય એવી ગઝલો મળ્યા જ કરે છે. તમારા સાતત્યપૂર્ણ સર્જનને સલામ.
ઘણા વખતથી તમારા ઘેઘૂર કંઠે એ સંભળાઈ નથી. અનુકૂળતાએ આ નવા ફાલની ગઝલોને તરન્નુમે મઢવાનો પ્રોજેક્ટ હાથ પર લો તો ગમશે.
થોડો ઘણો મતભેદ સહુનો ક્ષમ્ય છે
મનભેદનેં ક્યાં-ક્યાં તમે વાળો પછી ?
~awesome~
મારે જો “મહેશની ગઝલોનો આનંદ” પુસ્તક લખવાનું હોય તો આ ગઝલના બધા જ શેર વિશે લખું. નીચેના બે શેર તો ખાસ ગમ્યાઃ
સારો નથી રૂપ,રંગ,વૈભવનો અહમ
થઈ જાય ઢગલો રાખનો, બાળો પછી
માઠા સમયનો અર્થ કેવળ એટલો
કે, જાત નિખરે જાત સંભાળો પછી !
- – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
E-mail: girish116@yahoo.com
ગિરીશનું સર્જાતું જતું પુસ્તકઃ “આદિલની ગઝલોનો આનંદ”.
માઠા સમયનો અર્થ કેવળ એટલો
કે, જાત નિખરે જાત સંભાળો પછી !
ખુબ સરસ…વાહ કવિ….